________________
ઇતિહાસની કેડી
શાસ્ત્ર ઉપરાંત બીજી રીતે પણ “નાટ્યદર્પણ”ની અગત્ય છે. વિવિધ વિષયોનાં ઉદાહરણો આપવા માટે એમાં રામચન્ટે કુલ ચુંમાલીશ સંસ્કૃત નાટકોમાંથી અવતરણ આપ્યાં છે અથવા એ નાટકોના પ્રસ્તુત ઉલ્લેખ કર્યા છે. આ નાટકામાંનાં કેટલાંક તે આજે અપ્રાપ્ય છે. વિશાખદત્તનું “દેવીચન્દ્રગુપ્ત’ નાટક જે અત્યારે મળતું નથી તેનાં સંખ્યાબંધ અવતરણો “નાટ્યદર્પણમાં જળવાઈ રહ્યાં છે અને તેથી ગુપ્તકાળના ઈતિહાસ ઉપર કેટલાક નવીન પ્રકાશ પડે છે. રામચન્દ્ર નાટ્યદર્પણ”માં નાટ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર અને અભિવ્યકલા પરત્વે કેટલાંક મહત્ત્વનાં અને તે કાળને લક્ષમાં લેતાં તો પ્રણાલિકાભંજક ગણી શકાય એવાં વિધાનો કર્યા છે. પૂર્વકાળના સર્વ અલંકારશાસ્ત્રીઓનું–જેમાં રામચન્દ્રના ગુરુ હેમચન્દ્રનો પણ સમાવેશ થઈ જાય છે–એ વિધાન છે કે “રસ” એ બ્રહ્માનંદ સમાન આનંદ આપનાર હોવો જોઈએ; પણ રામચન્દ્ર કુટુકમો રસ: . એમ લખીને રસને સુખાભક અને દુઃખાત્મક એમ બે પ્રકારે વિભક્ત કર્યો છે અને જણાવ્યું છે કે કવિ અથવા અભિનેતાનું ચાતુર્ય જોવા માટે લોકો દુઃખાત્મક નાટક જોવા જાય છે. નાટકનો હેતુ માત્ર આનંદ આપવાને નહીં, પરંતુ જીવનમાં રહેલી કરુણતાનું પણ દર્શન કરાવવાનો છે, એમ આ ઉપરથી ફલિત થાય છે. આથી યે વધુ તો, રામચન્ટે પૂર્વકાલીન નાટવાચાર્યોની બીજી એક માન્યતાનો સચોટ વિરેાધ કર્યો છે તે જોવા જેવું છે. અભિનેતા જે સંવેદનો અને ભાવનાઓ પોતાના અભિનત્યદ્વારા વ્યક્ત કરે છે તે એ પિતે અનુભવતો નથી, એવી એ પ્રાચીન માન્યતા છે. રામચન્દ્ર લખે છે કે જે ભાવના અભિનેતા પ્રેક્ષકો સમક્ષ મૂર્ત કરવા માગતો હોય તે એ પોતે અનુભવ્યા સિવાય રહી શકે જ નહીં–“જેમ વેશ્યા બીજાને પ્રસન્ન કરવા જતાં પિતે પણ આનંદને અનુભવ કરે છે તેમ.” રામચન્દ્રનો નાટ્યશાસ્ત્રને અભ્યાસ કેટલો તલસ્પર્શી અને મૌલિક હતો તે આ ઉપરથી જોઈ શકાશે. લૌકિક વિષયને લગતાં સંખ્યાબંધ નાટકોના પ્રણેતા તરીકે
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org