________________
ઇતિહાસની કેડી
જેવું છે. હેમચંદ્ર અને કુમારપાલનું જાણીતું ચિત્ર સં. ૧૨૯૪ની એક પ્રતમાંથી મળે છે.
આટઆટલી સમૃદ્ધિ મોજૂદ છે માટે જ પાટણના જ્ઞાનભંડારે પ્રત્યે ઘણું જૂના કાળથી સંશોધકોનું ધ્યાન દોરાયું છે. જો કે ભારતીય વિદ્યાના પ્રત્યેક ક્ષેત્રની જેમ અહીં પણ આપણને કંઈક લજજાસ્પદ વસ્તુ એટલી જ છે કે એ વિષયમાં અગત્યકાર્ય કરનારા પરદેશીઓ જ હતા.
પાટણના ભંડારાનું સૌથી પહેલું મહત્ત્વ પિછાણનાર “એનાલ્સ ઍફ રાજસ્થાનના સુપ્રસિદ્ધ લેખક કર્નલ જેમ્સ ટોડ. ૧૮૩૨માં તેઓ પાટણ આવ્યા હતા અને પિતાને ગુરુ યતિ જ્ઞાનચંદની સહાયથી ભંડારેનો કેટલોક ભાગ જોઈ શક્યા હતા. તેઓ લખે છે: “અણહિલવાડમાં બે જ વસ્તુઓ સૌથી મહત્ત્વની છેઃ એક વનરાજની મૂર્તિ, અને બીજી જૈન પુસ્તકાલયે.”
આ પછી ૧૮૭૩માં “રાસમાળા'ના લેખક અલેકઝાન્ડર કિન્લક ફોર્બ્સ અને ૧૮૭૫માં ડૉ. જ્યોર્જ બુલ્હરે પાટણની મુલાકાત લીધી હતી અને તેઓ મુશ્કેલી એ થોડીક સામગ્રી જોઈ શક્યા હતા. ડો. બુલ્હરે કેટલીક પ્રતોની નકલ કરી લીધી હતી તથા તેમના શાસ્ત્રીએ મહત્ત્વના ગ્રંથની એક સૂચિ તૈયાર કરી હતી. આ ઉપરથી તેમણે મુંબઈ સરકાર સમક્ષ નિવેદન કરતાં સરકારે ઈ. ૧૮૮૩માં પ્રો. રામકૃષ્ણ ગોપાલ ભાંડારકર અને પ્રો. આબાજી વિષ્ણુ કાથવટને પાટણ મોકલ્યા. તેઓ માત્ર ચાર જ ભંડાર જોઈ શક્યા હતા, કેમકે બીજા ભંડારની વ્યવસ્થાપકે કોઈને પણ પુસ્તકો બતાવવાને રાજી ન હતા.
આ બધી તપાસ ઉપરટપકેની અને જે તે વિદ્વાને માત્ર પોતપિતાના દષ્ટિબિન્દુથી કરી હતી. એટલે વધારે સૂક્ષ્મ અને વ્યવસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org