________________
કુત્રિકાપણ દશા, કલ્પ અને વ્યવહાર એ ત્રણ સૂનો કેવળ મૂલ ભાગ જર્મન વિદ્વાન ડૉ. બ્રિગે સંપાદિત કરેલ છે, પરંતુ જૈન સમાજની પ્રચલિત રૂઢિની બહાર નીકળીને, મૂળ ગ્રંથોના પ્રકાશન દ્વારા ધર્મ પ્રાચીન સાહિત્ય અને ઈતિહાસના ખરા સ્વરૂપને રજૂ કરવાના ઉદ્દેશથી મુનિશ્રી પુણ્યવિજ્યજી તથા તેમના ગુરુ મુનિશ્રી ચતુરવિજયુજીએ એક છેદસૂત્રગ્રન્થ “બૃહકલ્પસૂત્ર'નું ભાષ્ય અને ટીકા સહિત શાસ્ત્રીય સંપાદન કરીને પ્રસિદ્ધ કરેલ છે તથા બીજા કેટલાકનું સંપાદનકાર્ય હાલમાં તેમના તરફથી ચાલી રહ્યું છે. “જતકલ્પસૂત્ર'નું સંપાદન પણ તેમણે કરેલું છે. કેટલાંક વર્ષ ઉપર મુનિ માણેકે “ વ્યવહારસૂત્ર' બહાર પાડેલું છે, પણ તેના સંપાદન અને મુદ્રણમાં રહેલી બેસુમાર અશુદ્ધિઓને કારણે તેનું પણ પુનઃસંપાદન થવાની જરૂર છે. નિશીથસૂત્ર” માત્ર ખાનગી ફેલાવા માટે સાઇકલ સ્ટાઇલમાં છાપવામાં આવેલું છે. મહાનિશીથસૂત્ર' હાલમાં શ્રીજિનવિજયજીના સંપાદન નીચેની સિધી ગ્રન્થમાળામાં છપાય છે. આમ આગમસાહિત્યના બીજા લગભગ બધા જ ગ્રન્થ આ પહેલાં એક કરતાં વધુ વાર પ્રકાશિત થઈ ગયા છે, ત્યારે છેદત્રાનું પ્રકાશન હજી હમણાં જ આરંભાયું છે એમ કહીએ તો ચાલે.
ઉપર્યુક્ત ગ્રન્થો પૈકી બડકપસૂત્ર” ઉપર વાચક સંઘદાસગણિનું પ્રાકૃત ભાષ્ય તથા આચાર્ય ક્ષેમકીર્તિની સંસ્કૃત ટીકા મળે છે. એ ભાષ્ય અને ટીકામાં (જુઓ વિભાગ ૪, પત્ર ૧૧૪૪–૪૬) કુત્રિાપણ વિષે વિસ્તૃત ઉલ્લેખ છે. ગુણાઢચની સુપ્રસિદ્ધ “બૃહત્કથા'ની શૈલીએ સંઘરાસગણિએ રચેલ પ્રાકૃત કથાગ્રન્થ “વસુદેવ-હિંડીને ઉલ્લેખ જિનભદ્રાણિ ક્ષમાશમણે પિતાના વિશેષણવતી' નામના ગ્રન્થમાં કર્યો છે. જિનભણિ ક્ષમાશ્રમણનો સમય પટ્ટાવલીઓ પ્રમાણે વિક્રમની સાતમી શતાબ્દીનો છે, એટલે સંઘદાસગણિ સાતમી શતાબ્દી પૂર્વે થઈ ગયા હતા એ નિશ્ચિત છે. ઘણું કરીને તેમનો
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org