________________
પ્રાચીન ભારતમાં વિમાન મહાભારતના વનપર્વમાં શાલ્વ નામે અસુરના સૌભનગર નામે વિમાનનું વર્ણન આવે છે. તેના મિત્રો જરાસંધ અને શિશુપાલને કૃષ્ણ માર્યા, એથી તે કકળી ઉઠ્યો હતો, અને પૃથ્વીને અયાદવી કરવા સારૂ તેણે રદ્રને પ્રસન્ન કર્યા હતા. દેવ, અસુર અને મનુષ્યથી ભેદાય નહીં એવા વિમાનની તેણે રુદ્ર પાસે માગણી કરી હતી, અને કે મયાસુરનું બનાવેલું સૌભનગર નામે વિમાન તેને આપ્યું હતું. આ વિમાનમાં બેસીને શાલ્વે દ્વારિકા ઉપર હુમલો કર્યો હતો, પરંતુ યુદ્ધમાં કૃષ્ણની ગદાથી તેના વિમાનના ચૂરા થઈ ગયા તથા તે પિતે પણ મરણ પામ્યો. - બૌદ્ધ જાતક કથાઓમાં પણ વાયુયાનના અનેક ઉલ્લેખો છે. સૌથી મહત્ત્વનો ઉલ્લેખ “સુત્તનિપાત”ના “પારાયણવષ્ણ”ની પાલી ટીકાને છે. એ ટીકાને સમય ચોથી અથવા પાંચમી સદીથી તે અર્વાચીન નથી જ, અને એની પાછળની મૃતપરંપરા તો તે કરતાં કેટલીયે જૂની હશે. એમાં વિમાનનું લગભગ વાસ્તવદર્શી કહી શકાય એવું વર્ણન મળે છે. કથાનક એવું છે કે-બનારસમાં સુતારના એક મહાજને વિમાન બનાવવાનું શરુ કર્યું. વિમાનો માટે ઉદુબર એટલે કે ઉંબરાના ઝાડનું હળવું લાકડું વપરાતું. વિમાન લાકડાના પંખી જેવું દેખાતું અને ગરુડની જેમ જેસભેર ઊડતું. ગતિ પેદા કરવા માટે એની અંદર યંત્ર રાખવામાં આવતુંઃ પૂરતી સંખ્યામાં યંત્રે તૈયાર થઈ ગયા બાદ કેટલાક સુતારોને બનારસનું રાજ્ય જીતી લેવાની ઈચ્છા થઈ, પણ મહાજનના નેતાએ તેમ કરવા દેવાની ના પાડી, એટલે બધું હવાઈ દળ ઊડીને હિમાલયમાં ગયું, અને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. લાકડાનાં વિમાનો વડે આ મુસાફરી કરવામાં આવી હતી, તેથી આ નવા રાજ્યનું નામ “કાઇવાહન રાખવામાં આવ્યું હતું તથા તેની રાજ્યધાની “કાછવાહનનગર’માં હતી. સંભવ છે કે આ કથાનકમાંનું “કાઇવાહનનગર’ તે જ હાલનું નેપાળનું પાટનગર કાઠમંડુ” હોય. વળી આપણને એ પણ જાણવા મળે છે કે બનાસ
૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org