________________
આયુર્વેદનું સાધન મહત્ત્વનું હતું. આયુર્વેદજ્ઞાએ જે સમયની સાથે જ રહેવું હોય તો એ અંગને પુનરુદ્ધાર કર્યા સિવાય છૂટકો નથી. પાશ્ચાત્યાએ એ વિષ્યમાં જે પ્રગતિ કરી છે તે શારીરવિદ્યાના તેમના અદ્યતન જ્ઞાનને જ આભારી છે, શારીરવિદ્યાના અદ્યતન જ્ઞાન સિવાય શસ્ત્રક્રિયાનું જ્ઞાન મેળવી પણ શકાય નહીં, એટલે એ બે પરસ્પરના પૂરક વિષયોનું પરિશીલન પણ આયુર્વેદને વર્તમાન વિજ્ઞાનનો સમોવડિયો બનાવવાને માટે આવશ્યક છે.
આયુર્વેદીય શસ્ત્રક્રિયા એ શસ્ત્રક્રિયાની દુનિયામાં સૌથી પ્રાચીન અને સૌથી વધારે શાસ્ત્રીય પદ્ધતિ હતી. વેદ જેટલા અતિપ્રાચીન વેદમાં શરીરનાં જુદાં જુદાં અંગોનાં નામ મળી આવે છે અને બીજા પણ એવા કેટલાક ઉલ્લેખ મળે છે જેથી એમ પી શકાય કે, માત્ર ગૂમડાં ફાડવાં, પાટાપીંડી કરવી એવી તદન સામાન્ય કાર્યપ્રણાલિ કરતાં તે વખતના આ શસ્ત્રક્રિયાની બાબતમાં વધારે આગળ વધેલા હતા. ઉપરાંત અન્ય વેદમાં તેમ જ ઉપનિષદોમાં અને ઈસવી સન પૂર્વના સંસ્કૃત સાહિત્યમાં પણ શરીરના જુદા જુદા અવયવ વિષે અથવા અમુક પ્રકારની શસ્ત્રક્રિયા વિષે પ્રકીર્ણ ઉલ્લેખ મળી આવે છે.
શસ્ત્રક્રિયાનો જે પ્રમાણમાં વિકાસ થયો હતો તે જોતાં શારીરવિદ્યાનો વિકાસ પણ પ્રમાણમાં થયો જ હોવો જોઈએ. અત્યારે વૈદ્યકીય કોલેજોમાં અભ્યાસ કરનારને શારીરવિદ્યાનો પ્રત્યક્ષ અભ્યાસ કરવાની તક સાંપડે છે એવી જ તક પ્રાચીન કાળમાં પણ આયુર્વેદના વિદ્યાર્થીઓને સાંપડતી હતી.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં શકમંદ સંજોગોમાં મરી જનાર માણસના શરીરની આશમૃતપરીક્ષા (Postmortem Examination) કરવા માટેના કાયદાની નોંધ કરવામાં આવી છે. અર્થશાસ્ત્રનો સમય સામાન્ય રીતે ઈસવી સનની પૂર્વે પાંચમા સૈકાને
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org