________________
આયુર્વેદનું સંશોધન પરંતુ પાશ્ચાત્યોને આ સર્વ પ્રગતિ સાધનામાં મુખ્યત્વે મદદ સૂક્ષ્મદર્શક યત્નની મળી હતી. એ યત્રની સહાય સિવાય પાશ્ચાત્ય શારીરવિદ્યા અને શસ્ત્રક્રિયા કદાચ તેની બાલ્યાવસ્થામાં જ હોત. સમસ્ત શરીરના સૂક્ષ્માતિસૂક્ષ્મ અવયેનો અભ્યાસ કરવાની અનુકૂળતા એ યત્ન વડે પ્રાપ્ત થઈ અને આ સૂક્ષ્મ જ્ઞાનની પણ એટલી પ્રગતિ થઈ કે ઈન્દ્રિયવિજ્ઞાનમાં સુમશારીર (Histology)નો એક જુદો વિભાગ પાડવો પડ્યો. જેનું જ્ઞાન કાયાચિકિત્સા અને શસ્ત્રક્રિયા બન્નેના શાસ્ત્રીય વિનિયોગમાં અનેકધા ઉપયોગી થઈ પડ્યું છે.
પ્રાચીન આયુર્વેદવિદોનું આ સર્વ ક્ષેત્રમાંનું જ્ઞાન અર્વાચીને સાથે બેશક સરખાવી શકાય તેમ છે. ઈજીપ્ત અને ગ્રીસમાં જ્યારે શારીરવિદ્યાના મૂળભૂત સિદ્ધાતિ વિષે ઘોર અજ્ઞાન પ્રવર્તલું હતું ત્યારે હિંદના આયુર્વેદજ્ઞોએ એ વિષયમાં સૂક્ષ્મ જ્ઞાન સંપાદન કર્યું હતું. ચરક, યાજ્ઞવલ્કય, સુશ્રુત, ભેલ વગેરે વિદ્વાનોએ શરીરનાં હાડકાંઓની ચક્કસ કહી શકાય એવી સંખ્યા આપેલી છે. ચરક અને યાજ્ઞવલ્કય હાડકાંઓની કુલ સંખ્યા ૩૬૦ આપે છે; સુશ્રુત અને ભેલ કે જેઓ આયુર્વેદીય શસ્ત્રક્રિયાના નિષ્ણાતો હતા તેઓ હાડકાંની કુલ સંખ્યા ૩૦૦ આપે છે. આમ પરસ્પર સંખ્યામાં વિરોધ જણાતો હોવા છતાં બન્ને પરંપરાએ આપેલી સંખ્યા શાસ્ત્રીય જ્ઞાનના પાયા પર તો રચાયેલી છે જ. ચરક, યાજ્ઞવલ્કય વગેરે વેદવાદીઓ નખ અને દાંતની હાડકાંએમાં ગણના કરે છે અને સુશ્રુત, ભેલ વગેરે શલ્યતંત્રવાદીઓ તરૂણસ્થિઓની-Cartilages, કાનને બાહ્ય માંસલ ભાગ, સ્વરયંત્રનાં અસ્થિઓ, પાંસળીઓને ઉર ફલક sternum સાથે જોડનાર અસ્થિઓ, નાકનું કમલ હાડકું વગેરે આ નામે ઓળખાય છે– હાડકામાં ગણત્રી કરે છે. હાડકું કોને ગણવું અને કયી વયે હાડકાંએની ગણના કરવી એ વિષયના મતભેદને પરિણામે આ સંખ્યા ભેદ ઉત્પન્ન થયો જણાય છે.
૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org