________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય સમયમાં મળે છે.૫૦ તત્ત્વજ્ઞાનના વિષય પર લખાયેલું જૈનેતર કવિનું એક પણ કાવ્ય આ સમયમાં મળતું નથી. પ્રકીર્ણ કાવ્યો
સં. ૧૪૬ર પછી જયશેખરસૂરિએ રચેલ ત્રિભુવનદીપક પ્રબન્ધ' અથવા “પ્રબોધચિન્તામણિપ૧નો ખાસ ઉલ્લેખ અત્રે કરવો જરૂરી છે. આ કાવ્ય એક સુન્દર રૂપક છે. વિશ્વનું સામ્રાજ્ય ધરાવતો પરમહંસ નામનો રાજા મેહ નામના શત્રુ ઉપર કેવી રીતે વિજય મેળવે છે, એનું તેમાં વર્ણન છે. જો કે આ પૂર્વે પણ પ્રાચીન ગૂજરાતી તથા અપભ્રંશમાં ટૂંકાં રૂપકે મળી આવે છે,પર પરંતુ સાહિત્યમાં ઉચ્ચ સ્થાન લઈ શકે એવું સુશ્લિષ્ટ રૂપક તે જયશેખરસૂરિનું જ પ્રથમ છે. સંસ્કૃતમાં કૃષ્ણમિશ્રના પ્રસિદ્ધ “પ્રધચન્દ્રોદય” નાટક ઉપરાંત બીજાં સંખ્યાબંધ રૂપકે છે.પ૩ જયશેખરસૂરિએ પોતે પણ સં. ૧૪૬રમાં સંસ્કૃત કાવ્યમાં “પ્રબોધચિન્તામણિ' રચ્યું છે. ગૂજરાતીમાં પણ ત્યારપછી વાણિજ્યમૂલક અને ષાગુર્યમૂલક અનેક નાનાં-મોટાં રૂપકે લખાયાં છે, પણ તેમાંનું કોઈ જયશેખરસૂરિના ઉક્ત કાવ્યની બરાબરી કરી શકે તેમ નથી. કાવ્યમાં છંદનું વૈવિધ્ય છે અને રસનિષ્પત્તિ અસાધારણ છે. દી. બ. કેશવલાલ ધ્રુવ તે વિષે લખે છે, “આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ
પ. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧ થી ૩૬.
૫૧. ૫. લાલચંદ ગાંધીએ આ કાવ્યનું પ્રથમ સંપાદન હ્યું હતું. પચાસેક કડીઓ છોડી દઈને દી. બ. કેશવલાલે તે પ્રા. ગુ. કા. માં પ્રકટ કરેલ છે.
પર. વ્યક્તિ, નિનામું–મોરાગ વિનચત્તિ, વગેરે. જુઓ આ લેખકે સંપાદિત કરેલ મવ્યક્તિની પ્રસ્તાવના (ઉ. ગુ. સભા સૈમાસિક, પુ. ૧, પૃ. ૧૪૫–૫૬).
૫૩. એજન.
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org