SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય પ્રથમ ધ્યાન ખેંચે છે. ગુજરાતી ભાષાના ઉદ્દગમકાળને તેરમા શતક સુધી લઈ જવામાં તે સહાયભૂત થાય છે. આ પછી સં. ૧૨૬ ૬માં ધર્મકૃત “જંબુસ્વામીચરિત, ૨૯ સં. ૧૩૨૫ આસપાસમાં વિનયચંદ્રકૃત બનેમિનાથ ચતુષ્પાદિકા,” ૩૦ સં. ૧૩૯૦ આસપાસમાં જિનપદ્મસુરિત “ધૂલિભદ્ર ફાગ,”૩૧ સં. ૧૪૦૫ લગભગ માલધારી રાજશેખરસૂરિકૃત “નેમિનાથ ફાગ,” ૩૨ સં. ૧૪૩૦માં અજ્ઞાત કવિકૃત “જંબુસ્વામી ફાગ,”૩૩ પંદરમા શતકના અંતમાં પ્રસિદ્ધ સોમસુન્દરસૂરિકૃત “નેમિનાથ નવરસ ફાગ” ૩૪ તથા અનુમાને આ જ અરસામાં થઈ ગયેલા ગણવામાં આવતા સર્વનન્દસૂરિકૃત “મંગલકલસ ચોપાઈ” ૩૫ ઇત્યાદિ આ યુગનાં મુખ્ય કાવ્યો છે. આ ઉપરાંત પણ જૈનોનાં નાના મોટાં ઘણાં કાવ્યો છે, પણ તે સર્વ વિસ્તારભયથી અત્રે નોંધી શકાય તેમ નથી. ૩૬ આમાં “ફાગ' સંજ્ઞાવાળાં કાવ્યો થોડીક નેંધ માગી લે છે. આ પ્રકારનાં કાવ્યો દેવૈવિધ્ય, ઝડઝમક અને અલંકારયુક્ત ભાષાથી ભરપૂર હોય છે. એમાં જંબુસ્વામી કે નેમિનાથ જેવાં પૌરાણિક પાને અનુલક્ષીને ઉદ્દીપક શંગારરસનું વર્ણન કરેલું હોય છે, પરંતુ ૨૯ મુદ્રિતઃ પ્રા. .કા. સં. ૩૦. મુદ્રિત એજન. આ કાવ્યનું વર્ણન બારમાસ રૂપે છે. ૩૧. મુકિત: એજન ૩૨. મુદ્રિત એજન ૩૩. મુદ્રિતઃ મારા તરફથી, ગુજરાતી, દીપોત્સવી અંક સં. ૧૯૮૮ ૩૪. મુદ્રિતઃ “જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સ હેરલ્ડ ઑગસ્ટ ૧૯૫૭. ૩પ. જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૩૫. ૩૬. એજન, પૃ. ૧ થી ૩૬. ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy