SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી t રણમલછંદ ’ની સાથે કાન્હડદેપ્રબન્ધ 'ને! ઉલ્લેખ કરવેા પણ ઉચિત જણુશે, ‘ કાન્હડદેપ્રબન્ધ ’ના કર્તા વધારે અર્વાચીન હેાઇ નરસિંહના સમકાલીન છે, પર`તુ શ્રીધર વ્યાસના નાનકડા ખંડકાવ્યમી સાથે પદ્મનાભના લાંબા વીરસિક કાવ્યની~~આ બન્ને ઉત્તમ કવિએની શૈલીની તુલના રસમય થઇ પડે તેવી છે. : આ ઉપરાંત સ. ૧૪૮૪માં હીરા દસૂરિએ ‘વસ્તુપાલ-તેજપાલ રાસ ’ રચ્ચેા છે,૧૭ તેમાંથી ગુજરાતના વીર મંત્રીએ વસ્તુપાલ તથા તેજપાલ વિષે કેટલીક હકીકતા મળી આવે છે. વાર્તા-કથાનકા વાર્તાએ—કથાનકાનું સાહિત્ય પણ આ સમય દરમિયાન ઠીક પ્રમાણમાં મળી આવે છે. સ. ૧૩૨૫ના અરસામાં રત્નસિંહસૂરિના શિષ્યે ‘ ઉપદેશમાલા’ ૮૧ છપ્પયમાં ગથી છે અને તેને ‘ વએસમાલ કહાય છય ’૧૮ એવુ નામ આપ્યું છે. સ. ૧૪૧૧માં વિજયભદ્રકૃત હંસરાજવત્સરાજ ચાપાઇ ’૧૯ આવે છે. જૈનેતર આસાયતે પણુ ‘ હંસવત્સકથા’ લખી છે, તેને સમય પણ પંદરમા શતકમાં કલ્પી શકાય છે, કેમકે સ'. ૧૫૧૩માં લખાયેલી તેની હસ્તલિખિત પ્રત જાણવામાં આવી છે.૨૦ વિજયભદ્ર તથા આસાયતનાં આ કથાનકા આપણા પ્રાચીન લેાકવાર્તા સાહિત્યના અભ્યાસમાં ઉપયાગી થાય તેવાં છે. સ. ૧૬૭૩માં ખંભાતના કવિ શિવદાસે હંસાવલીની વાર્તા લખી છે, તેની સાથે આ વાર્તાઓ 6 " Jain Education International ૧૭. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૪૮૭, ૧૮. મુદ્રિત: પ્રા. ગ્રૂ, કા. સ ૧૯. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧૫. ૨૦. એજન. પૃ. ૪૭, આ કાવ્યના અંતર્ગના અવલાકન પછી શ્રી. કેશવરામ રસાસ્ત્રી તેના ર્તા જૈનેતર હોવાના નિણૅય પર આવ્યા છે. ૨૦૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy