________________
ઇતિહાસની કેડી
૧૩૩૬માં રચાયેલા ખાલશિક્ષા' નામે એક વ્યાકરણગ્રંથ મળેલે છે. ગૂજરાતી ઉપરથી સંસ્કૃત કાત્ર વ્યાકરણનુ જ્ઞાન થવા માટે તે લખાયેલા છે. આથી તે પૂર્વે આશરે એક-બે સદી થયાં પ્રાચીનતમ ગૂજરાતી અથવા જેને Post-Apabhramsha કહેવામાં આવે છે તે ભાષાનું સ્વરૂપ સુસ્થિત થયું હાવુ ોઇએ એ સ્પષ્ટ છે. પ્રાચીનતમ ગુજરાતી સાહિત્ય
C
હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણના નિયમેાના ઉદાહરણ તરીકે માટે ભાગે દસમા અગિયારમા શતકમાં રચાયેલા ગ્રંથામાંથી અથવા તત્કાલીન લેાકેાક્તિઓમાંથી પદ્યો. ઉતાર્યાં હોવા જોઇએ. આથી હેમચન્દ્રના વ્યાકરણની ઉપયેાગતા તત્કાલીન લેાકભાષાના અભ્યાસની દષ્ટિએ અદ્વિતીય છે. હેમચન્દ્રે ઉષ્કૃત કરેલાં પદ્યોમાં મેાટા ભાગ દેહાના છે અને તેમાં ઘણાખરા દેહા શૃંગારરસના છે; પણ તે ઉપરાંત ૧૮ વીરરસના, ૬૦ ઉપદેશમય, ૧૦ જૈન ધાર્મિક, ૫ દંતકથા-પુરાણમાંના, ૧ કૃષ્ણ-રાધા વિષે, ૧ બલિરાજા તથા વામન વિષે, ૧ રામ– રાવણ વિષે અને ૨ મહાભારતને લગતા છે. શૃંગારરસના દેહાએ પૈકી એ તેા મુંજ વિષેના છે. માળવાના પ્રસિદ્ધ વિદ્યાવિલાસી રાજા મુંજ એ જ આ પદ્યોમાં વર્ણવાયેલ મુંજ હોય એ અસંભિવત નથી.
કવિત્વની દૃષ્ટિએ પણ હેમચન્દ્રે ઉતારેલાં પદ્યો ઉત્કૃષ્ટ છે. ઉપમા અને સચાટ શબ્દરચનાની દૃષ્ટિએ સારામાં સારાં સંસ્કૃત પદ્મોની બરાબરી કરે એવું કવિત્વ ઘણાં પદ્મામાં નજરે પડે છે. પંદરમા અથવા સાળમા સૈકામાં થયેલા કાઇ અજ્ઞાત જૈન લેખકે આ અપભ્રંશ દેહાએ ઉપર ‘દાગ્યવૃત્તિ’ નામની સસ્કૃત ટીકા લખી છે,પ તે પ્રસ્તુત અવતરણાની વિદગ્ધપ્રિયતાના પુરાવા રજૂ
૫. પ્રસિદ્ધ હેમચંદ્રાચાય જૈન ગ્રંથમાળા.
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org