________________
ઇતિહાસની કેડી ગણવામાં આવતો હતો. ઘણાં વર્ષ સુધી આ મત પ્રમાણભૂત મનાતો હતો, પરંતુ સં. ૧૯૬૧માં શ્રી. આનંદશંકર ધ્રુવે વસન્તમાં એક લેખ લખીને પહેલી ગૂજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ગોવર્ધનરામના ભાષણ પર ટીકા કરતાં નરસિંહને સમય બદલવાનું પ્રથમવાર સૂચન કર્યું. આ પછી સં. ૧૯૮૨માં શ્રી. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય સમય સંબંધમાં “ગુજરાત” માસિકમાં તથા ગુજરાતી સાહિત્ય અને ભક્તિ' નામના લેખમાં શંકા ઉઠાવી અને ત્યાર પછી આ વિષયમાં રસાકસીભરી ચર્ચા શરૂ થઈ. શ્રી. મુનશીની દલીલેનો જવાબ તે વખતે શ્રી. અંબાલાલ જાનીએ “કૌમુદી'માં અને શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીએ પ્રસ્થાન'માં આપ્યો હતો. આ પછી સત નરસિંહરાવે મુંબઈ યુનિવર્સિટી તરફેનાં પિતાનાં વ્યાખ્યાનોમાં આ બન્ને પક્ષોની દલીલોની રજૂઆત કરી હતી, પણ છેવટે તેમણે પણ શ્રી. મુનશીનો મત સ્વીકાર્યો નહોતો. ગૂજરાતી પ્રેસ તરફથી સં. ૧૯૮૭માં બહાર પહેલ ત્રીકમદાસનાં કાવ્યોના પરિશિષ્ટમાં તેના સંપાદક શ્રી. નટવરલાલ દેસાઈ તથા શ્રી. નયનસુખરાય મજમુદારે આ વિષે ચર્ચા કરીને વૃદ્ધમાન્ય કાળનું સમર્થન કર્યું હતું. આ સર્વ ચર્ચાઓનો જવાબ શ્રી. મુનશીએ સં. ૧૯૮૯માં “કૌમુદી'માં એક લાંબો લેખ લખીને તથા “નરસૈયો ભક્ત હરિનો’ એ તેમના પુસ્તકના ઉપદ્યાતમાં આપ્યો છે.
શ્રી. મુનશી એવી કલ્પના કરે છે કે “અરાઢમી સદીમાં સં. ૧૫૧૨ (હારાર્પણ)નું વર્ષ કવિઓએ સ્વીકાર્યું હતું અને તેનું કારણ માંડલિકના હારપ્રસંગની દંતકથા લાગે છે.” તેમના મત પ્રમાણે, હારમાળાની રચનાનો સમય સં. ૧૬૭પ થી ૧૭૦૦નો ગણી શકાય. સં. ૧૬૦૦માં નરસિહની કીર્તિ આખા ગૂજરાતમાં તથા ઉત્તર હિન્દમાં પ્રસરેલી હતી અને એ જ અરસામાં માંડલિકની સમકાલીનતાનો પ્રસંગ માન્યતામાં આવેલો દેખાય છે, એમ તેઓ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org