________________
ઈતિહાસની કેડી જૂની કૃતિ સં. ૧૫૮૩માં વાચક વિનયસમુદ્રની છે.૪૭-અ તે પછી પૂજઋષિએ સં. ૧૬પરમાં આરામશોભા એપાઈ, રાજસિંહે સં. ૧૬૮૭માં આરામશોભા ચોપાઈ,૪૮ તથા સં. ૧૭૬૧માં જિનહ૪૯ આરામશોભારાસ રચ્યો છે. એટલે આ વિષયની સર્વ પ્રાચીન કૃતિઓ પ્રાયઃ જૈનોની જ છે.
જૈન કવિઓની રચનાઓ ઘણું કરીને એકસરખી જ છે, પણ આરામશોભાની વાર્તા નામફેર, સહેજ ફેરફાર સાથે ગૂજરાતમાં જૈન જૈનેતર સ્ત્રીઓ, બાળાઓમાં પ્રસિદ્ધ છે. જૂની કૃતિઓમાં ઓરમાન મા ઝેરના લાડુ બનાવરાવીને આરામશોભાને સાસરે મોકલે છે, આરામશોભાના ધર્મપિતા નાગદેવ આ વસ્તુ પિતાની દિવ્ય દષ્ટિથી જાણું જાય છે, અને રસ્તામાં ઝેરના લાડુને બદલે અમૃતના લાડુ બનાવી દે છે. જ્યારે પ્રચલિત દન્તકથામાં, ઓરમાન મા રાખના રોટલાનું ભાતું આપીને દીકરીને ગાયો ચારવા મોકલે છે અને ગાયનું દૂધ દીકરીએ રાફડામાં રેડેલું એટલે નાગદેવ રોટલા અમૃતમય બનાવે છે, વગેરે ફેર છે. જુની કથામાં આરામશોભાની આસપાસ નાગદેવની કૃપાથી હંમેશાં ઉપવન રહેતું. એનું ખરું નામ તો વિદ્યુપ્રભા, ૩રમ ઉપવનને લીધે જ આરામશોભા નામ પડ્યું, એ બાબત દન્તકથામાં નથી; બાકી સર્વ વસ્તુ એક જ છે. આ પ્રમાણે જૈન કવિઓની વાર્તા અને પ્રચલિત દંતકથાનું મૂળ એક જ હોય એમ લાગે છે.
નાગદેવની કૃપાની વાર્તાઓ આપણા સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છેઃ ૪૭–-અ. પં. અમૃતલાલ ભોજક પાસેથી કરતિ નામે જૈન કવિએ સં. ૧૫૩૫માં રચેલ “આરામશોભા એપાઈ”ની હાથપ્રત ઘેડા સમય ઉપર મને મળી છે, તે આ પૂર્વે ની છે. તા. ૧૨–૬–૪૫.
૪૮. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧. ૪૯. એજન, ભાગ ૨.
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org