________________
આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય સં. ૧૪૧૧માં જૈન કવિ વિનયભટ્ટે હંસવત્સકથાપાઈ રચી છે. ૧૮ આસાયતકૃત હંસવત્સકથાની હાથપ્રત સં. ૧૫૧૩ની મળેલી છે એટલે કાવ્ય અવશ્ય એ પહેલાનું દેવું જોઈએ. ૧૯
ઉપર્યુક્ત બે કાવ્યોમાંથી એકની હાથપ્રત હું વાંચી શકે નથી, એટલે જૈન કવિઓ અને શિવદાસ વચ્ચે કયાં કયાં સામ્ય કે ફેરફાર છે તે હું જાણી શકયો નથી. પણ શિવદાસના કાવ્યમાં કેટલેક સ્થલે જૈનધર્મની અસર દેખાય છે તે વિયભદ્ર અને આસાયત જેવા પુરોગામીઓને લીધે હશે એમ લાગે છે.
૫. કામાવતી: કામાવતીની વાર્તા પણ આપણી જૂની સામાજિક વાર્તાઓ પૈકીની એક છે. વીરજીએ સં. ૧૭૨પમાં રચેલ કામાવતીની વાર્તા વિશેષ પ્રસિદ્ધ છે. વીરજીને ફારસી–અરબી સાહિત્યમાંની અદ્ભુતરસની વાર્તાઓને પણ ટક્કર મારે એવી રચનાઓ કરવાનું પ્રેમાનંદ સોંપ્યું હતું એમ જે માનવામાં આવે છે, તે મતને તો ઊલટો આ વડે ધક્કો પહોંચે છે, કારણ કામાવતીની વાર્તા વીરજી પહેલાં ખંભાતના કવિ શિવદાસે રચેલી મળી આવે છે.૨૦
શામળભકૃત સિંહાસનબત્રીશીની ચોથી વાર્તામાંની અબોલારાણી પણ આવી જ સ્ત્રી છે.
આ સર્વમાં એક ખૂબી છે જ કે છેવટમાં બધે યે પુરુષ સાથે સંધિ થવાની વાત આવે છે.
૧૮. જુઓ જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૬. ૧૯, હાથપ્રત પ્ર. કાન્તિવિજયજી મહારાજ પાસે છે.
૨૦. હાથપ્રત ફાર્બસ ગુજરાતી સભામાં છે. અદ્યતન સંશોધન અનુસાર વિરજીનાં કાવ્યનું કતૃત્વ પણ શંકાસ્પદ લેખવામાં આવે છે, એ વસ્તુ ખાસ નોંધવી જોઈએ. તા. ૧૧-૬-૪પ.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org