SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ “ગુજરાતના ઉલ્લેખ આ રાસ હજી અપ્રસિદ્ધ છે. તેની હાથપ્રત મને મુનિશ્રી પુણ્યવિજ્યજી પાસેથી મળી હતી. ૧. પદ્મનાભકૃત “કાન્હડદે પ્રબન્ધ (સં. ૧૫૧૨) આ પછી સં. ૧૫૧રમાં રચાયેલું પદ્મનાભનું ઐતિહાસિક વરસપૂર્ણ કાવ્ય “કાન્હદે પ્રબન્ધ’ આવે છે. એમાં “ગૂજરાત'ને પ્રયોગ નીચે પ્રમાણે તેર વખત આવે છે. આ તેર પૈકી બાર પ્રયોગ તે એ પ્રબન્ધના પહેલા ખંડમાં જ આવે છે, કે જેમાં મુખ્યત્વે અલાઉદ્દીનના લશ્કરની ગુજરાત ઉપર ચઢાઈ તથા ત્યાં તેણે કરેલો રંજાડ વર્ણવાયાં છે. બીજા ખંડમાં ગૂજરાત’ માત્ર એક જ વાર આવે છે તથા બાકીના બે ખંડમાં એ પ્રયોગ બિલકુલ નથી. એમાંના પહેલા ત્રણ ઉલ્લેખો શ્રી. નરસિંહરાવે નેધ્યા છે– (१) 'गूजरातिनं भोजन करूं जु तरका` आगूं अरहूं' माधव महितइ करिउ अधर्म; नवि छूटीइ आगिलां कर्म. (१-१५) (२) पूछइ वात पातसाह हसी-गूजराति १५ ते कहीइ किसी ? સિરયૂ લંબાયત બત્રપુર ? વિધૂ પીવાઢ માં દૂર ? (૨-૨૨) ૧૫. આ સ્થળે “ગજરાત” સ્પષ્ટ રીતે સ્ત્રીલિંગમાં છે. રાણકદેવીના દુહામાંનો સં. ૧૨૯૦ પૂર્વનો જે અતિપ્રાચીન પ્રવેગ અગાઉ ઉતાર્યો છે, તેમાં પણ વાપરી પૂનરાત એ પ્રમાણે “ગૂજરાત” સ્ત્રીલિગમાં છે. સં. ૧૩૩૪માં રચાયેલ “ પ્રભાવકચરિત માંથી ઉદ્ધત કરવામાં આવેલા અપશ દૂહામાં પણ નિઘોર ગુનરાત એ પ્રમાણે ગુજરાત” શબ્દ સ્ત્રીલિંગમાં છે. “ભાષાઓનાં પ્રાચીન ઉદાહરણ”માં “ગુજરાત” પુલ્લિગમાં છે, તે એની પૂર્વે વપરાયેલ દેશ” શબ્દની અસરથી છે, એમ મેં કહ્યું છે (જુઓ ટિ. ૧૨), આ સિવાય બીજા સંખ્યાબંધ પ્રોગોમાં લિગ સંદિગ્ધ રહે છે અથવા આગળપાછળ મુકાયેલા “દેશ” શબ્દને કારણે પુલ્લિગમાં છે. “ચોખંડી કંકાવટી, ને નવખંડી ગૂજરાત” એ લોકગીતમાં તથા “ગાંડી ગુજરાત, આયુસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy