________________
ઇતિહાસની કેડી વ્યક્તિત્વ પણ એ કાળમાં ઘડાય છે–અરે, આપણા પ્રાન્ત માટે ગુજરાત” એ નામ પણ મૂળરાજ સોલંકીના રાજ્યકાળ દરમિયાન પ્રચારમાં આવે છે.
સોરઠના ગ્રહરિપુ, કચ્છના લાખા ફૂલાણી અને લાટના બારપ ઉપર વિજ્ય મેળવી મૂળરાજે સામ્રાજ્ય વિસ્તાર કર્યો, ઉત્તરાપથને બ્રાહ્મણને ગૂજરાતમાં વસાવી “જ્ઞાનસંસ્કારની પરબે” બેસાડી અને શ્રીસ્થળમાં રુદ્રમહાલય બાંધી ગુજરાતી સ્થાપત્યકળાની એક અમર કૃતિ આપી. મૂળરાજથી ચોથી પેઢીએ થયેલા ભીમ બાણાવળીના રાજ્યકાળમાં સોમનાથનો ભંગ કરનાર મામૂદ ગઝનવીની સવારી ગૂજરાત ઉપર આવી. અણધાર્યા આવેલા આ વંટોળથી કેટલીક વખત ઉત્પાત મચી રહ્યો, પણ છેડા સમયમાં ગૂજરાત પિતાનું જીવન પૂર્વવત શરૂ કર્યું,
અને ભીમદેવના પુત્ર કર્ણના સમયમાં ગુજરાત અને પાટણની પાછી ઊર્ધ્વગતિ શરૂ થઈ. કર્ણનો પુત્ર જયસિંહ સિદ્ધરાજ (સં. ૧૧૫૦– ૯) એક પ્રચંડ મહત્ત્વાકાંક્ષી, પરાક્રમી અને વિદ્યારસિક રાજા હતો. માળવાના વિજ્ય પછી તેણે ત્યાંને સરસ્વતીભંડાર જોયો તે સાથે ગુજરાતનું જ્ઞાનદારિદ્ર જોયું, અને પોતાની પ્રજાને પણ વિદ્યારસિક બનાવવાની તેને પ્રેરણા થઈ. તેની જ અભ્યર્થનાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચકે ગુજરાતનું પ્રધાન વ્યાકરણ “સિદ્ધહેમચન્દ્ર” રચ્યું, અને પાટણને પિતાની કર્તવ્યભૂમિ બનાવી અનેક શાસ્ત્રોની રચના કરી. આજસુધીના ગૂજરાતે જેની પ્રશસ્તિ ગાઈ છે તે સહસ્ત્રલિંગ સરોવર પણ સિદ્ધરાજે બંધાવ્યું હતું. થોડાંક વર્ષોથી વડેદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ ત્યાં જે ખોદકામ ચલાવ્યું છે, તે ઉપરથી એ સરોવરની ભવ્યતાને અને એની રચનામાં પ્રજાયેલી અપ્રતિમ સ્થાપત્યકળાનો કંઈક ખ્યાલ આવે છે. શહેરના મધ્યભાગમાં આવેલું, એક હજાર શિવાલય વડે પરિવૃત્ત આ સરોવર શહેરીઓનું પૂજાસ્થાન, વિદ્યાસ્થાન તેમજ મનોવિનોદસ્થાન હતું. સરોવરના કિનારે રાજા તરફથી સંખ્યાબંધ વિદ્યામઠો બાંધવામાં આવેલા હતા, જેમાં વિદ્યાર્થીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org