________________
ઇતિહાસની કેડી
એ પ્રકારનાં શિલ્પા ઘણાકને આપણી કલા ઉપર ચોંટેલા એક કલક સમાં લાગે છે એમાં કંઇ આશ્ચર્ય નથી. પરન્તુ એ સજ્જતાએ આ વસ્તુનું જરા સાપેક્ષ દૃષ્ટિએ અવલાકન કરવું જોઇએ. હા, આ પ્રકારનાં શિલ્પે! આજે કાષ્ઠ બનાવે તે તેને એક માટુ અનિષ્ટ જ લેખવું જોઇએ, પણ ભૂતકાળના જુદા વાતાવરણમાં એ જે બન્યાં છે તે પૂર્વગ્રહરહિત દષ્ટિએ એનું ખરૂં અદન કરવું અને કરાવવું એ પ્રત્યેક પુરાવિંદ અને કલારસિકની ફરજ છે. કલાની અને રસિકતાની ભાવના યુગેયુગે બદલાતી આવી છે અને તેમાંયે પાશ્ચાત્ય સંપર્કને કારણે છેલ્લા ઘેાડાક દસકાએમાં આપણી રસવૃત્તિમાં જબ્બર ફેરફાર થયા છે, એ કાઇએ પણ સ્વીકારવું જ પડશે. અને છતાંયે પ્રાચીન વસ્તુઓને પણ આપણે અર્વાચીન કાટલાંથી તેાળવાને તૈયાર થઇશું તે પરિણામે કલાના વિવેચનને નામે એક પ્રકારની સંકરતા જ ઊભી થશે. એક જ ઉદાહરણ તરીકે, કવિકુલગુરુ ફાલિદાસનાં કેટલાંક પદ્યોને ગૂજરાતી ગદ્યમાં ઉતારતાં સંસ્કૃત સાહિત્યના ગમે તેવા પ્રેમીને પણ સકાચ થશે અને સંસ્કૃતમાં શિષ્ટમાન્ય એવાં બીજા અનેક કાવ્યાને ગૂજરાતી ગદ્યમાં તે શું, પદ્યમાં ઉતારતાંયે વિચાર થઇ પડશે, તેથી એકૃતિએને આપણે અધમ ગણીશુ ખરા ? વસ્તુતઃ નહીં જ. પ્રાચીન શિલ્પકલાનું ઐતિહાસિક અવલેાકન પણ આમ સાપેક્ષ દિષ્ટએ જ થવુ જોઇએ. ભાગાસનાનાં શિલ્પો હિન્દના સ` પ્રાન્તામાં અને સર્વ ધર્મોનાં મિદામાં મળે છે, એટલે ઉટ’ગ કલ્પનાએ સાથે તેના ઉદ્ભવ ભેળવી:દેવાથી નહીં ચાલે. સમગ્ર શિલ્પકલાની સાથે તેના ઉદ્ભવ પણ આ જીવનદૃષ્ટિમાં ખાળવા જોઇએ; નૈતિક શિથિલતાના આક્ષેપને વગર જોયે સ્વીકાર કરી લેવા એ તેા સારીયે આ સંસ્કૃતિની હીનતાને સ્વીકાર કરવા બરાબર છે. આથી જ, આ વિષયના ઐતિહાસિક દષ્ટિબિન્દુએ સાંગાપાંગ વિચાર કરવાનું વીનવતાં નાગરસસ્વમ્ ”ના કર્તાના શબ્દોમાં જ હું કહીશ કે ધૃવિષયા न कुदृष्टिरस्मिन् ।
6
Jain Education International
૧૦૬
For Private & Personal Use Only
www.jainelibrary.org