SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી ઉપર લગ્નવિધિ અથવા પ્રાચીન કાળના રાજાઓના સંગ્રામ અને વિગ્રહનું આલેખન હોય છે, તે અર્થપુરુષાર્થની ભાવના રજૂ કરે છે. તેની ઉપરના ત્રીજા ભાગમાં કામશાસ્ત્રોક્ત આસનો, નૃત્ય અને વિલાસચેષ્ટાઓનું આલેખન હોય છે, તે કામપુરુષાર્થની ભાવનાને વ્યક્ત કરે છે. અને સૌથી ઉપર ઋષિઓ, સિદ્ધો અને ગીઓની પ્રતિમાઓ હોય છે, તે સર્વોચ્ચ પુરુષાર્થ મેક્ષની ભાવનાને મૂર્તિમંત કરે છે. ૧૬ અલબત્ત, આવો ક્રમ બધાં મન્દિરનાં શિલ્પોમાં જળવાયેલો નથી, છતાં દેવમન્દિરામાં ભોગાસનનાં શિલ્પ યોજવામાં કયી ભાવના કામ કરી રહી હતી, એ તો તે સમુચિત રીતે બતાવી જાય છે. શંગારહાસ્યાદિ નવરસોમાં પણ લોકપ્રિવૃત્તિ મૂર્તિમંત થાય છે. એટલે શિલ્પન ગ્રન્થમાં નવરસના નિરૂપણને પણ સ્થાન આપવામાં આવેલું છે અને કયા રસનું આલેખન ક્યાં કરવું એ વિષે નિયમ રચેલા છે. એમાં દેવમન્દિરેમાં સર્વે રસેનું આલેખન કરવું એમ બતાવેલું છે, એ ઉપરથી સમસ્ત લોકલીલાને દેવમન્દિરોમાં આલેખવાની ભાવના કામ કરી રહી હતી, એમ આ લેખમાં અગાઉ જણાવેલું છે, તે કથનને પુષ્ટિ મળે છે. ૧૭ જુઓ– 15. Dr. R. Shama Shastry: Significance of Temple Architecture ( Proceedings and transactions of the seventh All India Oriental Conference, Baroda, 1933, pp. 781). ૧૭. અહીં એક અનુવાદાત્મક મુદ્દો નોંધવાનું મન થાય છે. પ્રાચીન કાળનાં મંદિર એ અત્યારની જેમ રૂઢિજડ ઘાર્મિક સ્થાને નહોતાં. સમસ્ત લોકસમાજની વિવિધ પ્રવૃત્તિઓનાં મહત્ત્વનાં–અને કદાચ એકલાં જે–એવાં એ કેન્દ્રસ્થાન હતાં. ઇતિહાસના આરંભકાળમાં નજર કરીએ તો પુસ્તકાલય, અજાયબધર અને દવાખાનું એ ત્રણેનું કામ કરવાને મથન કરતાં મંદિરે નજરે પડશે. પરંતુ ઇતિહાસ ઠરીને ઠામ થયો ત્યાર પછીયે મંદિરનું લોકજીવનમાં જેવું તેવું સ્થાન નહોતું. દોડધામવિહેણું એ યુગમાં મંદિર આનંદવિનોદની મુખ્ય જગા હતી. ત્યાં ગર્ભદ્વારમાં વિરાજેલા દેવને પ્રસન્ન ૧૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy