________________
પાટણ.
प्राङ् शौर्यवृत्ती प्राङ् शास्त्रे प्रा शमे प्राङ् समाधिषु । प्राङ् सत्ये प्राङ् षड्दर्शन्यां प्राङ् षडङ्यामितो जनः ।।
–આચાર્ય હેમચંદ્ર (અર્થાત શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પર્શનમાં અને વેદનાં છ અંગોમાં આ નગરના લોકો અગ્રેસર છે.)
નાગરિક જીવન એ સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન છે. નગર એ સંસ્કૃતિનું પ્રચારકેન્દ્ર છે. આ ભારતમાં આવ્યા ત્યારે પૂર્વે દક્ષિણ પંજાબ અને સિન્ધમાં વસતા દ્રાવિડ નગરવાસીઓ-મેહે જો ડેરો અને હરપ્પાના વતની સંસ્કૃતિની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હતા, અને સુગ્રથિત ભારતીય સંસ્કૃતિને ત્યારપછી થયેલા વિકાસમાં એ નગરસંસ્કૃતિઓના વારસાએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું હવે લગભગ પૂરવાર થયેલું છે. ગ્રીક સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ ત્યાંનાં નાનકડાં નગર–રાજ્યોમાં થયો હતો. પછીના કાળમાં ગ્રીક સંસ્કારિતાનો વારસો રામ અને કોન્સ્ટન્ટનોપલ એ યુરોપનાં બે પ્રધાન નગરોએ યથાશક્ય પચાવ્યો અને પસાર્યો હતો. આજે પણ યુરોપીય દેશના પાટનગરો પિતાની રાષ્ટ્રીય સંસ્કૃતિનાં પ્રતીક છે.
ભારતના પ્રાચીન ઇતિહાસમાં પાટલીપુત્ર, મથુરા, તક્ષશિલા, રાજગૃહ, ઉજજયિની અને વૈશાલી તથા મધ્યકાલીન ઇતિહાસમાં કાજ, ધારા, પાટણ અને વિજયનગર જેવાં નગરોના વૃત્તાન્તો એ જ સત્ય રજુ કરે છે. ભારતના હદયભાગમાં આવેલ વારાણસી નગરી સેંકડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org