SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ છ૯૦ અગાઉ અમરેલીમાં થોડા આશાસ્પદ નવયુવાનોએ શ્રી અરવિંદ સોસાયટીની શાખા શરૂ કરી. ત્યારથી તેના અધ્યક્ષપદે રહેલા શ્રી નવલભાઈ જોષીને શ્રી અરવિંદ અને માતાજીના વિચારોને સતત પ્રસરાવ્યા છે. લાઈફ ડિવાઈન હોય કે સાવિત્રી હોય. શ્રી અરવિંદભાઈના કાવ્યો હોય કે ગીતાનિબંધો હોય શ્રી નવલભાઈ તેમાં ઊંડા ઉતરી અને આ મહાગ્રંથોને જીજ્ઞાસુઓ સમજી શકે તે ભાષા અને શૈલીમાં રજૂ કરવાનું કામ અવિરત પણે ચાલે છે. આમ પૂ. નવલભાઈનું મહામૂલુ જીવન આજે સંપૂર્ણપણે આધ્યાત્મિક ઉર્ધ્વયાત્રા બની ચૂક્યું છે. નિરભિમાની વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને સદાયે હાસ્ય રેલાવતો નિર્દોષ ચહેરો જ્યારે જ્યારે નજરે પડે ત્યારે ત્યારે પ્રેમની અમીવૃષ્ટિ થતી જોવા મળે. ઈશ્વરની અસીમ કૃપા છે. તેમનાં નાનાં પુત્રી સ્વાતિબેન પણ આ કાર્યમાં તેમના પગલે ગતિ કરી રહ્યાં છે. તેમનાં ધર્મપત્ની અ. સૌ. ભાનુબેન સાચા અર્થમાં સહધર્મચારિણી બની તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાથ આપી રહ્યાં છે. શ્રી નવલભાઈની પ્રેરણાથી સ્થાપિત થયેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ છેલ્લા ત્રણ દાયકાથી અમરેલીમાં શિક્ષણ અને સંસ્કાર ઘડતરનું કાર્ય કરે છે. તેમનું નિવાસસ્થાન “નિશ્રા' એક આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. મણિપુરી નૃત્યની ઉપાસક ઝવેરી બૅનો ભારતની ઉત્તરપૂર્વમાં પ્રકૃતિની ગોદમાં ખેલતી, શ્રીકૃષ્ણની સુમધુર બંસીધ્વનિના સૂરમાં રાચતી, મહાભારતના સૂત્રધાર અર્જુન ચરણપાદે પુનિત થયેલી, પાર્વતીજીની લાસ્યનૃત્યની ગરિમા વધારનાર ઉષાની જન્મભૂમિ તે આ સોહામણી ધરતી મણિપુર, જ્યાં કૃષ્ણનાં વરદાને જનસમુદાય નૃત્યસંગીતની રમઝટમાં લીન રહે છે. ગૌડિય પંથના વૈષ્ણવ અનુયાયીઓ ભક્તિપૂર્વક, અંત:કરણપૂર્વક સંગીત નૃત્યના માધ્યમે સામાજિક ધાર્મિક ઉત્સવોમાં શ્રીકૃષ્ણરાધાની આરાધના કરે છે. ભક્તિની એકાગ્રતા, તન્મયતા, નિષ્ઠા તેમના કલામાધ્યમમાં પ્રતિબિંબિત થતાં તે સમયે સમયે વિકસતા તેમાં વિવિધતા, પરિપકવતા આવી. ભક્તિ અને કલા સહાધ્યાયી થયાં–સાંપ્રતકાળમાં આ ભક્તિ અને કલાના સંગમને તટસ્થ રીતે જોવાં, સમજતાં, કલાના દ્વાર આધુનિક વલણ, વિચાર માટે ખૂલ્યાં, ઉપલબ્ધ થયાં. મુંબઈનિવાસી એક ગુજરાતી કુટુંબની ચાર કન્યાઓઝવેરી બહેનોએ શાસ્ત્રીય મણિપુરી નર્તનને પોતાનું આજીવન જીવનકાર્ય ૧૯૫૦ થી સ્વીકાર્યું–તેમના પિતા નવનીતલાલ ઝવેરી તથા માતા વિમળાબહેન સ્ત્રીસ્વાતંત્ર્ય, સ્ત્રીના વ્યક્તિત્વને વિકસાવવું પથપ્રદર્શક જોઈએ એવી દૃઢ માન્યતાને લીધે દિકરીઓની નૃત્યપ્રવૃત્તિને સહર્ષ, ઉત્સાહભેર, સાથ સહકાર, પ્રોત્સાહન આપતા રહ્યા. ત્રણ હેનોના પતિઓનો પણ સક્રિય સાથે આ પ્રવૃત્તિને રહ્યો. મોટાંહેન નયનાબહેનના પતિ સુશીલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ ચારે વ્હેનો મણિપુરી નૃત્યમાં પારંગત થઈ. જગતભરમાં તેનો પ્રચાર, પ્રસાર છેલ્લા પચાસ વર્ષોથી કરી મણિપુરી નર્તનને જગપ્રસિદ્ધ કરવામાં, તેને શાસ્ત્રીય નૃત્યકળા તરીકે સ્થાપિત કરવામાં તેમનો મહદ્ ફાળો રહ્યો છે. નાની બહેન દર્શના હાલ આ પ્રવૃત્તિની સૂત્રધાર છે. ભારતમાં સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન ગાંધીજી સાથે રવીન્દ્રનાથ ઠાકુરની પણ સમાજ પર ગહરી અસર થઈ હતી. હિંદના સાંસ્કૃતિક વારસાનું પુનરુત્થાન કર્યું, ને તેને માટે માન, અસ્મિતા ગુરુદેવ રવીન્દ્રનાથે ભારતનમાં જગાવી. આ સમયે નવોદિત કલાકારો, ગુરુઓ નૃત્યનાટિકાઓ આધુનિક રંગમંચ માટે રચવા લાગ્યા. ઝવેરીવ્હેનોમાંની બે મોટી બહેનો નયના અને રંજના આ વહેણમાં આકર્ષાઈને નૃત્યનાટિકાઓમાં ભાગ લેવા લાગી. તે સમયે મણિપુરી નૃત્યના નિષ્ણાત ગુરુ બિપિન સિંઘ મુંબઈ આવ્યા અને આવી નૃત્યનાટિકામાં મણિપુરી નર્તનની પ્રસંગ તથા પાત્ર પ્રમાણે નર્તન રચના તથા કોરીયોગ્રાફી કરવા લાગ્યા. ત્યાં ઝવેરી બહેનો ગુરૂ બિપિન સિંઘના સંપર્કમાં આવ્યાં. બહેનો તેમના તરફ આકર્ષાયાં. બે નાની બહેનો સુવર્ણ તથા દર્શના સહિત ચાર બહેનોને મણિપુરી નર્તનની માર્દવતા, મૃદુતા, લાલિત્ય, નાજુકતા, ભક્તિભાવ, સંયમક્ષામ પણ પસંદ પડ્યાં, તેના પ્રેમમાં પડ્યાં ને ત્યારથી તે આજ સુધી તે નર્તન અને ઝવેરી બહેનો એકબીજાનાં થઈને રહ્યાં. મણિપુરી નર્તન અને ઝવેરીવ્યેનો એકરૂપ થયાં, ગણાયાં. ગુરૂજીની પ્રેરણાથી તેઓ મણિપુર અસંખ્યવાર ગયાં. ત્યાંના ગુરૂઓ પાસે પણ વિદ્યા ગ્રહણ કરી, ત્યાંના બધા નર્તનના અંશે આત્મસાત્ કર્યા. ગુરૂ બિપિન સિંઘ કલાના પુનરોત્થાન સમયના વહેણનાં પ્રથમ તરવૈયા. તેમણે મણિપુરી કલાનાં ઊંડાણ, ગહનતા, સુંદરતા, લાલિત્ય પિછાણ્યાં. તેમણે આ કલાસાગરની ગહેરાઈમાં છુપાયેલાં રત્નોને શોધવા મરજીવીયા જેમ ઝંપલાવ્યું. તેમણે આજીવન આ ખજાનાનાં અમૂલ્ય રત્નોને ઉલેચવાનું, તેને એકત્રિત કરવાનું, તેનું વિભાગીકરણ કરવાનું, તેને મઠારી, ઘડીને, પાસા પાડીને, સુંદર સ્વરૂપે પેશ કરવાનું બીડું ઝડપ્યું ને છેલ્લા સાઠ વર્ષ સતત, ખંતપૂર્વક, નિષ્ઠાપૂર્વક આ ભગીરથ કાર્ય પાર પાડ્યું. ગુરૂ બિપીન સિંઘ એક અનેરી વ્યક્તિ, વિદ્વાન, સર્જક, દૂરંદેશી, મૂઠી ઊંચેરા માનવી છે. તેઓમાં ગ્રાહ્યશક્તિ, વિશ્લેષણ શક્તિ, આરપાર નિહાળવાની શક્તિ, સૂક્ષ્મ દૃષ્ટિ, કલાના અનેક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy