SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૫૨ છે. અત્યાર સુધીમાં તેમના અંદાજે ૨૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ‘દુનિયાને ઊંધાં ચશ્મા'એ તેમનું સૌ પ્રથમ ત્રિઅંકી પ્રહસન હતું. ‘સપ્તપદી’ નામે લેખોમાં અને ‘દુનિયાને ઊંધાં ચશ્મા' કટાર પણ એટલી જ પ્રચલિત થઈ હતી. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ હાલ અમદાવાદમાં રહે છે. કટારલેખક રજનીકુમાર પંડ્યા વાચકોને મિત્રો બનાવી, સત્યઘટનાઓને લેખ અથવા વાર્તા સ્વરૂપમાં ઢાળી લોકો સુધી પત્રકારત્વના માધ્યમથી પહોંચાડનાર અનોખા લેખક/પત્રકાર રજનીકુમાર પંડ્યાએ ગુજરાતી પત્રકારત્વમાં fiction અને fact (સાહિત્ય અને હકીકત/સત્ય)ના સંમિશ્રણથી `faction' નામનો (હકીકત્ય/ સત્ય) પ્રકાર વિકસાવ્યો છે. તેમનો જન્મ ૬-૭-૧૯૩૮ના રોજ સૌરાષ્ટ્રના જેતપુર મુકામે થયો. બી.કોમ., બી.એ. સુધીનો અભ્યાસ અને બેંકની નોકરી કરી. ૧૯૮૯ થી નોકરી પણ છોડીને સંપૂર્ણપણે મુક્ત લેખનના આધારે રહેવાનું નક્કી કર્યું. તેમની સૌપ્રથમ વાર્તા ‘હૈયાનો ડામ' ‘મહિલામિત્ર’ સામયિકમાં છપાઈ હતી. એજ દિવસોમાં ‘અનંતપ્રતિક્ષી' જનસત્તામાં છપાઈ હતી. તેમના ૧૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેને સરકારી પારિતોષિક, ‘ખલેલ' (વાર્તાસંગ્રહ), ‘સવિતા' વાર્તા માટે બે વાર સુવર્ણચંદ્રક, પત્રકારત્વ માટે સરકારી પારિતોષિક, રાષ્ટ્રીય કક્ષાનો સ્ટેટસમેન એવોર્ડ પણ તેમને મળી ચૂક્યા છે. તેમની સર્જનયાત્રામાં પત્ની (કટાર લેખિકા) તરુલતા દવેનો મોટો ફાળો છે તેવું તેઓ સ્વીકારે છે. હાસ્ય લેખક અશોક દવે ગુજરાત સમાચાર દૈનિકમાં દર બુધવારે પ્રકાશિત થતી શતદલ પૂર્તિમાંની ‘બુધવારની બપોરે' નામે આવતી બહુચર્ચિત કૉલમ બુધવારની બપોરના લેખ શ્રી અશોક દવેને લગભગ તમામ ગુજરાતીઓ જાણે છે. ‘જેન્તી જોખમ' નામનું પાત્ર પોતાની કોલમ માટે સર્જનાર અને ગુજરાતીઓને સ્થૂળ હાસ્યની ઓળખ કરાવનાર અશોક દવે ‘મહેનતકશ માણસ' નું બિરૂદ પામેલા છે. ૨૯ ફેબ્રુઆરી ૧૯૫૨માં જામનગરમાં તેમનો જન્મ. બી.કોમ. સુધી અભ્યાસ કર્યા બાદ ખાનગી કંપનીમાં જોડાયા પણ લેખનની શરૂઆત તો ઘણી અગાઉથી થઈ ચૂકી હતી. અશોકભાઈ પોતાની લાઈફના ટર્નિંગ પોઈન્ટ માટે, વ્યક્તિત્વ વિકાસ, અક્ષરસુધારણા, સ્વશાસન માટે રાજકપૂરની એક ફિલ્મના ડાયલોગ, “કુછ કરકે ભી દિખાના પડતા હૈ” ને જવાબદાર Jain Education International પથપ્રદર્શક ગણાવે છે. તેમની સર્વપ્રથમ મૌલિકકૃતિ ‘પાકિસ્તાનના તે સમયના પ્રમુખ યાહ્યાખાનને લખેલ પત્ર ૧૯૬૯’ ને ગણાવે છે. (તે સમયે તેમની ઉંમર ૧૭ વર્ષની) ‘બુધવારની બપોરે’ અને ‘જેન્તી જોખમ' તેમનાં જાણીતાં પુસ્તકો છે. અશોક દવે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતનું મહત્ત્વનું સ્થાન પોતાને માટે નિશ્ચિત કરી ચૂક્યા છે. નવનીતના સંપાદિકા કુન્દનિકા કાપડિયા (ઇશા) ‘સાત પગલાં આકાશમાં' નવલકથાથી સાહિત્યજગતમાં મોખરાની હરોળમાં આવી ગયેલાં અને સૌને સ્તબ્ધ કરી દેનારાં લેખિકા, યિત્રી, સંપાદિકા કુન્દનિકા કાપડિયા સૂક્ષ્મ સંવેદનોને ઝીલી ખૂબ વિચારી પ્રભાવિત કરનારાં સંપાદિકા છે. ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭માં તેમનો જન્મ. ૧૯૬૮માં મુંબઈમાં મકરન્દ દવે સાથે લગ્ન. હાલમાં નંદિગ્રામ સંસ્થાનું નિર્માણ અને વિકાસ તેમનાં મુખ્ય કાર્યો છે. તેઓએ હવે ટૂંકું નામ ઇશા ધારણ કર્યું છે. ‘પ્રેમનાં આંસુ’, ‘પરોઢ થતાં પહેલાં’, ‘પરમ સમીપે', ‘સાત પગલાં આકાશમાં' તેમની જાણીતી રચનાઓ છે. વાર્તા, કથા, નિબંધ જેવા સાહિત્યપ્રકારોમાં તેમણે કામ કર્યું છે. ‘નવનીત સમર્પણ' નું સતત ૨૦ વર્ષ સુધી તેમણે સંપાદન કર્યું હતું. અત્યાર સુધીમાં તેમને સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી (ગુજરાત), સાહિય અકાદમી (દિલ્હી), ભારતીય ભાષા પરિષદ (કલકત્તા) વગેરેથી અનેક પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. યશવન્ત મહેતા જેમણે ૪૫૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે અને જેમને સતત લખ્યા જ કરવું પડ્યું છે એવા યશવન્ત મહેતાને ગુજરાતી પ્રજા બાળસાહિત્યકાર, કિશોરકથા સાહિત્યકાર, રહસ્યકથા લેખક, કર્મશીલ, ગાંધી કથાકાર, વિજ્ઞાનકથા લેખક.....વગેરે જેવાં બહુવિધ નામોથી જાણે છે. ૧૯૬૪માં ‘પાલખીનાં પૈડાં' એ તેમનું પ્રથમ પ્રકાશનજેણે તેમને પ્રસન્નકાર પારિતોષિક મેળવી આપ્યું. ત્યારથી માંડીને આદિન સુધી અનેક પુસ્તકો તેમણે આપ્યાં છે અને ગુજરાતી દૈનિકોની પૂર્તિઓ માટે વિશેષ લેખન-સંપાદન કર્યું છે. તા. ૧૯૬-૧૯૩૮ના રોજ લીલાપુર-લખતર સુરેન્દ્રનગરમાં તેમનો જન્મ. બી.એ. સુધી ભણ્યા બાદ ૩૦ વર્ષ સુધી નોકરી કરી પણ પછી સાચા અર્થમાં કલમને ખોળે માથું મૂક્યું. તેમની સર્વપ્રથમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy