SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ७४४ નો . પોતાની પ્રથમ નવલકથાનો પ્રથમ પુરસ્કાર એક અજાણી વૃદ્ધાને આપી દેનાર યશવંતભાઈને સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, લાયન્સ, રોટરી, જેસીસ જેવાં અનેક કોર્પોરેશનો, અનેક સાહિત્ય વર્તુળો, વિજ્ઞાનવર્તુળો તરફથી અઢળક એવોર્ડ્ઝ મળ્યા છે. સૌથી ઉપર ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક તો ખરો જ. સાહિત્યવર્તુળોની બેઠકોમાં નિયમિત જનાર યશવંતભાઈની સર્જનયાત્રા પત્રકારત્વ અને સાહિત્યની જોડતી કડી’ રૂપ છે. તેમની મૂળ અટક ‘શાહ' છે. ( દિનેશ દેસાઈ શોર્ટહેન્ડના જાણકાર અને કંઈક જુદી જાતના પત્રકાર તરીકે ગુણવંત શાહે જેમને નવાજ્યા છે એવા દિનેશ દેસાઈ ઘણી નાની વયે પ્રસિદ્ધિ પામી–માણી ચૂકેલ પત્રકાર, ગઝલકાર, લેખક છે. ૧૨-૮-૧૯૬૮ના રોજ તેમનો જન્મ અમદાવાદમાં થયા. બી.કોમ., ડી.સી.એ., ડિપ્લોમા જર્નાલીઝમની પદવી મેળવી. પત્રકારત્વના અભ્યાસ દરમ્યાન “આજના અખબારોનું સામયિકીકરણ' નામે શોધ નિબંધ લખ્યો. માત્ર ૨૦ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ સંગ્રહ (૧૯૮૮માં) “સ્નેહના નામે’ પ્રગટ થયો, પછી “શેષ' નવલકથા ૧૯૯૩માં, ટહૂકો ૧૯૯૪માં અને ત્રીજી શ્યામા ૧૯૯૬માં-ત્યારબાદ “કેફ' નામક ગઝલ સંગ્રહ ૨000માં પ્રસિદ્ધ થયો. સર્જનયાત્રા, વિમોચન-લોકાર્પણ યાત્રા ચાલુ જ છે. તત્રીશ્રી ભૂપતભાઈ વડોદરિયાનાં માર્ગદર્શન, - વડપણ હેઠળ દિનેશ દેસાઈ તૈયાર થયા છે એવું ઘણાંનું કહેવું છે. ગુજરાતી વિશ્વકોષમાં સાતમા ખંડમાં આઠ અધિકરણો લખનાર દિનેશ દેસાઈએ પત્રકારત્વની રોજેરોજની કામગીરી સાથે સાહિત્ય સર્જનની કામગીરી વણી લીધી છે. હિન્દી ભાષામાં તેઓ “જાન' તખલ્લુસથી સાહિત્યસર્જન કરે છે. તેમને રાજકોટ સાહિત્ય સંસ્થાનો એવોર્ડ અને સાહિત્ય અશોક હર્ષ એવોર્ડ મળેલા છે. સંપર્ક : બી-૧૨, નવરંગ ટાવર, સતાધાર ચાર રસ્તા, ભૂયંગદેવ, સોલા રોડ પાસે, ઘાટલોડિયા, અમદાવાદ૩૮૦૦૦૬૧. ફોન : ૭૪૫૪૦૮૮ મુકુંદ પી. શાહ તંત્રી, પત્રકાર, વિધેયાત્મક સાહિત્યના લેખક અને પ્રકાશક તરીકે પ્રશસ્તિ પામેલા મુકુંદભાઈ વાર્તાસંચય, હાસ્યલેખ સંગ્રહ, સંપાદનો અને નાની મોટી પ્રેરક પુસ્તિકાઓ પ્રકાશિત કરી ચૂક્યા છે. પથપ્રદર્શક ‘નવચેતન' માસિકના નિયમિત પ્રકાશન માટે વડોદરાની સંસ્કાર પરિવાર સંસ્થા તરફથી અને ગુજરાત સરકાર તરફથી ૧૯૯૮-૯૯ના વર્ષ માટે શ્રેષ્ઠ માસિકનો પુરસ્કાર મળ્યો. ગુજરાત સાહિત્ય સંઘનો ‘જયભિખ્ખું એવોર્ડ', “ધનજી-કાનજી ગાંધી સુવર્ણચંદ્રક', “નાનુભાઈ સુરતી સાંસ્કૃતિક ગૌરવ એવોર્ડ', ‘જેઠાલાલ ત્રિવેદી ભિક્ષુરત્ન એવોર્ડ', અન્ય નાના મોટા પારિતોષિકો ઉપરાંત સૌથી નોખો અને મહત્ત્વનો ગણાય એવો મફત ઓઝા પ્રેરિત વિશિષ્ટ એવોર્ડ ‘ઉત્તમ શ્રોતા એવોર્ડ' પણ મુકુંદભાઈને મળેલો છે. નિષ્ઠાપૂર્વક કરેલું કોઈપણ કાર્ય એળે જતું નથી એવું હૃદયપૂર્વક માનનારા મુકુન્દભાઈએ પત્રકારત્વક્ષેત્રની તેમની કામગીરીનાં આટલાં વર્ષો દરમ્યાન તડકી વધારે અને છાંયડી ઓછી જોઈ છે. કારકિર્દીના આરંભે તેમણે છાપાં નાંખીને કામની શરૂઆત કરી. ગ્રાહકોનું સરનામું રેપર પર લખવાના કાળી કામગીરીના દિવસો પણ તેમણે જોયા છે. “સંદેશ'માં પૂરતી ગંભીરતાથી સોંપાયું એ તમામ કામ તેઓ કરતા રહ્યા છે. ઓછી આવકના એ દિવસોમાં મિલની ત્રણગણા પગારની નોકરી મળી તોપણ ન સ્વીકારી અને હિંમતપૂર્વક પત્રકારત્વમાં કામ કરતા રહ્યા. “નવચેતન” નાનપણથી તેમનું પ્રિય માસિક રહ્યું. તેના તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદ્દેશી અમદાવાદ આવ્યા અને “સંદેશ'માંએ છપાવા લાગ્યું. મુકુન્દભાઈને “નવચેતન'માં કામ કરવાની ઓફર થઈ અને તેમની પત્રકારત્વની યાત્રા ચેતનવંતી બની. ચાંપશીભાઈના અવસાન પછી બમણા જોરથી તેમણે આ સામયિકનું પ્રકાશન ચાલુ રાખ્યું. તા. ૨૭-૪-૧૯૨૩ના રોજ શિનોર-વડોદરામાં જન્મેલા મુકુન્દભાઈ સ્વ. ચાંપશીભાઈના માનસપુત્ર’ તરીકે ઓળખાવામાં ગૌરવ અનુભવે છે. કુસુમ પ્રકાશનના નેજા હેઠળ તેમણે અનેક સુઘડ પ્રકાશનો આપ્યાં છે. મુકુન્દભાઈને શ્રી રાધેશ્યામ શર્માએ બુદ્ધિપ્રકાશમાં ‘વિધાયક વિચારની ગુરૂચાવીઓ' તરીકે, મુંબઈ સમાચારમાં હસમુખ શેઠે ‘ભાગ્યના ઘડનારા તરીકે', ડૉ. રમણલાલ જોશીએ રંગતરંગ અને ફૂલછાબમાં “શબ્દલોકના એક અદના યાત્રી' તરીકે નવાજ્યા છે. સ્વ. ઉમાશંકર જોશી તેમના અંગે કહે છે કે, “ઘણી વ્યક્તિઓ પુત્રને દત્તક લે છે, જ્યારે મુકુન્દભાઈએ તો પિતાચાંપશીભાઈને દત્તક લીધા છે. આજે પણ ચાંપશીભાઈના કુટુંબીજનોની સારવાર-દેખરેખનું કામ મુકુન્દભાઈ અને કુસુમબહેન કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy