SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ શ્રી મહેશભાઈ ઠાકર શ્રી મહેશભાઈ ઠાકર ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા. હાલ પણ તેમની કૉલમો ‘પેનોરમા’ અને ‘પ્રસંગપટ’ના માધ્યમથી તેઓ તેમના વાચકો સુધી નિયમિત રહી પહોંચે છે. તેમનો જન્મ ૩૦-૮-૩૩ના રોજ અમદાવાદમાં થયો હતો. બી.એ. એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલા મહેશભાઈએ પત્રકારત્વની કારકિર્દી ખૂબ નાની વયથી જ શરૂ કરેલી. કપિલરાય મહેતા અને નિરુભાઈ દેસાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી જેમની કારકિર્દી ઘડાઈ એવા મહેશભાઈએ સૌ પ્રથમ લેખનની શરૂઆત તેમના કૉલેજકાળના દિવસો દરમ્યાન ‘લોકનાથ’ પેપરથી કરી હતી. શ્રી અનંતરાય રાવળે એ દિવસોમાં કૉલેજના મેગેઝીનમાં મહેશભાઈનું લખાણ વાંચી તેમને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘તમારી ભાષા અને લેખન બંને સારાં છે.” તમારે આ પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ.’ એ દિવસોમાં પ્રસંગપટ' કૉલમમાં નામ લખવાનો શિરસ્તો નહોતો. તેમ છતાં આટલાં વર્ષોથી સતત એકધારું તેમણે લખ્યું છે. ગુજરાતનું માર્ગદર્શન કર્યું છે. વિદ્યાર્થીકાળ દરમ્યાન અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય તેમના વાંચનના પ્રિય વિષય હતા. પત્રકાર બન્યા પછી રાજકીય વિષયોનું વાંચન અને લેખન આપોઆપ વધ્યું. રીડર્સ ડાયજેસ્ટ અને કુમાર તેમનાં પ્રિય સામયિકો છે. પત્રકારત્વના ક્ષેત્રમાં મહાગુજરાતના આંદોલન સમયે તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એ દિવસોમાં શહીદોની ખાંભી પોલીસો મારફતે દૂર કરાઈ રહી હતી. તે સમયે તેમણે તેમના નાઈટ એડીટર, મિત્ર બળવંતરાય શાહ સાથે મળીને ઘટનાની તપાસ કરી. નજરોનજર જોયું. કલેક્ટરે ન છાપવાની વિનંતી કરી. કલેક્ટરે પોલીસવાનમાં તેમને ઘરે મોકલી આપ્યા. ઘરેથી એ બંનેએ ગુજરાત સમાચારના તેમના મિત્ર શ્રી કે. પી. શાહ અને તંત્રી શાંતિલાલ શાહને સમાચાર કહ્યા. શાંતિલાલે એ સમાચાર ‘સ્ટોપ પ્રેસ'માં લેવડાવ્યા. સમાચારો પ્રાસંગિક બાબતોમાં ઊંડી માહિતી આપી શકતા નથી—તેથી મહેશભાઈ સમાચારોને ઊંડાણથી વિશ્લેષકની જેમ અને વાચકોને સમજાય તે રીતે લખે છે, સમજાવે છે. મહેશભાઈનાં પુત્રી સુ.શ્રી બેલા ઠાકર પણ જાણીતા પત્રકાર છે. Jain Education Intemational 683 ડૉ. ચંદ્રકાન્ત મહેતા ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ, કાર્યકારી કુલપતિ તથા પત્રકારત્વ વિભાગના વડા એવા ડૉ. ચંદ્રકાન્ત મહેતાને ગુજરાતીભાષા જાણનારા, વાંચનારા ‘શિશ’ નામથી પણ જાણે છે. તેમની ‘ગુજરાત સમાચાર’ની કોલમો કેટલાંય વર્ષોથી યુવામાનસનું ઘડતર કરી રહી છે. તેઓ ગુજરાતી તથા હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. આ ઉપરાંત કવિ, લેખક, એકાંકીકાર, નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, યુવા તથા બાળસાહિત્ય તેમજ જીવનઘડતરલક્ષી સાહિત્યના સર્જક છે. ગુજરાતી ભાષામાં તેમનાં ૮૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનું હિન્દી સાહિત્યમાં પણ નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન છે. હિન્દીમાં તેમના ૩ કહાની સંગ્રહ, પ નિબંધ સંગ્રહ, ૧ એકાંકી સંગ્રહ, ૧ સમીક્ષાત્મક લેખ સંગ્રહ તથા ૪ સંપાદન ગ્રંથનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત કાવ્યશાસ્ત્ર, ગઝલ, સાહિત્યિક પત્રકારત્વ, લલિત નિબંધ વગેરે વિષયો સહિત ૨૦ જેટલા સંશોધનપૂર્ણ લેખોનો સમાવેશ થાય છે. તેઓ પ્રાકૃત ભાષાના પણ એટલા જ અભ્યાસુ છે. માંગલ્યને કેન્દ્રમાં રાખીને થતું તેમનું સાહિત્યસર્જન સમાજને માર્ગદર્શક અને યુવાપેઢીને રાહબર બની રહ્યું છે. ‘ગુજરાત સમાચાર’માં આવતી ‘કેમ છે દોસ્ત', ‘એક જ દે ચિનગારી' અને ગુફતેગો તેમની જાણીતી કટાર છે. ૬, ઓગષ્ટ, ૧૯૩૯ના રોજ જન્મેલા ડૉ. ચંદ્રકાન્ત મહેતા નિરક્ષરતા નિવારણ, પ્રૌઢશિક્ષણ, સમાજ શિક્ષણ, આંગણવાડી એઇડ્ઝ નિયંત્રણ જેવી સમાજસેવાની પ્રવૃત્તિઓ સાથે ૨૫ થી વધુ વર્ષોથી જોડાયેલા છે. સંપર્ક : ૧૬, હેવનપાર્ક, રામદેવનગર, સેટેલાઈટ, અમદાવાદ-૧૫. યશવંત કડીકર ૩૦૦ પુસ્તકો, અઠવાડિયાની ૨૪ કોલમો અને માસિક અનેક કોલમોના લેખક એવા પત્રકાર-લેખક શ્રી યશવંતભાઈ કડીકરે પત્રકારત્વ અને કૉલમલેખનના ક્ષેત્રે આગવી કેડી કંડારી છે. ભારતભરમાં સૌથી વધુ અખબારોમાં કૉલમ લખનાર તરીકે પંજાબ તેમ જ કેરલ સરકારે તેમનું સન્માન કર્યું છે. ૧૨-૫-૩૪ના રોજ કડી મુકામે તેમનો જન્મ. રેલ્વેગાર્ડ તરીકેની નોકરી સાથે આટલું વિપુલ માહિતીસંચય વિતરણ કરનારા યશવંતભાઈએ પોતાની સાથોસાથ કડી ગામને પણ જાણીતું કર્યું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy