SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કામ માટે ૧૯૮૩માં એમને જાનકીદેવી બજાજ એવોર્ડ પણ અર્પિત થયો હતો. આ બધા એવોર્ડોના પાયામાં એમ કહી શકાય કે તેઓ એક મહાન રાષ્ટ્રભક્ત હતાં અને ખાસ કરીને મહિલા ગૌરવનાં મશાલચી તરીકે એમને ઓળખી શકાય. ‘અનાથ બાળા એ રાષ્ટ્રની સંપત્તિ છે અને તેની સારસંભાળની જવાબદારી સમાજની છે' એ મુદ્રાલેખ સાથે આ સંસ્થા ‘વિકાસગૃહ’ નિરંતર કામ કરતી રહી છે અને આજે પણ આ સંસ્થા મહિલાવિકાસનાં કામોમાં અગ્રેસર છે. બહેને જ્યારે સ્ત્રીસેવાનું કામ શરૂ કર્યું ત્યારે સ્ત્રીઓ ઉપર ત્રાસ, અપમૃત્યુ, આપઘાત ને અપમાનિત જીવનના કરુણ પ્રસંગોની હારમાળા પુષ્પાબહેન સમક્ષ રજૂ થતી હતી. આજે પણ બહેનોની હાલતમાં બહુ ફેર પડ્યો છે, એમ ન કહી શકાય. દરરોજ છાપામાં આ પ્રકારનાં બહેનો વિષેના સમાચારો નજરે પડે છે. આવે સમયે પુષ્પાબહેન જેવાં બહેનો યાદ આવે છે અને એમની ખોટ કેટલી બધી સાલે છે, એ અનુભવાય છે. પુષ્પાબહેન મનમાં આ બધાં પ્રદૂષણો સામે લડવા માટે એક સ્ત્રી–સંસ્થાની આવશ્યકતા અનુભવતાં હતાં, પણ કાઠિયાવાડની રાજકીય પરિસ્થિતિ અને સામાજિક વાતાવરણ જોતાં ગાંધીજીની સલાહથી શરૂઆતનાં વર્ષોમાં થોભ્યાં હતાં, પણ પછી ૧૯૪૨ની લોકલડત દરમ્યાન પ્રજા-જાગૃતિ આવતાં એમણે હળવદની સંસ્થાથી પ્રારંભ કર્યો હતો. સંસ્થા ઊભી કરવી એ સહેલું કામ નથી. આર્થિક જવાબદારીઓ કેવી રીતે હલ કરવી? પણ એ પરિસ્થિતિમાં આર્થિક સહયોગ મળવાથી બહેને એ સંસ્થા ત્યાં ઊભી કરી. એ જ રીતે સંસ્થા ઊભી કર્યા પછી એનું સતત ધ્યાન આપવું અને યોગ્ય રીતે સંચાલન કરવું, એ પણ અત્યંત મહત્ત્વનું છે. આવી સંચાલન વ્યવસ્થા પણ પુષ્પાબહેને ઊભી કરી અને એને કારણે માત્ર સૌરાષ્ટ્રની જ નહીં, પણ કચ્છ અને ઉત્તરદક્ષિણ ગુજરાતની એવી બહેનોને બહુ મોટો સધિયારો સાંપડ્યો. આ બધી શક્તિઓ પુષ્પાબહેને કેવી સરસ કેળવી હતી, એ ધ્યાનમાં લઈએ તો ખ્યાલ આવે કે સમાજસેવાનું કામ એ નિરંતર જાગૃતિ અને સાવધાનીનું કામ છે, એમાં બિલકુલ પ્રમાદ ચાલે નહીં. એક નાની સંસ્થામાંથી ‘વિકાસગૃહ’નો વડલો બહેને જે રીતે વિકસાવ્યો, એ એમની કાર્યકુશળતા અને દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે. બહેનોને માતૃત્વનો અનુભવ થાય ને કંઈક Jain Education International ૬૯૩ આશ્વાસન મેળવી ‘હાશ’ અનુભવે એવું વાતાવરણ પુષ્પાબહેને પોતાની સંસ્થામાં ઊભું કર્યું હતું. શરૂઆત કર્યા પછી લગભગ દસેક વર્ષમાં તો એમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલા જાગૃતિ આણી હતી અને પોતાના કામનો અકલ્પનીય વિકાસ સાધ્યો હતો. મૃદુભાષી છતાં દૃઢ મનોબળથી આ બહેને એક તરફ કરુણા અને બીજી તરફ અપાર પ્રેમનાં તાંતણે અનેક બહેનોને પોતાની સાથે અને સંસ્થા સાથે જોડ્યાં હતાં. ૧૯૮૮ની ૨જી એપ્રિલે આવાં પુષ્પાબહેન ૮૩ વર્ષની ઉંમરે અવસાન પામ્યાં. સ્ત્રી-શક્તિ-જાગૃતિ કામને એમની જન્મશતાબ્દીએ પ્રેરણા મળો, એવી અભ્યર્થના. ‘ભૂમિપુત્ર’માંથી સાભાર. ડૉ. મહેબૂબ દેસાઈ ભાવનગરને છેલ્લાં ત્રીસ વર્ષથી પોતાની કર્મભૂમિ બનાવી રહેતા ધંધુકાના દેસાઈ મુસ્લિમ પરિવારના ડૉ. મહેબૂબભાઈ ઉસ્માનભાઈ દેસાઈએ ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર લખેલાં ૧૮ જેટલાં પુસ્તકો તેમના ઇતિહાસકાર તરીકેના પ્રદાનની અમૂલ્ય નોંધ છે. ‘ભારતની આઝાદીના સંદર્ભમાં ભાવનગર રાજ્ય પ્રજાપરિષદ અને પ્રજાકીય લડતો’ (૧૯૨૦થી ૧૯૪૭) નામક તેમનો મહાનિબંધ ૧૯૯૨માં પ્રસિદ્ધ થયો. ભાવનગરના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસને વાચા આપતા આ ગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરે તે વર્ષના શ્રેષ્ઠ સંશોધન-ગ્રંથનો પુરસ્કાર આપ્યો. ગુજરાતમાં ચાલેલ સ્વાતંત્ર્યસંગ્રામમાં મુસ્લિમોના પ્રદાનને વાચા આપતા તેમના સંશોધનપ્રોજેક્ટે પણ ઇતિહાસના ક્ષેત્રમાં ખાસ્સી ચાહના મેળવી હતી. એ સંશોધન પ્રોજેક્ટનું પણ પુસ્તકરૂપ પ્રકાશન ‘હિન્દોસ્તાં હમારા' નામે થયું છે. એકસો જેટલા સંશોધન લેખો, પચ્ચીસેક જેટલી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇતિહાસ કોન્ફરન્સો અને અનેક રેડિયો-T.V. કાર્યક્રમોમાં ડૉ. દેસાઈ ઇતિહાસકાર તરીકે ઇતિહાસને આમ લોકો સમક્ષ રજૂ કરતા રહ્યા છે. સારા સંશોધક ઇતિહાસકારને નાતે ઈ.સ. ૨૦૦૦માં તેમને પંડિત સુંદરલાલ મિલેનિયમ એવોર્ડ એનાયત થયો છે. ઇતિહાસ ગ્રંથો સાથે પ્રવાસસાહિત્ય, જીવનચરિત્રો અને કોમી એખલાસને વાચા આપતા તેમના લેખો, વાર્તાલાપો અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy