________________
પ્રતિભાઓ
સ્થાયી થઈ શ્રી મહુવા કેળવણી સહાયક સમાજના પ્રમુખ તરીકે પ્રવૃત્ત થયા. સમાજમાં હોદ્દો ગ્રહણ કર્યાબાદ શ્રી મંજુલાબહેન વોરા પ્રા. શાળા, શેઠ ધીરજલાલ માધવદાસ તથા શેઠ માધવદાસ ત્રંબકલાલ ઉચ્ચ માધ્યમિક શાળાના દાન દ્વારા કે. જી. મહેતા કન્યાવિદ્યાલયમાં ફર્સ્ટ ફ્લોર પર બાંધકામ, ૧૯૯૦માં હરિકેશન મહેતા વ્યાખ્યાનમાળાના દાન દ્વારા ઉતમ સાહિત્યકારો–ઉત્તમ વક્તાઓનાં વ્યાખ્યાન દ્વારા જ્ઞાનસંવર્ધન કાર્ય, ૧૯૯૭માં હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનું દાન મેળવી સુવિધા વધારી. શેઠ એમ. એન. હાઇસ્કૂલમાં અદ્યતન લાઇબ્રેરી તથા સાયન્સ પ્રવાહ માટે ફિઝિક્સ, રસાયણ, બાયોલોજી વિભાગની અદ્યતન લેબોરેટરીઓનાં દાન મેળવી સુવિધા ઊભી કરાવી, શ્રી જે પી. પારેખ હાઇસ્કૂલમાં તથા શેઠ એમ. એન. હાઇસ્કૂલમાં અદ્યતન કોમ્પ્યૂટર લેબની સુવિધાઓ પ્રાપ્ય બનાવી.
તેમના જીવનલક પર દૃષ્ટિપાત કરતાં કુટુંબ દ્વારા વારસામાં મળેલ સ્વામીનારાયણ સંપ્રદાયની ધાર્મિકતા તથા પૂ. સ્વામી શ્રી જગતપ્રકાશદાસજી તેમ જ પ્રાતઃ સ્મરણીય પૂ. મોરારીબાપુનો આવિર્ભાવ હંમેશ રહ્યો હોવાનું જણાય છે. સંત સમાગમના શુભ ફળ સ્વરૂપ તેમનાં સતકાર્યો સફળતાને વર્યાં છે.
શ્રી જશવંતભાઈ ચિમનલાલ શાહ
શ્રી જશવંતભાઈ ચિમનલાલ શાહનું જન્મસ્થળ માલવણ, તા. દસાડા–જિલ્લો સુરેન્દ્રનગર. તેમના પિતાશ્રી મુંબઈમાં સોનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર-અકસ્માતમાં અવસાન થયું. માતાજી હયાત છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જ્યોત્સનાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના સોલિસિટર છે. ત્રણ પુત્રીઓ દીપિકાબહેન, કલ્પનાબહેન અને કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી.એસ.સી. (કેમેસ્ટ્રી અને બોટની) ૧૯૫૫માં અને એલ.એલ.બી. ૧૯૫૭માં પસાર કર્યું. ૧૯૫૮માં વકીલાતની અને સોલિસિટરની પરીક્ષા ૧૯૬૧માં પસાર કરી. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીરાવાલા, સોલિસિટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬૬થી ભાગીદારી છોડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમનો પુત્ર પરેશ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે.
તેમની વિશિષ્ટતાઓમાં તેઓ મુંબઈ હાઇકોર્ટમાં વકીલાત કરે છે. અન્ય શોખમાં વાચન, ફોટોગ્રાફી, સંગીત, નાટક અને
Jain Education International
૬૯૧
રમતગમત વગેરેનો શોખ ધરાવે છે. તેઓ મુંબઈમાં વેજિટેરિયન સોસાયટીના સેક્રેટરી છે. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી જશવંતભાઈને જૈનધર્મનાં ઊંડાં રહસ્યો જાણવા સમજવાની હંમેશાં લગની રહી છે. પોતાની ધીકતી વકીલાત હોવા છતાં સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમનામાં વિચારવર્તનનું સાતત્ય એકધારું રહ્યું છે.
શ્રી જશવંતભાઈના જીવનબાગમાં સદા સર્વદા ખાનદાની, ખેલદિલી અને ખુમારીની ખુશ્બ હંમેશાં પ્રસરતી રહી છે. તેમનામાં શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયાનો સમન્વય જોવા મળ્યો છે. એમના પરિવારના આચારવિચારમાં સાદગી અને સ્વાશ્રયના સમન્વયની અનોખી ભાત પાડતું તેમનું વ્યક્તિત્વ વિરલ છે.
ખંત, ઉત્સાહ અને પુરુષાર્થના બળે સોના જેવી સિદ્ધિઓ હાંસલ કરી નવી પેઢીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ
ભાવનગર જિલ્લાના તળાજા પાસેના ભદ્રાવળ ગામના વતની બી.એસ.સી. થયેલા શ્રી પ્રવીણભાઈ આજે ૬૩ વર્ષની વયે સમાજજીવનના ઇન્ડસ્ટ્રિયલ તથા ધાર્મિકક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. વ્યાવસાયિક જીવનની શરૂઆત ખૂબ નાના પાયે, નાની મૂડીથી મુંબઈમાં કરેલી. પ્રારંભે બે વર્ષ નોકરી પણ કરેલી. અલબત્ત ઈશ્વરકૃપાએ કેમિકલટ્રેડિંગના ધંધામાં સફળતા મળી. ઘોઘારી સમાજના મુરબ્બી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની સ્થાપીને સફળતા મળતાં ૧૯૬૮ પછી ફેક્ટરી ક્ષેત્રે ઉત્પાદન લાઇન શરૂ કરી.
જાહેરસેવા કાર્યનો પ્રારંભ ૧૯૬૦થી કર્યો. ઘોઘારી જૈન સમાજના પ્રમુખ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. ધાર્મિકક્ષેત્રે તેઓ ૮૭માં મહુવાથી પાલિતાણા છ'રી પાળતો સંઘ પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા તેમની નિશ્રામાં અન્ય ધર્મકાર્યો પણ કરાવેલ.
ડિસેમ્બર ‘૮૭માં તાંબેનગર મુલુન્ડમાં શ્રી આદીશ્વરદાદાની પ્રતિષ્ઠા કરાવેલ તેમાં તેમનો ફાળો મુખ્ય હતો. તેમ જ મુલુંડથી પાલિતાણા બાવન દિવસનો છ'રી પાળતો સંઘ નીકળેલ, જેમાંના તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક સંઘપતિ હતા. તેઓ અંધેરી ઘોઘારી જૈનસેવાસંઘ સાથે સંકળાયેલા છે. તથા ત્યાં દેરાસર અને ઉપાશ્રય બનાવવાની નેમ રાખે છે.
પૂ.આ. ભગવંતશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org