SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ Ed પણ સૌ સાથે હતા. તેમને મન કુટુંબભાવના સર્વોપરી હતી. ૧૯૪૫માં ગોવિન્દજીભાઈ શેરબજાર છોડીને ‘એક્સેલ'માં જોડાયા. એક્સેલ પિરવાર અને પરિચિતો સૌ ગોવિન્દજીભાઈને ‘ભાઈ’ અને શ્રીમતી શાંતિબહેનને ‘ચાચી' કહેતા હતા. તેઓ સૌના પિતા અને ભાઈ સમાન હતા. કોઈને તેમનો ભય લાગતો નહિ. ૨ ૧૯૬૮માં ચાંપરાજભાઈના અવસાન પછી ગોવિન્દજીભાઈ એક્સેલના મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. ‘એક્સેલ’ને પ્રાઇવેટ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ બનાવવાનો તેમણે નિર્ણય લીધો, એટલું જ નહિ પણ કર્મચારીઓને તેમનું ‘યુનિયન’ બનાવવામાં મદદરૂપ થયા, જે કોઈ પણ ખાનગી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર માટે નવાઈ પમાડે તેવું કામ ગણાય. દરમ્યાન ભાવનગર તેમના કાર્યકાળ ૧૯૬૯માં ગુજરાતમાં ‘એક્સેલ’ની શાખાની સ્થાપના કરવામાં આવી. ૧૯૭૦થી ત્યાં ઉત્પાદન શરૂ થયું. ઓફિસર્સથી માંડીને કામદાર સુધીના બધા જ કર્મચારીઓ સ્થાનિક, ભાવનગરમાંથી જ પસંદ કર્યા, તેમને જરૂરી તાલીમ આપી અને જવાબદારીઓ સોંપી. આજે તે એક્સેલનું મહત્ત્વનું એકમ છે. (હવે તેનું નામ છે ‘એક્સેલ ક્રોપ કેર લિમિટેડ). પહેરવેશ અને વ્યવહારમાં તદ્દન સાદા ‘ભાઈ'ની કાર્યપદ્ધતિ ખૂબ જ ચોક્કસ અને સ્પષ્ટ હતી. નક્કી કરેલું કામ નિર્ધારિત સમયમાં થવું જ જોઈએ એમ તેઓ માનતા હતા. એક્સેલના કર્મચારીઓમાંથી જ સાહસિક સંશોધકો-નવું કામ કરનારા તૈયાર થવા જોઈએ એવી તેમની ફિલોસોફી હતી. ‘સહવિર્યમ્’ સાથે મળીને કામ કરવાથી જ સફળતા મળે છે એમ તેઓ કહેતા. યુવાનોમાં રહેલી નૈસર્ગિક શક્તિ પિછાનીને તેમને તેઓ પ્રોત્સાહિત કરતા હતા. બિઝનેસમાં તેમણે ક્યારેય અયોગ્ય રીતિનો ઉપયોગ કર્યો નહોતો. ઘણીવાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના દુવૃત્તિભર્યા દબાણની સામે પણ તેઓ દૃઢતાથી પોતાના આદર્શોને વળગી રહેતા હતા. એક્સેલને ૪૦ વર્ષ પૂરાં થયાં એ વખતે શેરહોલ્ડરોને સ્મૃતિચિહ્નરૂપે કંઈક આપવું તેમ નક્કી કરવામાં આવ્યું. ભાઈએ સ્વામી વિવેકાનંદના સાહિત્યમાંથી વચનો પસંદ કરીને તેનો Jain Education International પથપ્રદર્શક સંગ્રહ ‘ક્વાયેટ અવર' તૈયાર કરાવીને સૌને ભેટ આપ્યો. જીવનભરની યાદગીરી બની રહે તેવું મૂલ્યવાન એ પુસ્તક છે. કટોકટીના સમયગાળામાં ગોવિન્દજીભાઈ અંગત રીતે જયપ્રકાશ નારાયણ અને તેમના સાથીઓને મદદરૂપ થયેલા, પરંતુ એક ઉદ્યોગપતિ તરીકે રાષ્ટ્રના વિકાસમાં સંપૂર્ણપણે સહાયરૂપ થવું તેને પોતાનું કર્તવ્ય માનતા હતા. ઉદ્યોગને ગ્રામપ્રદેશ સાથે, વિજ્ઞાન સાથે, ટેક્નોલોજી સાથે સાંકળવામાં આવે એને જ સાચું આયોજન ગણતા હતા. એક્સેલ પિરવારમાં ઊંચા-નીચાના કોઈ ભેદભાવ નથી. સૌ સાથે મળીને નિર્ધારિત કામ કરનારાં છે. ‘ભાઈ’ પોતે પણ કારખાનાના સમૂહ રસોડે ભોજન લેવાનો આગ્રહ રાખતા હતા. સમગ્ર પરિવારનો આદર્શ ‘સહનૌભુનક્લુ' અને ‘સહવિર્યમ્ કરવાવહૈ'નો રહ્યો છે. એક્સેલના સંચાલનમાં કૌટુંબિક ભાવના સર્વોપરી રહી છે, જેના કારણે એક્સેલને હંમેશાં તેના શેરહોલ્ડરો, સાથી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, આપનારાઓ અને ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે. માલ એક્સેલ તરફથી તેમના કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ ‘વિશ્વકર્મા એવોર્ડ' અને મેન ઓફ ધી યર' એવોર્ડ આપવામાં આવે છે. ૧૯૬૮થી ૧૯૮૫-૧૭ વર્ષ સુધી ગોવિન્દજીભાઈએ એક્સેલના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કુશળ વહીવટકર્તા અને માર્ગદર્શક તરીકે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. ૧૯૮૫માં, એક્સેલમાંથી નિવૃત્ત થઈને, ‘શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વડોદરા'ના વિકાસમાં મદદરૂપ થવા મુંબઈ છોડીને વડોદરા જઈને રહ્યા. એ વખતે પણ એક્સેલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં તેઓ હતા અને તેમના કિંમતી સલાહસૂચનો આપતા રહેતા હતા. ૧૯૯૪માં ૮૫ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. એક્સેલનો બીજો યુગ પૂરો થયો. એક્સેલને નવા શિખરે દોરી જનાર ક્રાંતર્દષ્ટા અને વાસ્તવના સ્રષ્ટા શ્રી કાંતિસેનભાઈ શ્રોફ ૩ જાન્યુઆરી ૧૯૨૩ના રોજ શ્રી કાંતિસેનભાઈનો જન્મ. એક્સેલના સહસ્થાપક શ્રી કાંતિસેનભાઈ પાંચ ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના. જેમને એક્સેલ પિરવાર અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy