SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ સ્વ. શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાળા લોહાણા જ્ઞાતિના પરમ હિતચિંતક તેમ જ જનસેવા અર્થે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા પૂર્વજન્મના યોગભ્રષ્ટ પુરુષ અને જામનગરના આ શાહ સોદાગરને ભારતભરની જનતા ઓળખે છે. નિરભિમાની અને નિખાલસ સ્વભાવના શ્રી હરજીવનદાસ બારદાનવાળાને મળવું એ જીવનનો એક લહાવો છે. તેમનાં દાનો અનેક જગ્યાએ અને ખાસ કરીને જામનગરમાં પથરાયેલાં છે. જામનગરમાં પોતાની કન્યા હાઇસ્કૂલ કે જેમાં ૮૫૦ થી ૯૨૫ દીકરીઓ શિક્ષણ મેળવે છે, જેનો બધો જ ખર્ચ તેમનું પોતાનું ટ્રસ્ટ ભોગવે છે. આ દીકરીઓને ભણાવતી આ હાઇસ્કૂલનું અદ્યતન ભવન, રાજાના પેલેસ જેવું મકાન સૌરાષ્ટ્રભરમાં અજોડ છે. આ મકાન પણ પોતે ખરીદીને હાઇસ્કૂલ માટે અર્પણ કરેલ છે. મકાનની અંદરની સુવિધા ખરેખર બેનમૂન છે. જામનગર પાંજરાપોળ ટ્રસ્ટના તેઓ પ્રમુખ હતા. તેમ જ જામનગર શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, શ્રી મહિલા વિકાસગૃહ, વિઠ્ઠલદાસ ધનજીભાઈ બાલમંદિર તેમ જ બીજી અનેક શૈક્ષણિક અને લોકોપયોગી સંસ્થાઓના દાતા ઉપરાંત સક્રિય સેવક હતા. સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે બારદાનવાળા શેઠનો રોટલો મોટો છે. પોતે માત્ર બાજરાનો રોટલો અને છાશ-દહીં ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે. કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું. પૂ. મુ. દેવરત્નસાગરજી મ. Jain Education International પથપ્રદર્શક લેવા છતાં મહેમાનો કે અતિથિઓ પોતાને આંગણે આવે ત્યારે તેમનું આખું યે ઘર ખડે પગે મહેમાનગતિ માટે ઊભું હોય અને ભાતભાતનાં ભોજન પીરસાતાં હોય. મહેમાનોના ઉતારા માટે ભવ્ય આરામગૃહો તેમણે બંધાવેલ છે. પોતાના જીવનમાં ધર્મનાં અનેક કાર્યો લાખો રૂપિયાના ખર્ચે કરતા હતા. તેમનાં ધર્મપત્ની અ.સૌ. લીલાવંતીબહેન સાક્ષાત્ જગદંબા અને અન્નપૂર્ણાનો અવતાર હતા. પોતે ઘણા જ જ્ઞાની અને ઘણા જ નિરભિમાની; દોમદોમ સાહ્યબી છતાં પણ સાદાઈ અને નમ્રતા સૌનું ધ્યાન ખેંચે તેવી તેમની રહેણીકહેણી હતી. વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રે તેઓ ગુજરાતની મોટામાં મોટી ટિન ફેક્ટરી અને જૂના ડબા—જૂનાં— નવાં બારદાન, મીઠાના અગરો વગેરેનું સફળ સંચાલન કરતા હતા. તેઓ ફેડરેશન ઓફ ગુજરાત ટિન મેન્યુફેક્ચરર્સ, ગુજરાત બારદાનવાલા ફેડરેશન અને જામનગર જનરલ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ હતા. પોતાની ૭૭ વર્ષની ઉંમરે દરેક પ્રવૃત્તિનું જાતે સફળ સંચાલન કરતા હતા. તેમના પરિવારમાં ચાર દીકરા, ચાર વહુઓ અને તેમનાં સંતાનોની લીલી વાડી સાથે આજે પણ એક આદર્શ સંયુક્ત કુટુંબમાં સાથે રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy