SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પાલિતાણા રાજ્યમાં રોગચાળાએ ભયંકર રૂપ ધારણ કરેલ. ગામેગામ મેલેરિયા ફાટી નીકળેલ ત્યારે સરકારી સેવાભાવી ડોક્ટરો સાથે સહાયક તરીકે ૧૦૦ જેટલાં ગામડે ગામડે ફરી દિવસરાત જોયા વગર માનવતા ભરી સેવાનાં બીજ વવાયેલ, જે જીવનપર્યંત વિકસતાં અને વિસ્તરતાં રહેલ. ભારતની આઝાદીની ચળવળથી પણ મનુભાઈ દૂર નહીં રહેલ. સને ૧૯૪૨ની ‘ભારત છોડો ચળવળ’માં ભૂગર્ભમાં મિત્રો સાથે રહી પત્રિકા–પોસ્ટરોની પ્રવૃત્તિ કરતા રહેલ. સ્વતંત્રતાની ભાવના એટલી બધી સ્પર્શી ગયેલ કે ભારત આઝાદી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ખાંડનો સદંતર ત્યાગ કરેલ. ૨૨ વર્ષની ઉંમરે શ્રી મનુભાઈ લગ્નગ્રંથિથી જોડાયા અને સને ૧૯૫૦માં વ્યવસાય અર્થે વતન પાલિતાણા છોડી ભાવનગરને તેમની કર્મભૂમિ બનાવી. વ્યવસાયક્ષેત્રે કાપડના જથ્થાબંધ ધંધામાં સારી પ્રગતિ કરી મિલોની સેલિંગ એજન્સી દ્વારા વેપારીવર્ગમાં તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરેલ, પરંતુ પુત્ર નરેન્દ્રને બેંકમાં ઓફિસર તરીકે નિમણૂક મળતાં આ સંતોષી જીવે પોતાનો ધંધો સમેટી લઈ સેવાને સંપત્તિ માનીને ધાર્મિક, સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓને જીવનલક્ષી બનાવી. ભાવનગરની અનેકાનેક જેવી કે, આરોગ્યલક્ષી, શૈક્ષણિક કે વિકલાંગક્ષેત્રની સંસ્થાઓ સાથે જોડાતા રહેલ અને તે સંસ્થાઓને પણ ગૌરવવંતી બનાવેલ. પોતાના જીવન દરમ્યાન કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં મુખ્ય મુખ્ય જૈન તીર્થોની મુનિવરો, સંઘપતિઓ, છરીપાળ યાત્રાળુઓના સંઘ સાથે વહીવટકર્તા તરીકે યાત્રાઓ કરેલ છે, જેના થકી મોટા જનસમુદાયમાં એક સેવાભાવી વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા. સંસ્થાઓને ફંડવૃદ્ધિ કરાવવામાં તેઓ ખૂબ નિપુણતા ધરાવે છે. કરોડોનાં ફંડ તેમના હસ્તક જુદી જુદી જૈન સંસ્થાઓ કે અન્ય સંસ્થાઓમાં અપાયાં છે. લોકોને સારા માનવતાનાં કાર્યોમાં ૨કમ વાપરવા માટે શ્રી મનુભાઈ શેઠનું માર્ગદર્શન, સલાહ ખૂબ જ ઉપયોગી થાય છે. તેમનામાં મુકાયેલ વિશ્વાસને તેઓ વફાદાર રહે છે અને જનતાની પાઈએ પાઈનો સર્વ્યય થાય તે રીતે પારદર્શક વહીવટ જોઈને જ તેઓ દાનની ભલામણ કરે છે. મનુભાઈ શેઠ માને છે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય • છે. આવું જ કંઈ એક પ્રસંગે બન્યું. શ્રેષ્ઠી કાંતિલાલ નારણદાસ શાહ અને મનુભાઈ બંને નજીકના મિત્રો.....હા, કહી શકાય કે લંગોટિયા મિત્રો, ભાવનગર જિલ્લાના તળાજા તીર્થનિવાસી શ્રી કાંતિલાલ શાહના માતુશ્રી પરસનબહેન બિમાર પડ્યાં પરંતુ તે સમયે તળાજામાં સારવારની સવલતો ઘણી ઓછી ઉપલબ્ધ 2 Jain Education International ૬૪૫ હોવાથી તેમને ભાવનગર લાવીને ઉપચાર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમનાં માતુશ્રીને બચાવી ન શક્યા. આ વ્યથાથી કાંતિભાઈએ સંકલ્પ કર્યો સેવા માટે સંસ્થા ઊભી કરવી. કાંતિભાઈએ શ્રી મનુભાઈ શેઠની સલાહ લીધી અને ફલસ્વરૂપ ભાવનગર ખાતે વિશ્વવિખ્યાત વિકલાંગોના શ્રેયાર્થે કાર્ય કરતી શ્રીમતી પરસનબહેન નારણદાસ રામજી શાહ (તળાજાવાળા) સોસાયટી ફોર રીલિફ એન્ડ રીહેબિલિટેશન ઓફ ડિસેબલ્ડની ૧૯૮૭માં સ્થાપના થઈ અને મનુભાઈ આ સેવાકીય સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે નિમાયા, જેમાં તેઓ અત્યારે પણ સંપૂર્ણપણે સક્રિય છે. તેઓશ્રી ખીમચંદ લક્ષ્મીચંદ બહેરાંમૂંગા શાળાની એક્ઝિક્યૂટિવ કમિટીમાં એક્ટિવ મેમ્બર છે. અત્યારે દેશની અગ્રગણ્ય શાળાઓમાં તેની ગણના થાય છે. આ શાળામાં ૨૫૦ વિદ્યાર્થીઓ શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ, પુનઃસ્થાપન અને લગ્નમેળા વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધી રહેલ છે. તેઓશ્રી ‘અંકુર' મંદબુદ્ધિવાળા બાળકોની શાળા, અંધઉદ્યોગ શાળા, શ્રીમતી તાપીબાઈ વિકાસ ગૃહ, આનંદવાટિકા ભગિની મંડળ હોસ્પિટલ, નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ, શ્રી કે. જે. મહેતા ટી. બી. હોસ્પિટલ-અમરગઢ, શ્રી વી. સી. લોઢાવાળા હોસ્પિટલ, રેડક્રોસ સોસાયટી ભાવનગર, શ્રી શત્રુંજય હોસ્પિટલ-પાલિતાણા, શ્રી એન. આર. હોસ્પિટલ-તળાજા, શ્રી કલ્યાણ સેવા ટ્રસ્ટ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણા, શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકા આશ્રમ-પાલિતાણા, સ્ત્રી કેળવણી મંડળ, ભાવનગર જૈન શ્વેતાંબર જૈન સંઘ, ઇન્ટરનેશનલ જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન (ગુજરાત રીજિયન) વગેરે સંસ્થાઓમાં પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, એડવાઇઝરી કમિટી મેમ્બર, ટ્રસ્ટી વગેરે હોદ્દાઓ ઉપર રહી માર્ગદર્શન અને સેવાઓ અવિરત આપી રહ્યા છે. સને ૧૯૮૬ની વાત છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યુરોપનાં જૈન તીર્થો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. ૪૫ જૈન ભાઈઓ, બહેનો આ ૨૧ દિવસીય યાત્રાપ્રવાસમાં જોડાયેલ. મનુભાઈની વ્યવસ્થાશક્તિ અને સમર્પણ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેઓશ્રીને સ્પોન્સર કરી આ યાત્રાનું સંચાલન તેમના શિરે સોંપ્યું. જુન ૧૯૮૮માં યુરોપ જૈન સમાજે શ્રી મનુભાઈને લેસ્ટર જૈન પ્રતિષ્ઠા મહોત્સવમાં વ્યવસ્થાકાર્ય સંભાળવા ખાસ આમંત્રણ નહીં પણ નિમંત્રણ મોકલેલ. આમંત્રણ અને નિયંત્રણમાં ફરક છે. આમંત્રણ એટલે આવવું હોય તો આવો અને નિમંત્રણ એટલે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy