SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મેમ્બર થયા તેમ જ ટ્રસ્ટી રહ્યા. દિનેશભાઈના પુત્રો-સમીર સરવૈયા–હૈદરાબાદમાં ફેક્ટરી સંભાળે છે અને નાનો પુત્ર : કેતન સરવૈયા– COLORBAND DYESTUFFS (P) LTD.ના નામે રંગો/ કેમીકલનું કામકાજ સંભાળે છે. નાનપણથી જ ક્રિકેટ, સાહિત્ય અને સેવામાં રસ. ક્રિકેટ ક્લબ તથા મંડળો સ્થાપ્યાં. Social Activities કરેલી. શ્રી ધીરજલાલ કે. મહેતા (પૂના) સમાજજીવનની સંઘર્ષભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સૌજન્યના દીપક જલાવીને જે કર્મવીરોએ જીવનમાં નૂતન પંથ અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાતભરી સાધનાઓ પછી સુવર્ણસિદ્ધિઓને વર્યા છે. પૂનાના પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ અને અગ્રેસર શ્રી ધીરજલાલભાઈ કેવળચંદ મહેતાનું સમગ્ર જીવન કર્મવીરતાનો સંદેશ સુણાવી રહ્યું છે. જીવનભર સેવા અને સાહસની જ્યોત જલતી રાખનારા શ્રી ધીરજલાલભાઈનો જન્મ વાંકાનેરમાં સ્થાનકવાસી જૈન વણિક પરિવારમાં ઈ.સ. ૧૯૨૦ના સપ્ટેમ્બર મહિનાની પાંચમી તારીખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વાંકાનેરમાં લીધા પછી ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રાપ્ત કરી ગવર્નમેન્ટ લો કોલેજ દ્વારા ઈ.સ. ૧૯૪૧માં એલ.એલ.બી.ની ડિગ્રી સંપાદન કરી હતી. કાનૂની શિક્ષણ પ્રાપ્ત કર્યા છતાં કિસ્મતની કુંડળી અનુસાર શ્રી ધીરજલાલભાઈએ અદાલતને આંગણે પહોંચવાને બદલે પૂનાની મશીનરીબજારનો માર્ગ પકડીને મશીનરી સામગ્રીના વ્યાપાર સાથે કિસ્મત જોડી દીધું હતું. યૌવનકાળના એ અનોખા ઉત્સાહભર્યાં ચેતન અને થનગનાટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા વેસ્ટર્ન એન્જિનિયર્સ’ના નામથી મશીનરી વ્યાપારક્ષેત્રમાં સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું. આ ક્ષેત્રની ઉદ્યોગસંસ્થાઓ ડનલોપ, બાટલીબોય અને સિમેન્સ વગેરેની એજન્સીઓ પ્રાપ્ત કરી હતી. આ ઔદ્યોગિક યાંત્રિક સામગ્રીના ક્ષેત્રમાં સિદ્ધિભરી સફળતા હાંસલ કર્યા પછી આ સાહસભર્યા હૈયાએ ઈ.સ. ૧૯૪૯માં ઉદ્યોગક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ઈ.સ. ૧૯૫૩માં તો સ્વતંત્ર સૃષ્ટિનું સર્જન કર્યું. આજે તેમની ઉદ્યોગસંસ્થા ‘ગુડવિન Jain Education International ૬૪૧ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (ઇન્ડિયા)' ઔદ્યોગિક સામગ્રીનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. આ કારખાનામાં પલ્વરાઇઝર, ટ્રાન્સમિશન ફાઉન્ડ્રીનાં સાધનો બને છે. કૃષિક્ષેત્રનાં યંત્રો-પમ્પસેટ, ડીપવેલ અને બોરિંગ પમ્પના પણ ડીલર સ્થા. ડિસ્ટ્રિબ્યુટર છે. વ્યાપારઉદ્યોગની અવિરત આગેકૂચ સાથે તેમના અંતરમાં ઊછળતી સેવા-ભાવનાથી અનેકવિધ ટિલ જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાના પંથે પ્રયાણ આદરી સુકીર્તિ પ્રાપ્ત કરી છે. પૂનાની લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા શ્રી પૂના ગુજરાતી બંધુસમાજના પ્રમુખપદની તેઓશ્રીએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી નીવડી હતી. શ્રી સૌરાષ્ટ્ર સેવાસમાજનું પ્રમુખપદ અને ટ્રસ્ટીપદ તેઓએ દીપાવ્યું છે. લાયન્સ ક્લબના પ્રમુખપદે પણ સેવા અર્પી છે. પૂના ક્લબ લાઇબ્રેરીના વર્ષોથી સેક્રેટરી અને ટ્રસ્ટી છે. એ ઉપરાંત અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સદાય મોખરે રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. ૧૯૮૨માં યોજાયેલા ગુજરાતી ચલચિત્ર સુવર્ણજયંતી મહોત્સવની પૂના સમિતિના અધ્યક્ષપદેથી ઉત્તમ કાર્ય બજાવ્યું હતું. આ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનાં ધર્મપત્ની સૌ. ચંદ્રાબહેન સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. હાલમાં સૌરાષ્ટ્ર સ્થાનકવાસી સમાજના પ્રમુખ તથા સમાજનું કાર્યાલય તથા જૈનભવનનું રૂા. ૧૨૫ લાખનું નિર્માણ કાર્ય હાથમાં લીધું તથા પૂરું કર્યું છે. નરેન્દ્રકુમાર એચ. કોટેચા હાલાર સોલ્ટ એન્ડ કેમિકલ વર્કસ જામનગરના ડાયરેક્ટર તથા ઇન્ડિયન સોલ્ટ મેન્યુ. ફેક્ચર એસોસિએશનના ચેરમેન, ધી જામનગર પિપલ્સ કો. ઓ. બેન્ક લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર, જામનગર પાંજરાપોળના પ્રમુખ તેમ જ વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ચંદ્રકાંતભાઈ એચ. કોટેચા જૂનાં-નવાં બારદાન ખરીદ-વેચાણ તેમ જ પોલિટ્યૂન સંગીત સંસ્થા તથા સુમેર સ્પોર્ટ્સ ક્લબમાં મંત્રી તથા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી રમેશભાઈ એચ. કોટેચા શ્રી દિગ્વિજયસિંહજી ટિન ફેક્ટરી-નવા ડબા, બાલ્ટી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy