SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ આજથી ૭૫ વર્ષ પહેલાં ચિત્તલ મુકામે પટેલ જ્ઞાતિનું બંધારણ ઘડાયું તેમાં શ્રી રતિભાઈ પટેલના પિતા શ્રી ઉકાભાઈ પટેલ તથા સ્વ. શંભુભાઈ ટીડાભાઈ પટેલનો મહત્ત્વનો ફાળો હતો. કન્યા વિક્રય અને લગ્ન પ્રસંગના ખોટા રિવાજો અને ખોટા ખર્ચાઓ લેઉવા પટેલ જ્ઞાતિમાં ઓછા થઈ ગયા તે જ્ઞાતિના આ બંધારણના કારણે. પિતાને પગલે પગલે શ્રી રતિભાઈમાં પણ સ્વાભાવિક રીતે સેવાવૃત્તિ ઊતરી આવી છે. અને તેઓ ખેડૂત સમાજને જાગૃત અને સંગશ્ચિત કરવા માટે જીવનભર મથ્યા છે. સૌરાષ્ટ્રનું સ્વતંત્ર રાજ્ય રચાયું તે પહેલાં ખેડૂત સંગઠનની સંસ્થાઓની સ્થાપનામાં તેમનો નોંધપાત્ર હિસ્સો હતો. સૌરાષ્ટ્રમાં એકમ થયું તે વખતે ૧૭૦૦ જેટલાં ગરાસદારી ગામોના ખેડૂતોની જમીનનો કોઈ ધણીધોરી નહોતું તેવે વખતે સૌરાષ્ટ્ર ખેડૂત સંઘની સ્થાપના કરવામાં શ્રી રતિભાઈ પટેલે આગેવાની લીધી હતી. અને ખેડૂતોના આ સંગઠનને કારણે જ સૌરાષ્ટ્રમાં ગરાસદારી ખેડૂતોના હક્કહિતોની રક્ષા થાય તે જાતના જમીનની સુધારણાનો કાયદો કરવાની સૌરાષ્ટ્ર સરકારને ફરજ પડી હતી. ખેડૂત સંગઠ્ઠનનો રાજકર્તા પક્ષ તરફથી હરહંમેશા વિરોધ થતો રહ્યો છે. અને ખેડૂત આગેવાનોમાંથી થોડાક લોકોને રાજકર્તાઓએ પ્યાદાં બનાવીને ખેડૂત સંગઠ્ઠન તોડવામાં તેમનો ઉપયોગ કર્યો છે. તે જ કારણે સૌરાષ્ટ્રમાં અવારનવાર ખેડૂત સંગટ્ટનો થવા છતાં તે કાયમી બની શક્યાં નથી. આમ છતાં શ્રી તિભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્નો અંગે અવારનવાર જાહેરમાં અવાજ ઊઠાવ્યો હતો. ગુજરાતની ધારાસભામાં ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી શ્રી રતિભાઈ પટેલે કોઈ પક્ષમાં જોડાયા વગર સ્વતંત્ર રીતે રહીને લોકોના પ્રશ્નોની અસરકારક રજૂઆત કરી હતી. તેમજ સૌરાષ્ટ્ર Jain Education International ૬૨ રાજ્યના સમયમાં તેમણે સૌરાષ્ટ્ર હેન્ડલૂમ બોર્ડના માનમંત્રી તરીકે તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. ઉપરાંત “અજવાળાં” નામનું માસિક ચાર વર્ષ સુધી ચલાવ્યા પછી શ્રી રતિભાઈ પટેલે “ખેડૂત પત્રિકા” નામનું અઠવાડિક પત્ર ૨૫ વર્ષ સુધી ચલાવ્યું અને ઇ.સ. ૧૯૪૭માં બે વર્ષ સુધી ‘ચેતન’ માસિકનું સંચાલન સંભાળ્યું હતું. તેમાં ખેડૂતોને ઉપયોગી માહિતી આપવા ઉપરાંત ખેડૂતોના હક્ક હિતોની વિરૂદ્ધ જે કોઈ કાયદા કાનૂન આવે તે વખતે ખેડૂતોને જાગૃત કરવા કોશિષ કરી હતી. શ્રી પટેલે સૌરાષ્ટ્રના જુદાજુદા જિલ્લાઓમાં ખેડૂતોનાં સંગઠ્ઠનોની રચના કરીને તેના મંત્રી તરીકેની વિકટ જવાબદારી નિભાવી હતી. જેમાં “સૌરાષ્ટ્ર ખેડૂત સમાજ” અને “સૌરાષ્ટ્ર ખેડૂત સંઘ” ઉલ્લેખનીય છે. રાજકોટથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે પીઢ ખેડૂત અગ્રણી સ્વ. શ્રી વલ્લભભાઈ પટેલે સહકારી ક્ષેત્રોના વિકાસ માટે ટ્રસ્ટ દ્વારા શરૂ કરેલાં પ્રથમ ગ્રામીણ દૈનિક ‘લોકમાન્ય’ના તંત્રી તરીકે સેવા આપી હતી. ઉપરાંત રાજકોટના શ્રી બાબુભાઈ શાહના આગ્રહથી ‘જયહિન્દ’' દૈનિકમાં ૧૪ વર્ષ સુધી સફળ કામગીરી બજાવેલ. આડંબર કે મિથ્યાભિમાન નહિં પણ સાદાઈ અને નમ્રતા તેમજ મહત્ત્વાકાંક્ષા કે સત્તાલોલુપતા નહિ પણ સમાજ સેવા અને લોકહિતની ભાવના તેમના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. એમ.એ. એલ.એલ.બી.ની ડીગ્રી પ્રાપ્ત કરવા છતાં તેનો ઉપયોગ સમાજના શોષણમાં નહિ પણ સમાજની સેવામાં શ્રી રતિભાઈએ કરીને સમાજને પ્રેરણા પૂરી પાડી. નિષ્કલંક જીવન દ્વારા જીવનભર સમાજને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું અને ૮૭ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy