________________
૬૨૨
પથપ્રદર્શક
વિજય” અને ૧૯૦૭માં ‘કડવા વિજય’ પુરૂષોત્તમ પરીખના તંત્રી પદે પ્રસિદ્ધિ પામ્યા હતાં. ત્યારબાદ કરાંચીથી “પાટીદાર ઉદય” રતનશી શિવાજી પટેલના તંત્રી પદે પ્રગટ થયું હતું.
૧૯૧૦માં “પટેલ બંધુ” સુરતથી કુંવરજી વિઠ્ઠલદાસ મહેતાના તંત્રી પદે, “ચેતન” બબાભાઈ રામદાસ પટેલના તંત્રી પદે; ૧૯૨૨માં ચિત્તલ (અમરેલી) થી “હાલારી લેઉઆ હિતેચ્છુ” શંભુલાલ ટીડાભાઈ પટેલના તંત્રી પદે અને ૧૯૨૪માં “પાટીદાર” માસિક નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલના તંત્રીપદે નોંધપાત્ર માસિકો પ્રગટ થયા હતાં. જેમના પ્રયાસોથી લેઉવા અને કડવા પાટીદાર સમાજમાં કુરૂઢિયો, કુરિવાજોને દૂર કરવા અને જ્ઞાતિ સુધારણાના વિકટ કાર્યોને ઉકેલવામાં ઘણી ઉપયોગી સહાય મળી હતી. જે કામ કટાર કે તલવારથી નથી થતાં તે કામો ધારદાર કલમોની તાકાતથી સમાજ સુધારકો અને પ્રહરી પત્રકારો એ સફળતા હાંસલ કરી શક્યા હતા. એ સમાજ માટે જરૂર ગૌરવપ્રદ ઘટના ગણી શકાય. જેની ઇતિહાસ સુવર્ણાક્ષરે નોંધ લેશે.
ગોકળદાસ કાલાવડિયા સને ૧૮૮૦માં બાબાપુર (જિલ્લો અમરેલી) ખાતે કડવા પાટીદાર શ્રી કાનજી આણંદજીના ત્રીજા પુત્ર તરીકે શ્રી ગોકળદાસ કાલાવડિયાનો જન્મ થયેલો. કાનજીબાપાને જમીન થોડી અને પરિવારની જવાબદારી હોવાથી આર્થિક પરિસ્થિતિ સાધારણ હતી. પરંતુ માતુશ્રી માનુબેને ગોકળદાસને રેંટિયો કાંતીને સુતર વનચી ભણાવ્યા હતા. તેજસ્વી બુદ્ધિ અને પ્રતિભા ધરાવતા શ્રી ગોકળદાસે રાજકોટની ટ્રેઈનીંગ કોલેજમાં પી.ટી.સી.નો અભ્યાસ કરી શૈક્ષણિક વ્યવસાયમાં જોડાયા હતા. ખેડૂતપુત્ર હોવાથી ખેતી પ્રત્યેનો પ્રેમ અને સંશોધનમાં કાઠું કાઢ્યું. મગરૂબીના વાવેતરમાં પહોળા પાટલે પ્રયોગો વિકસાવીને નવું દૃષ્ટિબિંદુ ખેડૂતોને સમજાવતા હતા. પત્રિકાઓ છપાવી ખેતપેદાશ વધુ લઈ શકાય તેવા પ્રયોગોના પ્રચાર માટે પદ્ય રચનાઓ પણ કરી હતી. આ કાર્યનો વ્યાપ વધારવા જેતપુરથી જગતાત નામનું માસિક પોતાના તંત્રીપદે પ્રગટ કર્યું હતું.
બાબાપુરથી શ્રી ગોકળદાસ કાલાવાડિયાએ ખેતીના વિકાસ માટે ગોંડલ રાજનું પ્રોત્સાહન મળવાથી ઊપલેટામાં જઈ વસ્યા હતા. બાબાપુરમાં તેણે શોધ-સંશોધન અંગેનું ખેતીના વિકાસ માટેનું ઘણું સાહિત્ય તેમણે તૈયાર કરેલું. પરંતુ આ બધું સાહિત્ય નાના પુત્ર પરષોત્તમદાસને બીડી પીવાનું બંધાણ હોવાથી બાપાની બીકથી છાનામાના ઘરમાં બીડી પીતા હતા ત્યારે ગફલતમાં બીડીના ઠૂંઠાની આગથી બધું જ ભસ્મીભૂત થઈ ગયું.
શ્રી કાલાવાડિયાએ પોતાના જીવનની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. કાઠિયાવાડ પાટીદાર પરિષદ, સોરઠ પટેલ બંધુ સમાજ અને અન્ય જ્ઞાતિસુધારણા આંદોલનમાં તેમનો ફાળો બેનમૂન હતો. કડવા પાટીદાર અને લેઉઆ પટેલ સમાજની એકતા માટે તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. તેઓ કહેતા
ખેડૂત અને ખેતી દેશના અર્થતંત્રની ધોરી નસ છે. ખેડૂત કરજમાં જન્મ, કરજમાં જીવે અને કરજમાં મૃત્યુ પામે ત્યાં સુધી દેશનો વિકાસ શક્ય નથી.
ગોકળદાસ કાલાવાડિયાએ તા. ૨૯-૪-૧૯૧૫માં ઉપલેટામાં સંબોધન કરતાં, ખેડૂતોની દુર્દશા અને ખેતીગત પાયમાલીનું ચોટદાર જબાનમાં તદ્દન વાસ્તવિક વર્ણન આઝાદી પહેલાંના રાજાશાહી યુગનું યથાતથ્ય શાબ્દિક ચિત્ર તેમના જ શબ્દોમાં વાંચીને આપણું હૃદય ધબકારો ચૂકી જાય છે :
“ખેડૂત માટે ફાટેલ, લીરાવાળી પાઘડી, લબડતી ફાટેલી અંગરખાની બાંયો, સુઘરીના માળા માફક કાણા પડી ગયેલા ચોરણા, દુઃખથી પીડાતા ચીંથરેહાલ ખેડૂતની બંડી કે ચણાનું ધાન ખાંડતી દુર્બળ દેહવાળી સ્ત્રીઓ, ગંદા-ગોબરા, અર્ધનગ્ન બાવળના પૈડ્યા વીણીને પેટ ભરતાં હાડપીંજર સમા તેના બાળકો, ખજૂરીના આડસર અને એરંડાના વળાવાળું અને કપાસની સાંઠીઓથી ગુંથેલું, છાણ કે લાદની થાપ દીધેલું કાચું ઘર અને ફાટેલા ગોદડાના ગાભા, એકાદ-બે અડીયલ ટટ્ટ જેવા બળદો, ખખડધજ ને કીચુડ-કીચડના અવાજ કરતા ગાડાના પૈડાં અને ફરતી પાળ વગરના કાચા કુવા અને ભાંગલ-તૂટેલા આછાપાતળા ઓજારોથી ખેડૂતોની ખેતીનું રગશીયું ગાડું ચાલે. અને જે કાંઈ ધાન્ય પાકે ત્યારે બીજાને ધરવીને, ખળામાંથી પછેડી ખંખેરીને વિલા મોઢે પાછો ફરતો ખેડૂત, કાળી મજૂરી કરીને પકવેલ અનાજનો દાણો પણ તેના બાળકો ખાવા પામતા નહોતા.”
આમ, તન, મન અને ધનથી ખેડૂતોની સેવા કરનાર અને આધુનિક ખેતી અંગેની પ્રેરક કામગીરીનું ખાસ અભિવાદન કરતું શ્રી ગોકળદાસભાઈ કાલાવાડિયાનું તૈલચિત્ર જર્મનની યુનિવર્સિટીમાં આજેય તેમની કદરદાની સ્વરૂપે મુકાયું છે. આવા કર્મવીર શ્રી ગોકળદાસ કાલાવડિયાનું તા. ૨૨-૧૦-૬૨ના રોજ ઉપલેટા મુકામે ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. સમાજ સુધારાના ઇતિહાસમાં તેમનું નામ અવશ્ય સુવર્ણાક્ષરે લખાશે.
પ્રો. જેઠાલાલ સ્વામીનારાયણ
શ્રી જેઠાલાલ ચીમનલાલ સ્વામીનારાયણનો જન્મ અમદાવાદમાં કડવા પાટીદાર સમાજમાં થયો હતો. નાની વયમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org