________________
પ્રતિભાઓ
ગુજરાતી સાહિત્યની પ્રતિભાઓના
જીવન-કવનનું હાર્દ પ્રગટાવવાં પરિચયો અને સંધ્ર રેખાચિત્રોનું સર્જન *** પરિચય : શ્રી રમેશ શાહ + રેખાંકન : શ્રી સવજી છાયા ***
&ા “શા પૈસા ચાર” જેવી ઉક્તિને નિરર્થક કરનાર, આટલા બધા ગુજરાતી સાક્ષરોનો પરિચય, આપણા દિલ-દિમાગમાં અહોભાવ Aણ સર્જે છે. કલિકાલસર્વજ્ઞનું બિરુદ પામનાર આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યથી શરૂ થઈ ગુજરાતી સાહિત્યની
વેલ પાંગરતી આજે હજાર વર્ષ પછી, ખૂબ ફૂલી-ફાલી છે. આમ તો પ્રેમાનંદના કાળ સુધી, આપણી - ભાષા પ્રાકૃત તરીકે જ ઓળખાતી; પછી તે ગુર્જર-અપભ્રંશ નામે ઓળખાઈ.“ ગુજરાતી’ નામ તો જ પ્રેમાનંદે આપ્યું. મધ્યકાલીન યુગ પછી, અર્વાચીન યુગ આવ્યો. પછી નર્મદ-દલપતનો યુગ; ગોવર્ધનરામ,
નરસિંહરાવ જેવા પંડિતોનો યુગ; ગાંધીયુગ પછી આજે તો દુનિયાભરના સાહિત્યનો અર્ક પામી, જુદીજુદી અનેક દિશાઓમાં અર્વાચીન સાહિત્યકારો સર્જન કરી રહ્યા છે. - દ્વારકાના કુશળ ચિત્ર-શિલ્પી શ્રી સવજી છાયાએ, આ સાહિત્યકારોને આપણી સમક્ષ એમની કુમાશભરી હથરોટીથી, જોતાં જ ગમી જાય એવાં રેખાંકનો દોરી આપ્યાં છે. (એમનો વિશદ પરિચય આ લેખમાળાના અંતે આપ્યો છે.) - આ સાહિત્યકારોને અલ્પ શબ્દોમાં નવાજવાનું કઠિન કામ કરી આપનાર, ભાઈશ્રી રમેશ શાહનો પરિચય :-- |
સૌ ચાલો, સિદ્ધગિરિ જઈએ; ગિરિ ભેટી, પાવન થઈએ..” એ જાણીતા ગીતના રચયિતા અને શીઘ્રકવિ તરીકે જૈન સમાજમાં જાણીતા શ્રી મનસુખલાલભાઈના પત્ર અને જૈન સમાજના અગ્રણી કાર્યકર્તા શ્રી બાપાલાલભાઈના સુપુત્ર, 'રમેશભાઈ સાહિત્ય-કળા અને સંગીતના પ્રેમી છે. આ સંસ્કાર, એમને જાણે ગળથુથીમાંથી મળ્યા છે!
“કુમાર” માસિક દ્વારા એમનું માનસ ઘડાયું છે. “કુમાર”નાં પાને-પાનામાંથી જીવનઘડતરના પાઠ શીખવા સિાથે-સાથે, કળાની સૂઝ-સમજ પણ મેળવી. ઉપરાંત તેના તંત્રી શ્રી બચુભાઈ રાવતનું સતત માર્ગદર્શન
પ મેળવતા રહી, રંગ અને રેખાઓનું પ્રાબલ્ય આત્મસાત્ કરી, તેઓ અવ્વલ દરજ્જાના ટેસ્ટાઇલ-પ્રિન્ટર બની શક્યા અને વર્ષો સુધી જુદી-જુદી ટેસ્ટાઈલ મીલોમાં સેવા આપી. હવે નિવૃત્ત થઈ સાતેક વર્ષથી,
એમના ગુરુ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજનાં પ્રેરક લખાણોનું સફળ સંપાદન, દ્વિ-માસિક પત્રિકા રૂપે ૨ કરી રહ્યાં છે. એ લખાણોના સંચયનું એક દળદાર પુસ્તક પણ, તેઓ તૈયાર કરી રહ્યા છે. - પંદરેક વર્ષ પહેલાં, પિતાશ્રી મોટી બિમારીમાં પથારીવશ હતા અને ફાગણ સુદ તેરસના દિવસે શ્રી જ સિદ્ધગિરિની સ્પર્શનાથી વંચિત રહ્યાનો અફસોસ કરી રહ્યા હતા; એ પરથી રમેશભાઈને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાની ફિલ્મ | જે બનાવવાનો વિચાર આવ્યો. એમના દિગ્ગદર્શન હેઠળ તૈયાર થયેલું, ‘વંદુ વાર હજાર’ નામનું, તીર્થની યાત્રા કરાવતું સંગીતમય જી
દ્રશ્ય-શ્રાવ્ય આપણને મળ્યું. શ્રી શ્રેણિકભાઈએ આ દૃશ્ય-શ્રાવ્ય ફિલ્મ જોઈ કહ્યું હતું કે: “જેમ-જેમ હું એનાં દ્રશ્યો જોતો ગયો તેમ* તેમ, સ્વયં યાત્રા કરી રહ્યો હોઉં એવો સુખદ અનુભવ થયો. એ જ પ્રમાણે ચારેક વર્ષ પહેલાં, “પંચસૂત્ર'નું રૂપકડું ચિત્રમય પ્રકાશન કિર્યું, એ જોઈ “આવું આપણે ત્યાં કોઈએ કર્યું નથી' એમ કહી એમણે રમેશભાઈની પીઠ થાબડી, આવાં પ્રકાશનો કરતા રહેવા ! પ્રેરણા આપી હતી. | વાર્તા, પ્રવાસવર્ણન, લઘુ-નિબંધ, અનુવાદ વગેરે સાહિત્યરચનાઓ “કુમાર”, “સમકાલીન”, “ગુજરાતમિત્ર' વગેરેમાં અવારનવાર જી આ પ્રકાશિત થતી રહે છે. (સરનામું: રમેશ શાહ, ૭૦૩, નૂતન નિવાસ ભટાર માર્ગ - સુરતઃ ૩૯૫ ૦૦૧) J આ બંને પ્રેમાળ મિત્રોના માનસપટમાં ધરબાયેલી, વિરાટ શક્તિને મનોમન વંદના
સંપાદક છગ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org