SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ અને વિપુલતાની (તેમ જ તેમના વિભાજનવાદી અલગ અલગ ચોકાઓની પણ) આ યાદી સૂચક છે. બ્રિટનમાંના પટેલો, જૂજ અપવાદો બાદ કરતાં, રાજકારણથી એકંદરે દૂર રહ્યા છે. પરંતુ આફ્રિકાના બ્રિટીશશાસિત દેશોમાં તેઓ, નીગ્રો વતનીઓની સાથે રહી, બ્રિટીશ શાસકો સામે સ્વાતંત્ર્ય લડતમાં જોડાયા હતા. તેથી નીગ્રો રાજકારણીઓ અને પ્રજાનો આદર અને વિશ્વાસ મેળવી શક્યા હતા. પરિણામે, સ્વતંત્ર થયેલ અનેક આફ્રિકન દેશોમાં કેટલાક પટેલો સરકારમાં ઉચ્ચ પદો પર પહોંચવામાં સફળ થઈ શક્યા છે. બેરિસ્ટર કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ' યુગાન્ડાની સંસદમાં સદસ્ય ઉપરાંત વિરોધ પક્ષના નેતા હતા. ઇદી અમીનના જુલમી શાસનથી ત્રાસી તેઓ બ્રિટન હિજરત કરી ગયા છે. સ્વામી સચ્ચિદાનંદજી કૃત ‘દક્ષિણ આફ્રિકાની ઊડતી મુલાકાત' નામના પુસ્તક (પ્ર. આ. ૧૯૯૯)માં આવા ઉચ્ચ પદાસીન કેટલાક પટેલો વિશે ઉલ્લેખ થયા છે. તે અનુસાર : મૂળ ધર્મજના વતની પટેલ કાન્તિભાઈ ગોરધનભાઈ ઝિમ્બાબ્લેની પાર્લામેન્ટના સભ્ય છે. હસુભાઈ પટેલ ઝિમ્બાબ્લેના નાગરિક છે; અને તેઓ ઓસ્ટ્રેલિયામાં ઝિમ્બાબ્લેના હાઈ કમિશ્નર છે. (પૃ. ૩) ઝિમ્બાબ્લેના વેરૂ શહેરમાં વસી ગયેલા, મૂળ નડિયાદના, નરેન્દ્ર પટેલ આંખનાં દર્દોના નિષ્ણાત ડોકુટર છે. તેઓ અવારનવાર નેત્રયજ્ઞો યોજે છે, અને તેમાં દેશી લોકોનાં આંખનાં ઑપરેશન મફત કરે છે. ગુજરાતના પટેલો કેવા હિંમતવાન, નિર્ભીક. શરા. પથપ્રદર્શક સાહસિક ઉપરાંત કેવા સ્વાશ્રયી, પરિશ્રમી, ધર્યશીલ, બુદ્ધિમાન, કાબેલ, વ્યવહારકુશળ છે; સરકાર કે અન્ય કોઈ સંસ્થાની મદદ વિના-દલિત કે પછાતજન્ય “અનામત'ના લાભ વિનાધર્મપરિવર્તન થકી વિદેશી અને વિધર્મી સરકાર તથા ધર્મસંઘો દ્વારા એનાયત થતી શિક્ષણ, વ્યવસાય, નોકરીની ખેરાત વિના, આપબળે તેઓ કેવા આગળ વધ્યા છે; દેશ અને દુનિયામાં તેઓ ક્યાં ક્યાં ફેલાયા છે; કેવાં કેવાં ક્ષેત્રોમાં તેમણે કેવી કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે; ગુજરાત-ભારતના અને પોતે જ્યાં જ્યાં વસ્યા છે તે તે દેશોના વિકાસમાં તેમણે કેવો ફાળો આપ્યો છે તે આ બધા પ્રવાસી–વિદ્વાન લેખકોનાં પુસ્તકો અને લેખો પરથી જોઈ યા જાણી શકાય છે. લેઉવા, કડવા, આંજણા, મતિયા-તમામ પટેલો, ઊંચનીચના નાના-મોટા ભેદ ભૂલી, એક બને, જ્ઞાતિ “ગોળ'ના સંકુચિત વાડા તોડી નાખે, “દહેજ વિધવા-પુનર્લગ્ન નિષેધ જેવી હાનિકર પ્રથાઓ ત્યજી દે, લગ્ન-મરણ પાછળના ભારે મોટા ખર્ચ બંધ કરે, સ્વસમૃદ્ધિનાં વરવાં આડંબર, બેહૂદાં પ્રદર્શન અને અન્ય તેજસ્વી પટેલો તરફના તેજોષથી મુક્ત થાય, અંધ ધાર્મિકતા, વેવલી ગુરુ ભક્તિ, મિથ્યાભિમાન-અનુચિત સ્પર્ધાવૈરભાવ જેવા દુર્ગુણોમાંથી બહાર નીકળે અને સ્વ-જાતિના વિકાસ માટે તન-મન-ધનનો સદુપયોગ કરે, તો પટેલ યા પાટીદાર કોમ નિઃશંક ગુજરાતની જ નહિ, દેશની પણ અગ્રણી કોમ બની રહે. તમામ પટેલોએ આ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. (તા. ૨૭-૬-૨૦૦૩) 79 - 2 સ - Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy