SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૫૯૩ દેશવિદેશે સફળ ગુજરાતીઓ શ્રી કૃષ્ણકાંત વખારિયા ઇતિહાસકારોની નજર જેટલી દૂર દૂર ગઈ છે તેટલી કાળની ગતિને આંબીને માનવસંસ્કૃતિના અવશેષોને ખોતર્યા છે. ઈ.સ. પૂર્વેનાં અનેકાનેક વર્ષોમાં માનવજીવનના બદલાવને જોવા-તપાસવાના પ્રયત્નો થયા છે. એ બધામાં એટલું તો નિર્વિવાદ સાબિત થયું છે કે આ પૃથ્વી પર એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતીમાડુ ન પહોંચ્યો હોય! સૂરજનાં કિરણો સાથે ટીંગાઈને આફ્રિકાના જંગલમાં, વહાણના સઢમાં પવન ભરીને દક્ષિણ પૂર્વેના ટાપુઓમાં અને હાથી, ઘોડા, ઊંટ પર એશિયા યુરોપના દેશોમાં ગુજરાતી પહોંચ્યો જ સમજો અને કામ? કામકાજ વેપાર. સાહસિક વેપારીઓ એ ગુજરાતનું ઉજ્વળ પ્રકરણ છે. જે તે દેશની સંસ્કૃતિને વિકસાવવામાં અનેરો ભાગ ભજવ્યો છે. આજે તો વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાને દેશદેશના સીમાડા ભૂંસી નાખ્યા છે, પણ તોય સમાજજીવનનાં વિવિધ પાસાંઓ જેવાં કે, વેપારઉદ્યોગ, શિક્ષણ, કળાકારીગરી, ધર્મનીતિ, સેવાશશ્રષા વગેરેમાં ગુજરાતી પ્રજાની નામના છે. એટલે જ ચંદ્રકાંત બક્ષીએ એને ગુજરાતી મહાજાતિ' તરીકે ઓળખાવેલ છે. પશ્ચિમના સાગરથી નીકળેલા સાહસિક ગુજરાતીઓએ એક બાજુ અખાતના પ્રદેશો, આફ્રિકા, પશ્ચિમ એશિયાના દેશો તો બીજી બાજુ શ્રીલંકા, જાવા, સુમાત્રા, બાલી, મલાયા, જંગબાર જેવા ટાપુઓ પર સંસ્કૃતિ અને વ્યાપારના ધ્વજ ફરકાવ્યાની વિગતો મળે છે. જાવાના એક વિખ્યાત બોરોબુદુર મંદિરની દીવાલ પર ગુજરાતનું વહાણ કોતરેલું છે. બાલી ટાપુ હજી વૈદિક ધર્મ પાળે છે. ચીન-જાપાનની વહાણવટાપરંપરામાં પણ ગુજરાતની પરંપરાની છાપ જોવા મળે છે. લંકાથી મોતી, બ્રહ્મદેશથી માણેક, જાવા સુમાત્રાથી રત્નો ભરીભરીને વહાણો ગુજરાતનાં બંદરોએ ઠલવાતાં, આફ્રિકાથી વહાણો ભરીને હાથીદાંત આવતા, જંગબાર કે મસ્કત જેવાં નગરોની બાંધણી આપણાં માંડવી કે સલાયા જેવી લાગે. ગુજરાતનાં સંખ્યાબંધ બંદરો દરિયાપારના દેશો સાથેના સંબંધોનાં સાક્ષી છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિ માટે લડત આપવામાં ગુજરાતીઓ મોખરે હતા. દરિયાપારના દેશોમાં વગર તલવારે સંસ્કૃતિ અને વ્યાપારનું સામ્રાજ્ય સ્થાપવામાં ગુજરાતીઓ જ મુખ્ય છે. ભાષા, પોશાક, રીતરિવાજ, શિક્ષણ, ધર્મ, કલા વગેરેમાં ગુજરાત હોય, એવાં દૃષ્ટાંતો શ્રીલંકા, જાવા, સુમાત્રા, આફ્રિકા, મોરેશિયસ કે જાપાન સુધી શોધવા જનારને સહજરૂપે મળી આવશે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી કૃષ્ણકાંત વખારીઆનો પરિચય પણ જોઈએ : શ્રી કૃષ્ણકાંત વખારીઆ બહુમુખી વ્યક્તિત્વ ધરાવે છે. જાણીતા ધારાશાસ્ત્રી, સામાજિક કાર્યકર, ટ્રેડ યુનિયનિસ્ટ, વિદ્યાર્થીનેતા અને અન્ય ઘણી પ્રવૃત્તિઓથી ભરપૂર તેમનું વ્યક્તિત્વ છે. શ્રી કૃષ્ણકાંત વખારીઆએ તેમના વિદ્યાર્થીકાળમાં સૌરાષ્ટ્ર ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ તરીકે કામ કર્યું છે તથા આરઝી હકમત દરમ્યાન ચળવળમાં ભાગ લીધેલો છે. કાયદાના ક્ષેત્રના તેઓ નિષ્ણાંત છે. અમેરિકાના લોસ એન્જલ્સના Wilshire Bar Associationનું માનદ્ સભ્યપદ તેમને આપવામાં આવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ટ્રસ્ટના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી રહી ચૂક્યા છે. તેમણે કાયદા અને બંધારણ ઉપર ઘણાં બધા રાષ્ટ્રીય પરિસંવાદોનું આયોજન કર્યું છે. આ ઉપરાંત કેનેડા, ફિલિપાઇન્સ, જર્મની, યુગોસ્લાવિયા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્તમાં આંતરરાષ્ટ્રીય કાયદા કોન્ફરન્સમાં ભાગ લીધેલો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy