SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ભાગોમાં કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ વગેરેની લોકવાર્તાઓ, દોલતપરી વગેરે જેવી સાતેક બાળકથાઓ આપી છે. વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓનાં છએક જીવન ચરિત્રોનાં પુસ્તકો લખ્યાં છે. બેએક વ્યંગચિત્રો (કટાક્ષવાણી) છે. ઉપરોક્ત પુસ્તકોની જેમ જ, સાથી લેખક નિરંજન વર્માના સહકારથી ‘“સરહદ પાર સુભાષ’ (૧૯૪૩) નામનો અનુવાદ પણ આપ્યો છે. સંત-સાહિત્ય પણ આપ્યું છે. અહીં એ નોંધવું જોઈએ કે વર્ષો પહેલાં ‘કુમાર’ સામાયિકમાં ગજાનન ભટ્ટની પંખી-નિરીક્ષણ' નામની અને તે પછી હિરનારાયણ આચાર્યની ‘વનવગડાનાં વાસી' નામની પશુપંખીનો પરિચય કરાવતી લેખમાળા આવતી હતી. ગુજરાતીમાં આ વિષય ઉપરનું તે પહેલું જ લખાણ હતું. તે પછી વર્મા અને પરમારની લેખક જોડીએ આપેલાં આ વિષય પરના પુસ્તકોમાં આ બે લેખમાળાની સ્પષ્ટ અસર અસર જોવા મળે છે. ખગોળ અને આકાશનિરીક્ષણ માટેનાં પુસ્તકોમાં “ગગનને ગોખે” (૧૯૪૪) અને “આકાશપોથી’’ (૧૯૫૦) છે. આવા ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનારાં આ પુસ્તકો આકાશના સફાઈદાર, સરસ તારા નકશાઓ સાથે આકાશના વિવિધ જ્યોતિપુંજોનો રસઝરતી શૈલીમાં પરિચય તો આપે જ છે, દેશપરદેશની તદ્વિષયક લોકકથાઓ તથા પુરાણકથાઓની માધુરી પણ આપણી સમક્ષ ઠાલવે છે. સહલેખકના અવસાન પછી પણ જયમલ્લભાઈની કલમ જીવનના અંત સુધી વણઅટકી ચાલુ રહી છે. તેમાં “ભૂદાન” (૧૯૫૫) જેવા ત્રિઅંકી અને “ઉકરડાનાં ફૂલ' (૧૯૫૬) જેવા એક–અંકી નાટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત : “આપણી લોકસંસ્કૃતિ” (૧૯૫૭), “લોકસાહિત્ય અને સંસ્કૃતિ' (૧૯૭૭) જેવાં લોકસાહિત્યનાં પુસ્તકો, લોકવાર્તાની રસલ્હાણ' : ૧-૨ (૧૯૮૨), “જીવે ઘોડાં જીવે ઘોડાં!' (૧૯૮૩) ઇત્યાદી સંપાદનો, તેમજ બાળકો માટેની “શેખચલ્લી ગ્રંથાવલિ' (૧૯૫૫) વગેરે જેવા બાળસાહિત્યના તથા “નશાબંધી ગ્રંથાવલિ’ (૧૯૫૯) જેવા પ્રચાર સાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે. હિંદીમાં “ગુજરાત કે ખાંભી ઔર પાળિયા’ (૧૯૭૬) નામનું ઇતિહાસનું પુસ્તક પણ લખ્યું છે. “સમય સમયના રંગ” નામે સંસ્મરણો પણ આલેખ્યાં છે. “અલબેલા પંખીઓ' એ આમ તો ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલા પક્ષી પરિચયની જ સુધારેલી, નવસંસ્કરણ કરેલી કૃતિ છે, જેનું પ્રકાશન ૧૯૯૩માં થયું છે અને તેના લેખક તરીકે માત્ર જયમલ્લભાઈનું Jain Education Intemational પથપ્રદર્શક જ નામ મૂકવામાં આવ્યું છે. તેમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે અને પ્રખ્યાત ચિત્રકાર શ્રી સોમાલાલભાઈ શાહના પક્ષીઓના રંગીન ચિત્રો મૂકવામાં આવ્યા છે. આમાં પંખી પરિચય ઉપરાંત, પ્રજાજીવનમાં પક્ષીઓ, દૂહામાં પક્ષીઓ, લોકગીતો અને લગ્નગીતોમાં પક્ષીઓ વગેરે જેવા પંખીઓને લગતા અભ્યાસલેખો પણ આમેજ કર્યા છે. ‘ગગનને ગોખે” અને “આકાશપોથી’”ની નવી આવૃત્તિ જયમલ્લભાઈના અવસાન પછી ૧૯૯૪માં પ્રસિદ્ધ થઈ છે, જેમાં મૂળના કેટલાંક મહત્ત્વનાં અને જરૂરી તારા–નકશા મૂક્યા નથી અને લેખક તરીકે જયમલ્લભાઈનું જ નામ છે. છોટુભાઈ શંકરભાઈ સુથાર (૧૯૧૧-૧૯૯૩) (બીજાં નામ : અનિકેત જેપાબીઆ-જેપાળીઆ, ઇ. સુ. રમાકાન્ત શર્મા વગેરે) ડૉ. છોટુભાઈ શંકરભાઈ સુથારનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા ચકલાસી ગામમાં ૨૧-૯-૧૯૧૧ના રોજ થયો હતો. મૂળે રાજસ્થાનના જાંગીડ બ્રાહ્મણ, પ્રાથમિક શિક્ષણ ચકલાસી, માધ્યમિક શિક્ષણ નડિયાદ અને ઉચ્ચ શિક્ષણ વડોદરા તેમજ પૂણેમાં લઈ ૧૯૩૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં બી.એસ.સી.ની ડિગ્રી મેળવી. ૧૯૪૦માં પ્રયાગહિન્દી વિશારદની ઉપાધિ પણ મેળવી. ૧૯૪૦માં તેમનાં લગ્ન રમાબહેન સાથે થયેલાં. તેમને ચાર દીકરાઓ અને એક દીકરી એમ પાંચ સંતાનો છે. ૧૧ ઑક્ટોબર, ૧૯૯૩માં તેમનું અવસાન થયું. જીવનની કારકિર્દીનો આરંભ તેમણે શિક્ષકના વ્યવસાયથી કર્યો. સુરત, નડિયાદ, આણંદ વગેરે ગામોની શાળાઓમાં વિજ્ઞાનશિક્ષક તરીકે અને પછી ચાંગા, સુણાવ અને છેલ્લે વલ્લભવિદ્યાનગરના ચારુત્તર વિદ્યામંડળ સંચાલિત ચારેક શાળાઓમાં આચાર્ય તરીકે સેવાઓ આપી. ૩૩ વર્ષની શૈક્ષણિક કારકિર્દી બાદ ૧૯૬૮માં નિવૃત્તિ લીધી, પરંતુ નિવૃત્તિના ચારેક વર્ષ બાકી હતાં ત્યારે ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક હરિહરભાઈ ભટ્ટ અને ગણિતશાસ્ત્રી અને તેમના ચાહક તથા મિત્ર ડૉ. પ્રહ્લાદભાઈ ચુ. વૈદ્યની રાહબરી નીચે સંશોધન કરી ખગોળના ઇતિહાસમાં શોધનિબંધ લખીને ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી હાંસલ કરી. ગુજરાતીમાં લખાયેલો આ શોધનિબંધ “ભારતીય ખગોળશાસ્ત્ર : મૌલિક કે પરપ્રાપ્ત” એ નામે ૧૯૬૬માં પુસ્તક સ્વરૂપે પણ પ્રસિદ્ધ થયો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy