SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ માટે આ સાહિત્ય સર્જનનું કાર્ય સ્વીકારેલું પણ પછી તો એમાં એવા ખૂંપી ગયાં કે ગુજરાતના અન્ય સ્ત્રી-સર્જકોની હરોળમાં એમણે સ્થાન પ્રાપ્ત કરી લીધું. “અખંડ આનંદ” જેવા અગ્રગણ્ય માસિકમાં એમના લેખો છપાવા માંડ્યા. સાથે સાથે લાયન્સ ક્લબની પ્રવૃત્તિમાં પણ સક્રિય બન્યાં. ‘લાયન્સ કલબના પ્રોજેક્ટ અન્વયે એમણે બે પુસ્તકો ૧૯૯૮માં પ્રગટ કર્યા. (૧) “પ્રદૂષણ, આપણી સમસ્યા, આપણો ઉકેલ”- આ પુસ્તિકા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને લાયન્સ કલબ ડિસ્ટ્રીકટ ૩૨૩-બીનું સંયુક્ત પ્રકાશન હતું. આવા જ એક બીજા પ્રોજેકટ હેઠળ એમણે “ઘરથી દૂર એક ઘર” પુસ્તક પ્રગટ કર્યું. જેમાં રઝળતાં, ભટકતાં શેરી બાળકોની વ્યથાનું ચિત્રણ ટૂંકી વાર્તાઓના સ્વરૂપમાં કર્યું છે. પછી તો એમની સાહિત્ય સર્જન યાત્રા વિકસતી ગઈ. અને એમણે એક નોંધપાત્ર સાહિત્યિક પુસ્તક ૨000 ની સાલમાં ગુજરાતના વાચકો અને તેમાંય ખાસ કરીને સ્ત્રી વાચકો માટે “ઉજાસનું પ્રથમ કિરણ” પ્રસ્તુત કર્યું. આ પુસ્તકમાં લતાબેને વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી ૧૦૧ ભારતીય સ્ત્રીશક્તિઓની સંઘર્ષ કથા આલેખેલી છે. આ પુસ્તક એ આપણાં લતાબેનનું ગુજરાતી સાહિત્ય માટેનું ઉત્તમ નજરાણું છે. આ પુસ્તકને “ગુજરાતી સાહિત્ય પરિષદ” અને “ગુજરાત સાહિત્ય અકાદમી”નાં પારિતોષિક પ્રાપ્ત થયાં છે. “રખેવાળ” જેવાં ઉત્તર ગુજરાતના જાણીતા દૈનિકમાં હપ્તાવાર પ્રગટ પણ થઈ રહેલ છે. આ પુસ્તક લતાબેનને ગુજરાતી ભાષાના સર્જકોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. પ્રથમ ભારતીય મહિલાઓને રજૂ કરતું આ પ્રથમ ગુજરાતી પુસ્તક છે. એ પછી તો નવસાક્ષરો માટેના સાહિત્યની રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આયોજાતી સ્પર્ધામાં એમનું પુસ્તક “ધુનકીનો નિરધાર” વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત થયું. આ સ્પર્ધામાં મોકલેલું એમનું બીજું પુસ્તક “ભણતરનું અજવાળું” અને “ધુનકીનો નિરધાર' બંને પુસ્તકો અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના પ્રૌઢશિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત થઈ રહ્યાં છે. ૧૯૯૬માં લતાબેને ભગવદ્ગીતાના અઢાર અધ્યાયમાંથી પસંદ કરાયેલા સારરૂપ. શ્લોકોના હિન્દી અનવાદની એક કેસેટ “ગીતા સંદેશ’ પણ તૈયાર કરી છે, અને માત્ર એક કેસેટમાં સમગ્ર ભગવદ્ગીતાનો નીચોડ સમાવ્યો છે. આપણાં જાણીતાં ગુજરાતી દૈનિકોમાં પણ અવારનવાર પથપ્રદર્શક એમના લેખો પ્રગટ થતા રહે છે. હિન્દી સાહિત્યમાં પણ આપણાં લતાબેને ખેડાણ કર્યું છે. લાયન્સ ક્લબ દ્વારા એમનાં સેવા કાર્યો પણ પ્રશંસનીય રહ્યાં છે. ‘લાયન્સ કલબ ઓફ વસુંધરા” ના મંત્રી તરીકે તેમજ લાયોનેસ ક્લબ ઓફ દિગ્વિજય નગરનાં પ્રમુખ તરીકે તેમણે સમાજ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ઉપરાંત બાળકો માટેની એમની કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ ખૂબ જ પ્રશંસનીય અને અભિનંદનીય રહી છે. હાલમાં તેઓ “માનવ પરિવાર સંસ્થા સાથે સક્રિય રીતે જોડાયેલાં છે. “માનવ પરિવાર’ ની સમાજોપયોગી પ્રવૃત્તિઓ, અને એમાંય ખાસ કરીને ખેડા જિલ્લાના માતરગામમાં દર બીજા અને ચોથા રવિવારે નિયમીત યોજાતા “સર્વ રોગ સારવાર કેમ્પ” કે દરેક કેમ્પમાં લગભગ પાંચથી છ હજાર દર્દીઓ વિનામૂલ્ય નિદાન, દવા, લેબોરેટરી પરીક્ષણ અને ભરપેટ ભોજન મેળવે છે.” એ કેમ્પ તથા સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં “માનવ” સામયિક અંગે તેઓ સેવાઓ આપી રહ્યા, છે. તાજેતરમાં લતાબેન “જય હિંદુ’ ગ્રુપનાં સખી' એવોર્ડથી પણ સન્માનિત થયાં છે. આમ વિવિધ પ્રવૃત્તિઓથી સંકળાયેલાં આપણાં લતાબેન હીરાણી આદર્શ ગૃહિણી તો છે જ, સાથે પ્રવૃત્તિઓનો પણ પમરાટ છે. આપણે ઇચ્છીએ કે પ્રભુ એમને દીર્ધાયુ, સુખમય સ્વાથ્ય અને એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ખૂબ ખૂબ સફળતા બક્ષે એવી પ્રભુ પાર્થના સાથે વિરમીએ. હાસ્ય સાહિત્યની અનેરી સિદ્ધિ શ્રી પલ્લવીબેન મિસ્ત્રી ગુજરાતી હાસ્ય સાહિત્યમાં સ્ત્રી લેખિકાઓ કેટલી? તો એમ કહી શકાય કે આંગળીના વેઢે પણ ગણી શકાય એટલી નહી. ત્યારે આવી માંડ બે-પાંચ સ્ત્રી લેખિકાઓમાં પલ્લવીબેન મિસ્ત્રીનું નામ તો વાચકોના હોઠે અને હૈયે વસી જાય એ સ્વાભાવિક છે. અને એમાંય આ બહેનને હાસ્ય માટેનું પારિતોષિક મળે ત્યારે અમારા જેવા સ્વજનોને તો વિશેષ આનંદ થાય. આમ તો અમારાં પલ્લવીબેન ઘર-ગૃહિણી છે. છતાં એમનો સાહિત્યનો રસ તો સાચે જ આવકારણીય અને અભિનંદનીય છે. અને એમાંય જ્યારે આપણી આ બહેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy