SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ પણ કર્યો. ‘કુમાર’માં એ સમયે શરૂ થયેલી ‘કચ્છનું સંસ્કૃતિ દર્શન' કરાવતી એમની કીર્તિદા લેખમાળાની પશ્ચાદ્ભૂમિ આ રીતે રચાઈ હતી. કચ્છ વિશેના આ અભ્યાસ લેખો પ્રથમ ‘કુમાર’માં લેખમાળારૂપે અને પછી અનેક નવાં ઉમેરણ સાથે ‘કચ્છનું સંસ્કૃતિદર્શન' નામે પુસ્તકરૂપે સને ૧૯૫૯માં પ્રગટ થયાં. આ ગ્રંથને ગુજરાત રાજ્યે પ્રથમ ૨૦૦૦ રૂપિયાના અને પછી કેન્દ્ર સરકારની સાહિત્ય અકાદમીએ રૂ. ૫૦૦૦ના પારિતોષિકથી નવાજ્યો. એ યાદગાર ગ્રંથમાં કચ્છના ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તર ને પુરાતત્ત્વ, પ્રાચીન શિલ્પસ્થાપત્ય ને લોકકળા, લોકમાનસ અને લોકકથાઓ ત્યાંની પ્રાણીસૃષ્ટિ ને તેનો વિશિષ્ટ રણપ્રદેશ આદિ સૌનો પરિચય મળે છે. આ ગ્રંથના લેખો માટે શ્રી રામસિંહજીએ એક લાખ માઈલનો પ્રવાસ ખેડ્યો હતો અને બાવીસ વર્ષ સુધી પરિશ્રમ લીધો હતો. આમ કચ્છી લોકસંસ્કૃતિ પરનો આવો અમૂલ્ય ગ્રંથ સંપડાવવા પાછળ રામસિંહજીના અથાક શ્રમ, અખંડ ઉજાગરા, જીવનભરની ઉપાસના અને અભ્યાસનિષ્ઠા જણાઈ આવે છે. એમાં કચ્છી બોલીનાં રંગછાંટણાંવાળી એમની ઓજસ્વી લખાવટની શૈલી સાથે એમણે મૂકેલાં રેખાંકનો, પોતે જ પાડેલા મબલખ ફોટોગ્રાફ્સ અને દોરેલા નકશાઓ પરથી એમની બહુમુખી શક્તિની પ્રતીતિ થાય છે. આથી તો કવિશ્રી ઉમાશંકરભાઈ જોશી જેવાએ કહેવું પડ્યું કે, ‘કચ્છમાં જે ખમીર અને સાહસવૃત્તિ તથા દરિયાલાલની પ્રીતિ છે તેનાં સંશોધન માટે શ્રી રામસિંહજી રાઠોડ સાચે જ વનરાજ છે.' જાણીતા વિવેચક શ્રી અનંતરાય રાવળે આવકારતાં કહ્યું હતું કે, પ્રત્યેક જુવાનોને પ્રેરણાદાયી નીવડે એવો શ્રી રાઠોડનો ગ્રંથ કચ્છ વિશે ઓછું જાણનાર ગુજરાત અને ભારતવર્ષને તેમણે ભરપેટે માહિતી પૂરી પાડી છે.' અંગ્રેજી દૈનિક ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' (મુંબઈ)ના તંત્રીએ ગ્રંથ માટે કલગીરૂપ નોંધ આ મુજબ લખી છેઃ ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’ પુસ્તક એવું છે કે જેનો અનુવાદ ભારતની તમામ ભાષાઓમાં થવો જોઈએ અને ભારતના પ્રત્યેક વાચનાલયોમાં તે પુસ્તકને વસાવવું જોઈએ.' આટઆટલા આવકાર આદર પછી ગુજરાત સાહિત્યસભાએ સને ૧૯૬૨ના વર્ષનો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક તા. ૧૮ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ શ્રી રામસિંહજીને અર્પણ કરી એમની આ સેવાઓને બિરદાવી. એ પછી રામસિંહજીભાઈએ કચ્છી કલાઓને આવરી લેતો ચિત્ર, રૂપકડો અને મૂલ્યવાન ગ્રંથ ‘રામરાંધ’ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કર્યો. મુંબઈના ધક્કા, ભારે મોટા આર્થિક રોકાણોનો થાક અને ચિંતા એમના શરીર પર સતત વરતાયા કરતા હતા. એમની Jain Education Intemational પથપ્રદર્શક પાસે કચ્છી કલાના અલભ્ય અસંખ્ય નમુના હતા. એમણે દીર્ધદષ્ટિ વાપરીને ‘ભારતીય સંસ્કૃતિદર્શન’ નામક સંગ્રહસ્થાન એકલપંડે ઊભું કર્યું. ઉમાશંકરભાઈ જોશી અને પૂ. મોરારીબાપુએ એમને આશીર્વચન આપ્યા. જીવનભરની અમૂલ્ય કમાણી એમણે ‘ભારતીય સંસ્કૃતિદર્શન' ને અર્પણ કરી. કહેવાય છે કે કોઈ ટ્રસ્ટે આ સંગ્રહસ્થાન ખરીદવા માટે કરોડ રૂપિયાની ઓફર કરેલી પણ કલાપ્રેમીને તો આ વાત સાંભળતાં જ આઘાત લાગેલો. આઘાતની આવી વાતો સ્વજનો સિવાય કહે પણ કોને? કુટુંબ માટે કરોડો કમાઈ લેવાની વાતને જવા દઈને કચ્છી પ્રજાને આ સંગ્રહસ્થાન અર્પણ કર્યું. એ એમની વતનપરસ્તી, વતનપ્રેમને સલામ કરવી જોઈએ. ૨૫ જૂન ’૯૯ના રામસિંહજીભાઈના અવસાનને ૨ વર્ષ પૂરાં થયાં. આજે એમનાં ધર્મપત્ની ભારતીબા‘ભારતીય સંસ્કૃતિદર્શન'નાં અધ્યક્ષા છે. શ્રી રામસિંહજીભાઈના પરમ મિત્ર શ્રી મધુભાઈ ભટ્ટ ઉપાધ્યક્ષપદે હતા. એ પણ આજે આપણી વચ્ચે નથી. આશાપુરા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી નવનીતભાઈના સહયોગથી શ્રી રામસિંહજીભાઈએ સ્થાપેલા સંગ્રહસ્થાનની ઇમારત રૂ. ૨૦ લાખના ખર્ચે ઊભી થઈ રહી છે. ડિસેમ્બરમાં એના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી રામસિંહજી રાઠોડ સ્મૃતિગ્રંથ પણ આ લેખકના હસ્તે સંપાદિત થઈને પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. કચ્છની યાત્રાએ જનાર લોકસંસ્કૃતિપ્રેમીઓ માટે ‘ભારતીય સંસ્કૃતિદર્શન' તીર્થયાત્રાસમું બની રહેશે અને શ્રી રામસિંહજીભાઈના નામના સુવર્ણચંદ્રકો આ ક્ષેત્રે સંશોધનકાર્ય કરવા માટે નવા નવા સંશોધકોને પ્રેરણા આપતા રહેશે એમ માનું છું. કેટાબકામના કસબી : તેજીબહેન મકવાણા વિશ્વભરમાં પોતાની કલાનો ડંકો વગાડનાર તેજીબહેનનો જન્મ સને ૧૯૪૫માં સિંધ પ્રાંતમાં હૈદરાબાદ ખાતે એક કચ્છી હિરજન કુટુંબમાં થયો હતો. એમના પિતા કડિયા કંતરાટી શ્રી નગારામ કમારામ ચૌહાણને પાંચ દીકરીઓ હતી. એમાં તેજીબહેન ચોથા નંબરનાં દીકરી. ભારત પાકિસ્તાનના ભાગલા પડતાં સિંધ પ્રાંતમાંથી હિજરત કરીને તેઓ કચ્છમાં આવ્યાં ને ત્યાંથી કામધંધાર્થે અમદાવાદ આવીને વસ્યાં. આર્થિક નબળી પરિસ્થિતિને કારણે તેજીબહેનને મા–બાપ ભણાવી ન શક્યા અને નાનપણથી જ ઘરકામમાં લગાડી દીધાં. અડોશપડોશમાં કપડાં-વાસણનું કામ તેઓ કરતાં રહ્યાં. એમનાં બા ગોદડીઓ બનાવવાનો કસબ સારો જાણતાં. તેઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy