SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પથ પ્રદર્શક er. ૩૦૮ અને રંગયોજના વિષયાનુરૂપ રહી છે. તેમણે ભીંતચિત્રોથી સુરતનું “ગીતાંજલિ' અને નવસારીનું ‘નટરાજ' થિએટર શણગારેલ છે. મુંબઇની હોટેલ ‘હોરાઇઝન' માટે તેમણે ભારતીય ઉત્સવોની આખી ચિત્રશ્રેણી તૈયાર કરી આપી છે. ૧૯૬૫ થી તેઓ ગાંધીજીના જીવનપ્રસંગોની ચિત્રશ્રેણી સર્જી રહ્યા છે. જેમાં ૧૦૦થી વધુ ચિત્રો તૈયાર થઇ ચૂક્યા છે. ૧૯૪૪માં સ્વ. જગન્નાથ અહિવાસીના માર્ગદર્શનમાં વિક્રમ શતાબ્દી નિમિત્તે હીરાભાઇએ ભારતની મહાન વિભૂતિઓની ૩૦જેટલી તસવીરો કરી આપી હતી. હીરાભાઈ પટેલના ચિત્રો કલાશાળાના પ્રદર્શનો, બોમ્બે આર્ટ સોસાયટીનાં પ્રદર્શનો વ.માં પ્રદર્શિત - પુરસ્કૃત થયા છે. “મુંબઈ સમાચાર' વાર્ષિક અંક તેમજ ‘કુમાર' માં તેમના ચિત્રો છપાયાં છે. મુંબઈ- જૂના સચિવાલયથી લઇને બ્રિટનની રાણી એલીઝાબેથ સુધીના વિવિધ સંગ્રાહકો પાસે તેમનાં ચિત્રો જળવાયાં છે. ફિલ્મક્ષેત્રમાં કલાનિર્દેશકની જવલંત કારકિર્દીના પરિપાકરૂપે ૧૯૬૧થી આજ સુધીમાં તેમને મળેલા માન-સન્માન અને ઇનામોની સંખ્યા ૩૦ના આંકને વટાવી ચૂકી છે. “મહાકવિ કાલીદાસ' માટે પ્રથમ એવોર્ડ (૧૯૬૧), સરસ્વતીચંદ્ર, બલરામશ્રીકૃષ્ણ, જયસંતોષીમા, મેના ગુર્જરી, સોનબાઇની ચુંદડી, ખમ્મા મારા વીરા, રાજા ભર્તુહરિવ. ચિત્રપટોનારજતજયંતી પારિતોષિકો મળ્યા. ૪૫૦ થી વધુ હિંદી, ગુજરાતી, ભોજપુરી ફિલ્મો તથા ટી.વી. સિરીયલોના કલાનિર્દેશનથી ખ્યાતિપ્રાપ્ત હીરાભાઇને મળેલું સર્વોચ્ચ સન્માન તે ૧૯૮૯માં “ચલચિત્ર અમૃત મહોત્સવ નિમિત્તે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મદ્રાસ ખાતે યોજાએલ ખાસ સમારોહમાં તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીના હસ્તે અર્પણ થયેલ સ્મૃતિપદ્મને ગણાવી શકાય. મુંબઇની બે સંસ્થા - અભિવાદન ટ્રસ્ટ તથા ‘આંતર ભારતી’એ પણ અનુક્રમે ૧૯૮૬ તથા ૧૯૮૯માં તેમને સન્માનીત કર્યા છે. ચલ ચ 21 જગતમાં પાંચદાયકાની દીર્ઘ સેવા પછી હીરાભાઈ પટેલે આ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત આ કલાકારનું ૨ ફેબ્રુઆરી, ૨૦૦૨માં દેહાવસાન થયું. ગરબે રમવાને ગોરી નિસર્યા' * સંદર્ભ સૌજન્ય: કનુ નાયક મમળા હાસ્યના સફળ વ્યંગ ચિત્રકાર ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય ‘જાદૂગરની માફક હવામાંથી તેમને વિષય હાથ લાગે છે.” એમ કહીને સ્વ. કલાગુરૂ રવિશંકર રાવલે જેમની ઓળખ આપેલી અને જેમના કટાક્ષચિત્રોમાં નર્મમર્મની સૂક્ષ્મતાનું ને તેથી જ સુરૂચિનું તત્વ સારા પ્રમાણમાં સચવાઈ રહે છે તેવાં વ્યંગચિત્ર સર્જક એટલે - ડૉ. શ્રી ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ આચાર્ય તા. ૧૭ નવે. ૧૯૨૬માં ઉંઝામાં તેમનો જન્મ. તેમની કારકિર્દીનો મુખ્ય વિષયતો રહ્યો છે અર્થશાસ્ત્રી. ૧૯૪૭માં | અર્થશાસ્ત્ર સાથે બી. એ. અને પત્રકારિત્વના એવોર્ડ સાથે કાર્ટૂનિસ્ટ ૧૯૪૯માં એમ. એ. થયા બાદ મુંબઇની સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં રિસર્ચ ફેલો તરીકે સંશોધન કરી ઇકોનોમીકસ ઓફ મિનીમમ વેજીસ' - લઘુત્તમ અર્થશાસ્ત્ર પર તેમણે તૈયાર કરેલ મહાનિબંધ માટે તેમને મુંબઈ યુનિ.માંથી પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત થઇ. તેમણે “દારૂબંધી તપાસ સમિતિ', “સૌરાષ્ટ્રમહેસાણા જિલ્લાની આર્થિક મોજણી' વ.માં આપેલા તલસ્પર્શી અહેવાલોના કારણે જાણીતી આંતરરાષ્ટ્રીય તેલ કંપનીઓ (ESSOઅને HPCL)એ પોતાના આર્થિક પ્રશ્નોના સલાહકાર તરીકેના ઉચ્ચ હોદ્દાપરડો. આચાર્યની નિમણૂક કરી. આ સ્થાન પર દીર્ઘકાલ સુધી સેવા આપી જોઇન્ટ ફાઇનાન્સીયલ આંતરરાષ્ટ્રીય કાર્ટુન પ્રદર્શન (કેનેડા)માં રજૂ થયેલ આ કાર્ટૂનમાં “ગ્રીડ' (લાભ) “ડિસ્ટ્રસ્ટ' કંટ્રોલરપદેથી હવે પોતેT(અવિશ્વાસ)ને “હેડ' (ધ્રુણા)ની આગમાં નિવૃત્ત થયા છે. | જલતી પૃથ્વી પર પણ માનવીઓ ટકી રહ્યા છે અંત:પ્રેરણાથી જ તેઓ તે ત્રણે શબ્દોને જવાળાના રૂપમાં દર્શાવાયા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy