________________
૩૫૮
ચિત્ર સર્જક અને ટેક્ષ્ટાઇલ ડીઝાઇનર
શ્રી તનસુખ મહીંચા
વર્ષો પહેલાં ઊંડાણપૂર્વકની વિચારણા પછી તે એક ક્લાકાર અને ડીઝાઇનર થવાનો હતો. કાપડ પર ડાય-રંગો વર્લ્ડ ચિત્રા કરવાની તેનામાં પુરી ધીરજ અને કૌશલ્ય હતા. એક સમર્થ ડીઝાઇનર અને સમગ્ર ભારતના વિવીંગ સર્વિસ સેન્ટરના અધિકારી તરીકે વીંસ કરતા પણ વધુ વર્ષોથી કામ કરી ચૂકેલા આ કલાકારે ભારતીય ટેક્ટાઇલ ક્ષેત્રે પોતાની કલાનું પ્રકટીકરણ કર્યું છે... આ ક્લાકારમાં સર્વતોમુખી પ્રતિભા છે, ' ખ્યાતનામ કલાકાર અને કલાપ્રાધ્યાપક શ્રી કે. જી. સુબ્રમન્યમના ઉપરોકત અવતરણમાં જે કલાકારની પ્રતિભાનો ઉલ્લેખ છે તેનું નામ છે -
શ્રી તનસુખ મહીયા
તા. ૯ જાન્યુઆરી - ૧૯૪૫માં રાજકોટમાં તેનો જન્મ. શાળા શિક્ષણ રાજકોટની શ્રી દેવકુંવરબા મીડલ સ્કૂલ અને પછી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં લીધું. દેવકુંવરબાસ્કૂલમાં ચિત્રશિક્ષક સ્વ. શ્રી અશ્વિનભાઇ વ્યાસનાસાનિધ્યમાં ચિત્રકલાની પ્રાથમિકતાલિમ મેળવી. પછ.આર્કેડ હાઇસ્કૂલમાં શ્રી બળવંતભાઇ જોષી અને સ્વ. શ્રી હરિભાઈ ભટ્ટનો માર્ગદર્શનમાં ડ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી. ઉચ્ચ ક્લાની તાલિમ ફાઇન આર્ટસ સોસાયટીમાં સ્વ. છે. શ્રી રમેશભાઇ ભટ્ટ પાસે આરંભી ત્યાં તેને વડોદરા જવાની ત
સાંપડી. ફેકલ્ટી ઓફ
ફાઇન આર્ટસમાં પ્રો. બે, પ્રા. કે.
સુબ્રમણ્યમ જેવાં
કલાકારાં ના
માર્ગદર્શનમાં ચાર
વર્ષ (૧૯૬૪ - ૧૯૬૮) અભ્યાસ કરી ડિપ્લોમા ઇન ફાઇન આર્ટસ પેઇન્ટીંગ)નીપદવી પ્રાપ્ત કરી. પછી
૧૯૬૮ થી ૭૧ ૬ ૨ િમ યા ન અમદાવાદની
Jain Education International
પથ પ્રદર્શક નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનમાં ટેક્ષ્ટાઇલ ડીઝાઇનનો અભ્યાસ કરી પોસ્ટ ગ્રેજયુએટ થયા. એ જ સંસ્થામાં એકાદ વર્ષ ટીચીંગ અનુભવ લીધો. ૧૯૭૨માં ફ્રીલાન્સ કલાકાર તરીકે ફોટોગ્રાફી અને ટેક્ષ્ટાઇલ (હેન્ડલૂમ) ડીઝાઇનર તરીકે કામ શરૂ કર્યું.
૧૯૯૫નીફેબ્રુઆરીથી અમદાવાદ ખાતેના વિવર્સ સર્વિસ સેન્ટરમાં ડીઝાઇનર તરીકે કારકિર્દી આરંભી. આ વિભાગમાં વીસ કરતાં પણ વધુ વર્ષો કામ કરતાં કરતાં ડેપ્યુટી ડાયરેકટર (ડીઝાઇન)ના સ્થાન પર પહોંચ્યા. એ દરમિયાન બદલીઓ થતાં પશ્ચિમ અને ઉત્તર ભારતના લગભગ વિવર્સ સર્વિસ સેન્ટર્સમાં ફરજો બજાવી, કેન્ડલુમ ઉત્પાદનો, તેની પ્રાચીન અને આધુનિક પરંપરા, રંગો, માધ્યમો, પધ્ધતિઓ વિષે ઊંડું જ્ઞાન અને અનુભવો મેળવ્યા. હેન્ડલૂમ વણાટ અને રંગાટમાં ઊંડુ સંશોધન અને સંવર્ધન કર્યું, જેના કારણે પરંપરાગત હેન્ડલૂમ બનાવટો માટે દેશ ઉપરાંત વિદેશોમાં માગ વધી. તનસુખ મહીથાએ તૈયાર કરેલ કલમકારી ટેક્ષ્ટાઇલ વર્ક ‘ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા'ના કાર્યક્રમ વખતે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મન, જાપાન અને મોસ્કો ખાતે પ્રદર્શિત કરવામાં આવેલ. પરંપરાગત તાથવાટની ડીઝાઇનોમાં તેણે પોતીકે કલ્પન ઉમેરીને તૈયાર કરેલાં ૫૨દા અને વોલપીસનું અનોખું આકર્ષણ ઊભું થયું છે. જો કે આ કલાકાર ટેસ્ટાઇલના તાણાં અને વાણાંમાં જ ગ્રંથાઇ નથી રહ્યા. સમય તા૨વીને મૂળ શોખ - ચિત્રસાધના પણ કરી લે છે. તે કરે છે : 'મારા ચિત્રો આ ટ્રેડીશનલ ટેક્ષ્ટાઇલનો અભ્યાસ કરતાં કરતાં તેની અસરમાંથી જ ઉત્પન્ન થયેલા છે. મારું મૂળ માધ્યમ વોટરકલર જ રહ્યું છે, જે રાજકોટની દેન છે.'
રાજય કલા પ્રદર્શન માં મહીયાના ચિત્રો પ્રદર્શિન થયા છે. લલિત
ફૂલપાન અને માનવઆકૃતિનું મીનીએચરશૈલીમાં સંયોજન
For Private & Personal Use Only
કલા અકાદમીની શિબિરોમાં પણ તેમણે ભાગ લીધો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં તેમને અકાદમીની સીનિયર ફેલોશીપ મળેલી. તેમના નિા પ્રદર્શનો અમદાવાદ- (૧૯૮૮ ૧૯૯૫)માં બજાજ, મુંબઇ (૧૯૮૯)માં, ત । જ - ઈદ (૧૯૮૩)માં પોજાયાં છે. તેમને મળેલાં એવોર્ડમાં માયસોર (લેન્ડસ્કેપ ૧૯૮૬), આઇફેકસ-નવી દિલ્હી
www.jainelibrary.org