SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ પ્રતિભાઓ કૃતિઓ સચવાઇ છે. તેમનું ‘તુફાન' ચિત્ર ન્યૂયોર્ક મ્યુઝિયમમાં, મહિયારી' ચિત્ર મુંબઇ સચિવાલયમાં, ઉપરાંત પોરબંદરના આર.જી.ટી.કોલેજના પ્રાર્થનાખંડની ભીંતો પર તેમણે કરેલા વિવિધ ધર્મના સંતો, ગુરૂઓ, મહાપુરૂષોના ભીંતચિત્રો આજે પણ તેમની મ્યુરલ કલાની સિધ્ધીની સાક્ષી પૂરે છે. પોરબંદરની વિવિધ સંસ્થાઓ, નટવરસિંહજી એકવેરીયમ, કમલા નહેરૂ પાર્ક, હોટેલ ઓસનિક વ.ની દિવાલો પર તેમના ભીંતચિત્રો શોભાયમાન છે. પોતાના સહધર્મી કલાકાર સ્વ. શ્રી દેવજીભાઇ વાજાના સહકારથી અરિસિંહભાઇએ પોરબંદરના “શ્રી રંગમ' કલામંડળની પ્રવૃતિઓને નવોદિત કલાકારોને માર્ગદર્શન- પ્રોત્સાહન આપ્યું છે. ૧૯૭૯માં પોરબંદરની લાયન્સ કલબે પોતાના શહેરના આ પનોતા કલાકારનું સન્માન યોજયું હતું. તદુપરાંત રાજકોટ અને અમદાવાદના કલાશિક્ષક સંઘોએ પણ તેમને સન્માનીત કર્યા છે. ઉચ્ચકલા પરિક્ષણમાં પણ સેવા આપી ચૂકેલા આ કલાકારને બિરદાવતા “કુમાર'માં નોંધ છે. | ‘જયારે કોઇ કલાકાર પોતાના વતનના પ્રાણીઓને, દ્રશ્યોને, પાત્રોને પોતાની પીંછીએ આલેખે છે ત્યારે તેમની લાક્ષણિકતા અને રૂપસૌંદર્યની સૌને પ્રતિતી થાય છે.....અરિસિંહ રાણાની કલામેઘાએ પોતાની જાતિ અને વતનના તેજ પારખ્યા છે. અને પોતાની કલામાં તેના સ્વરૂપો બિરદાવી રહ્યા છે... પોતાના સમાજને કલારસથી તૃપ્તિ આપનાર આ કલાકારની સફળતાનો આંક છાપાંળવી પ્રસિધ્ધિ કે મેળાવડાના માન- ચાંદથી કયાંય વિશેષ છે.” માનવીય ઉદાત્તતાની મશાલ રવરૂપ કલાકાર સ્વ. શ્રી વિનાયકભાઇ પંડયા ‘કલાસૃષ્ટિનો તલસ્પર્શી પરિચય પામી મુદ્રણકલામાં સર્જનો કરવાની ક્ષમતા ધરાવતા વિનાયકભાઈ ગુજરાતના પહેલા કલાકાર છે જેને નિર્વાહ માટે ટયુશનો કે કલાશિક્ષકની નોકરી કરવી પડી નથી.' સ્વ. કલાગુરૂ શ્રી રવિશંકર રાવલનું આ વિધાન જેમના માટે કરાયું હતું તે કલાકારનું નામ છે - શ્રી વિનાયકભાઇ હિરાલાલ પંડયા ઇ. ૧૯૧૩માં ભાવનગરના સંસ્કારી પંડયા પરિવારમાં તેમનો જન્મ. પોતે શ્રી દક્ષિણામૂર્તિ શાળામાં સ્વ. કલાશિક્ષક સોમાલાલ શાહના પહેલા પ્રથમ વિદ્યાર્થી, રાષ્ટ્રીયતાના વાતાવરણ વેળા રચનાત્મક પ્રવૃત્તિમાં જોડાયા અને ગુજરાત વિદ્યાપીઠમાંથી ‘વિનીત' થયા. કલાનો ઉચ્ચ અભ્યાસ મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં કર્યો. પાંચ વર્ષના અભ્યાસ પછી પેઇન્ટીંગ વિષયમાં જી. ડી. આર્ટ થયા. અહીં સ્વ. શ્રી જગન્નાથ અદિવાસીજી પણ તેમના કલાગુરૂ રહ્યા. એ દિવસોમાં તેમના એક દ્રશ્યચિત્રને ઇનામ મળ્યું. તેમનું “તુલસીપૂજા' ચિત્ર જ. જી. કલાશાળાની મુલાકાતે આવેલા ગવર્નર જનરલ લોર્ડ બ્રેબોર્નને ભેટ સ્વરૂપે અપાયું. મ્યુરલ અને કેમેરામાં ચિત્રો કરવાના અનુભવો પણ મેળવ્યા. મુંબઇમાં વિપુલ વિઝયુઅલ આર્ટ સુડિયોની સ્થાપના કરી. ગુજરાતી ફિલ્મ ‘મળેલા જીવ' નું કલાનિર્દેશન કર્યું. થોડો સમય મુંબઇના ઇન્ફર્મેશન અને પબ્લીકેશનમાંચીફ આર્ટીસ્ટરીકે માર્ગદર્શન પણ આપ્યું. ભાવનગરમાં શ્રી માર્કડ ભાઈ ભટ્ટ (જેઓ વડોદરા ફાઇન આર્ટ ફેકલ્ટીના પ્રથમ ડીન થયેલા) ના સહકારમાં નટરાજ થીએટરમાં મ્યુરલ્સ કર્યા. સ્વ. ચિત્રકાર કુ. મંગળસિંહજીની ઇચ્છા પ્રમાણેલાઠીનાં રાજમહેલમાટેનકભીંતચિત્રો કરી આપ્યા. વિનાયકભાઇ માનતા કે કલા માત્ર શ્રીમંતોના આવાસમાં કેદ પૂરાય તેના બદલે તે વધુ ને વધુ લોકભાગ્ય બનવી જોઇએ. પોતાની આ ભાવનાની પૂર્તિ માટે તેમણે સૌરાષ્ટ્ર સરકાર માટે “સ્વાસ્થય અંગેનાં સૌ જેટલાં પ્રચારચિત્રો તૈયાર કરી આપેલાં. ૧૯૨૦થી ૩૦ના ગાળામાં રાષ્ટ્રવાદ અને સેવા- ત્યાગના વાતાવરણથી પ્રેરીત થઇને વિનાયકભાઇએ પણ ગામડા ખુંદી રચનાત્મક પ્રવૃતિઓ કરી. કોમી. અશાંતિ વખતે ‘વિશ્વ શાંતિ'ની ભાવના દર્શાવતા ચિત્રોનું સર્જન કર્યું. બાળકેળવણીકાર શ્રી વિમલબહેન સાથે લગ્ન થયા પછી તેમણે વડોદરાને કાર્યક્ષેત્ર બનાવ્યું. અમેરિકાની મિશીગન સ્ટેટ કોલેજમાંથી ઢોલવાદન (રેખાંકન) * સંદર્ભ સૌજન્ય : ૧, કુમાર (જાન્યુ. ૧૯૬૬) ૨.ગુજરાતી સાહિત્ય પરિષદ સ્મરણીકા (૧૯૭૬) ૩.ગતિશીલ શિક્ષણ (નવે.૧૯૯૦) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy