SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૯૩ માંગલ્યના મધુકશે કલાઅ 6 રિલકના અવાડવા સમાન પામ્યા . ' સંસ્કૃતિના વિવિધ પ્રવાહોમાં સંતો અને શિક્ષણકારો દ્વારા ગુજરાતે એક આગવી સાંસ્કૃતિક પરંપરાનું સંવર્ધન કરીને ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. લોકસમૂહની વચ્ચે આપણી આસપાસ જે કેટલાક પરમાર્થીઓની વિશિષ્ઠ માહિતી ઉપલબ્ધ બની છે તેના પ્રેરણાદાયી પ્રસંગો “માંગલ્યના મધુકરો” લેખમાળા દ્વારા રજૂ કરનાર શ્રી કેશુભાઈ ભટ્ટ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માન પામ્યા છે. | - બોટાદ તાલુકાના ભાંભણ ગામેથી પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરનાર પ્રાથમિક, આજીવન, ખાદીધારી, પ્રકૃતિ પ્રેમી, ટીમાણામાં રહીને શિક્ષક તરીકેની કામગીરી સાથે સતત સાહિત્ય સર્જન, વિદ્યાભ્યાસ અને સામાજિક સેવાના ઉમદા કાર્યો કરતા રહ્યા. “અખંડ આનંદ', “કવિતા', “દીવડી', 'મિલાપ' જેવાં સામયિકોમાં તેમનાં કાવ્યો પ્રગટ થતાં રહેતા. પોતાના ગામ ટીમાણાનો ઇતિહાસ તેમ જ પોતે જે જ્ઞાતિમાં જનમ્યા તેનો ઐતિહાસિક સંદર્ભ ગ્રંથ તૈયાર થઈ પ્રગટ થવાના આરે છે. પોતાના ગામનાં પૌરાણિક મહત્ત્વ ધરાવતાં સ્થળોની માહિતી રાખી, આર્કિઓલોજિકલ વિભાગનો સંપર્ક કરી જાણકારી આપીને ગામનું ઐતિહાસિક ગૌરવ જાળવ્યું. . . ગામમાં જૂની શાળાના જીર્ણોદ્ધાર માટે નવી ૧૨ ઓરડાની શાળાનું બાંધકામ કરી શૈક્ષણિક સુવિધા ઊભી કરેલ છે. ગામનું શિવમંદિર હોય કે રામજી મંદિર હોય, નદીમાં ચેકડેમ હોય કે સ્મશાનની સુંદરતા હોય, તેઓ હંમેશાં પોતાનાં અંગત કામને છોડીને સમાજના કામમાં અગ્રેસર રહ્યા છે. નાતજાતના ભેદભાવ વગર ગામના ગરીબ મુસ્લિમ પરિવાર હોય કે અંત્યજનોના આજીવન આધાર બનીને રહ્યા છે. | ‘પાલીવાલ જ્યોત’ નામના માસિક સામયિકના તંત્રી તરીકે સુદીર્ધ સેવા આપેલ છે. હાલમાં પાલીવાલ બ્રહ્મ સમાજના સમૂહ યજ્ઞોપવિત / લગ્ન સમિતિના સલાહકાર પ્રમુખ તરીકે સેવા આપે છે. પોતે સંસ્કૃતિના ચાહક હોઈ આપણી પરંપરાઓ પર્યાવરણ તથા લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્ર લોકસંસ્કૃતિ પ્રતિષ્ઠાન નામના ટ્રસ્ટના અધ્યક્ષપદે રહીને સેવા આપી રહ્યા છે. પોતાની શિક્ષક તરીકેની કામગીરીના પરિપાકરૂપે હાલમાં રાજ્યના શિક્ષણ વિભાગમાં વિશેષજ્ઞ તરીકે નિમાયેલા છે. કુ. ભાવનાબહેન ભટ્ટ પણ શિક્ષણકાર્યમાં ઓતપ્રોત છે. માંગલ્યના મધુકરો જેવા અનેક કલામર્મજ્ઞ, સાહિત્યકારો, લેખકો, કવિઓ સાથે અંગત ઘરોબો રાખીને ખળખળ ઝરણાં જેવું તંદુરસ્ત જીવન કેશુભાઈ જીવી રહ્યા છે. આબાલવૃદ્ધના મિત્ર તરીકે અપાર લોકચાહના મેળવીને ગ્રામ્ય વિસ્તારની સેવામાં રત છે. આ ગ્રંથશ્રેણીના શ્રીગણેશ મંડાયા ત્યારથી લઈને આજ સુધી આ ગ્રંથશ્રેણી આયોજનના શુભેચ્છકશ્રી કેશુભાઈને ધન્યવાદ! ના સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy