SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પૂ.શ્રી કંકુબાઈ મ.સ.એ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર વગર ક્ષેત્રોમાં વિચરી, લોકોને ધર્મોપદેશ આપી અનેક લોકોને ધર્મમાર્ગે વાળ્યા. ઘણાં બહેનોને સંસારની અસારતા સમજાવી તેમને દીક્ષિત કર્યાં. તેમના પરિવારનાં અનેક મહાસતીજીઓ આજે પણ ૨૫૦ વર્ષ પછી જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરીને ધર્મોપદેશ આપી રહ્યાં છે. આમ ઘણાં વર્ષો સુધી કઠોર સંયમ પાળી અનેક જીવોને ધર્મબોધ આપી તેઓનો આત્મા પરલોક ભણી અંતિમ પ્રયાણ કરી ગયો. આપને અમારાં અગણિત વંદન હો! “આ તારું ઘર તને મરણાદિ આપત્તિઓથી બચાવી શકતું નથી. આ તારા બાંધવ (સ્નેહીજન) તે તો બંધનનાં મૂળ-બંધ કરાવનાર છે. દીર્ઘકાળથી પરિચિત દારા (સ્ત્રી) તો આપદાઓનું દ્વાર (દરવાજો) છે. આ તારા પુત્રો તે તો તારા આત્માના શત્રુઓ છે. એ પ્રકારે વિચારી આ સર્વ દુ:ખના કારણભૂતને ત્યાગી દે અને જો સહજ સુખને ઇચ્છે છે તો નિર્મળ શુદ્ધ ધર્મનું સેવન કર!” તીર્થસ્વરૂપા પૂ. શ્રી નાથીબાઈ મહાસતીજી શુભ નામ : નાથીબહેન. જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૩૩, ફાગણ સુદ ૭, ઈ. સ. ૧૮૭૭, માર્ચમાં પ્રાંતિજ મુ. માતાપિતા : માતા શ્રી ગુલાબબહેન, પિતાશ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહ, દીક્ષાદાતા : ગુરુણીમૈયા : પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી જડાવબાઈ આર્યાજી, સંયમસ્વીકાર : સં. ૧૯૬૧, માગશર સુદ ૭, તા. ૧૦૧૨-૧૯૦૪, ગુરુવારે, મુ. પ્રાંતિજ. 1: સંપ્રદાય : દરિયાપુરી આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : દીક્ષા પહેલાં : ‘દશ વૈકાલિક સૂત્ર’ અને ‘ઉ. સૂત્ર ૧૯મું અધ્યયન’ કંઠસ્થ કર્યું. ૧૦૦ ઉપરાંત થોકડાં, ૩૦૦-૪૦૦ સજ્ઝાયો કંઠસ્થ કરી લીધી. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ઘરે શીખ્યાં. દીક્ષા બાદ : ‘ઉત્સૂત્ર’, ‘દશ વૈકાલિક’, ‘નંદી સૂત્ર’, ‘દશાશ્રુત સ્કંધ’, ‘અનુત્તરોવવાઈ’, ‘સુખ વિપાક સૂત્ર’ વગેરે કંઠસ્થ કર્યાં. દીક્ષાપ્રદાન : પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ., ઝબકબાઈ મ.સ., શકરીબાઈ મ.સ., તેમનાં પ્રશિષ્યાઓ સર્વશ્રી : બા. બ્ર. Jain Education International ૨૬૦ પૂ. આનંદબાઈ, જસવંતીબાઈ, કુસુમબાઈ અને પ્રફુલ્લબાઈ, શકરીબાઈ. કાળધર્મ : સં. ૨૦૩૩ના ભાદરવા વદ ૧૧ને દિવસે. નીલકમળો અને વિશાળ જલરાશિવાળા સરોવરથી શોભતું સ્થાન અને વિવિધ ધર્મોથી ઓપતા ઉદાર ચરિતવાળા એવા માનવ–નિવાસોવાળા પ્રાંતિજ નગરમાં સુશ્રાવક શ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહને ત્યાં માતા ગુલાબબહેનની કુક્ષિએ નાથીબહેનનો જન્મ થયો હતો. છ દીકરીના મૃત્યુ ઉપર નાથીબહેન ઉપર ટૂચકો કરવામાં આવ્યો. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે એમ નાથીબહેનને કચરામાં વાળવામાં આવ્યાં અને સો વર્ષ ઉપર જીવી ગયાં. નામ તેવા ગુણ : કુદરતી રીતે જ જેમનું નામ સાર્થક થયું એવું તેમનું નામ નાથી રાખવામાં આવ્યું. નાથુ ધાતુ એટલે શુભ ઇચ્છવું, નાથ થવું. તેના ઉપરથી નાથી શબ્દ પ્રયોજાય નાથીબહેનના પિતાશ્રી સિદ્ધાંતવાદી અને હોશિયાર. મંત્રતંત્રમાં માનતા નહીં. એક વખત તિઓએ મંત્રેલું મીઠું અરિહંતનું નામ લઈ પોતે ખાઈ ગયા અને બતાવી દીધું કે મને કશું નહીં થાય. ધર્મમાં તેમને ખૂબ શ્રદ્ધા હતી. પરો વવાતીતિ બુદ્ધિ રેવા–બીજો આપણને સુખદુ:ખ આપે છે તેમ માનવું એ બુદ્ધિનો ભ્રમ છે, મિથ્યાત્વ છે. જીવને કૃતકર્મનાં ફળ ભોગવવાં પડે છે તેવી તેમને સાચી શ્રદ્ધા હતી. રાહ ફંટાયો : નાથીબહેનનાં લગ્ન ૧૨ વર્ષની ઉંમરે થયાં હતાં, પણ હજી તેમણે સાસરે પગ પણ મૂક્યો ન હતો અને એકાએક વૈધવ્ય તેમના જીવનના આંગણે આવીને ઊભું રહ્યું. ત્યારબાદ નાથીબહેનની વય વધતાં સત્સંગે ધર્મજ્ઞાન મેળવવા પુરુષાર્થ આદર્યો. ‘દશવૈકાલિક સૂત્ર’, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું ૧૯મું અધ્યયન, ૧૦૦ ઉપરાંત થોકડાં, ૪૦૦ જેટલી સજ્ઝાયો કંઠસ્થ કર્યાં. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ વગેરે બધું જ ઘરે રહીને શીખ્યાં. જ્ઞાનસ્થ તં વિરતિઃ । જ્ઞાનનું ફળ તે સંયમવ્રત છે. ૨૭ વર્ષની ઉંમરે યુવાનીના પ્રાંગણમાં પ્રવેશતાં તેમને દીક્ષાના ભાવ થવા માંડ્યા. અને વીર સં. ૨૪૩૧ના માગશર સુદ ૭ ગુરુવારે (તા. ૧૦-૧૨-૧૯૦૪) પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી જડાવબાઈ મ.સ. પાસે પ્રાંતીજ મુકામે પ્રવ્રજ્યા અંગીકાર કરી. જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ : જ્ઞાનપિપાસુ તો તેઓ હતાં જ, પણ શાસ્ત્રીય જ્ઞાન કરતાં પણ સેવા અને વૈયાવચ્ચને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy