SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ નિદ્રા વિજેતા આચાર્ય પૂ. શ્રી ડુંગરસિંહજી મહારાજસાહેબ સૌરાષ્ટ્રની સુરમ્ય ભૂમિમાં થોડા થોડા અંતરે મહાપુરૂષો જન્મતા રહ્યા છે. આવું એક નરરત્ન અઢારમા સૈકામાં સદ્ભાગ્યે સાંપડ્યું છે. સત્યરૂષનું નામ સાંભળતાંની સાથે જ તેમના માતાપિતા અને જન્મભૂમિનું સહજભાવે સ્મરણ થઈ આવે. જુનાગઢ પાસે મેંદરડા મહેન્દ્રપુર નામે ગામમાં જૈનોનાં ઘરો સારી સંખ્યામાં હતાં. બદાણીની અટકથી ઓળખાતા કમળસિંહ નામના જૈન ગૃહસ્થ સાધારણ વ્યાપાર વાણિજ્યથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. નીતિ સત્ય પ્રામાણિકતા આદિ કેટલાક નૈસર્ગિક ગુણો તેમના જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયા હતા. તેમનાં ધર્મપત્ની હીરબાઈ સાદા, સદ્ગુણી અને સુશીલ હતાં. કમળસિંહભાઈ ભાગ્યના વિકાસ માટે મેંદરડાથી માંગરોળ ગયા. એક વખત હીરાબાઈએ સ્વપ્નમાં લીલોછમ પર્વત જોયો ને પર્વતમાળામાં શુભ પગલાં ભરતો હાથીને હંફાવનાર મહાકાય વનકેસરીને આનંદપૂર્વક ડોલતો ડોલતો પોતાના તરફ આવતો જોયો. હીરાબાઈએ ગર્ભાવસ્થાનું યથાર્થ પાલન કર્યું. યથા સમયે પુત્રનો જન્મ થયો. ખૂબ આનંદ ઉત્સવ ઉજવાયો. તેમનો જન્મ વિ.સ. ૧૭૯૨ માં થયો. કમળસિંહભાઈને ચાર પુત્રીઓ અને બે પુત્રો થયા. મોટાં વેલબાઈ પછી ડુંગરસિંહજીભાઈ, સ્વપ્નામાં ડુંગર પર સિંહ જોયો તેથી ડુંગરસિંહજી નામ પાડ્યું. ડુંગરસિંહજીભાઈમાં નાનપણથી જ સહૃદયતા, કોમળતા સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવ સમભાવ વગેરે ગુણો બધાને આકર્ષિત કરતા હતા. તેમનાં સદ્વર્તન તથા સદ્ગુણોની છાપ પડ્યા વગર રહેતી નહિ. સમય જતાં વેલબાઈને ખાનદાન કુટુંબના રતનશી શેઠ સાથે દીવ બંદરે પરણાવ્યાં. તેમને હીરાચંદ નામે પુત્ર ને માનકુંવરબાઈ નામે પુત્રી એમ બે સંતાન થયાં. આ સુખી કુટુંબ પર અચાનક વજપાત થયો ને રતનશી શેઠ ભરયૌવનમાં અવસાન પામ્યા. વૈધવ્યના દુઃખનું તો પૂછવું જ શું? આ કરૂણ બનાવથી ડુંગરસિંહજીભાઈને સંસારની અનિત્યતા સમજાણી ને તેના હૃદયમાં વૈરાગ્યનાં બીજ રોપાયાં. વેલબાઈની સંભાળ રાખવા શ્રી કમળશી શેઠ સપરિવાર દીવબંદરે રહેવા ગયા. દિવસો પસાર થતા રહ્યા. એક દિવસે દીવનગરીમાં પૂ. મુનિરત્ન શ્રી રત્નસિંહજી મહારાજ સાહેબની પધરામણી થઈ. આત્માની દિવ્યતા ધર્મદેશનાના ગળે ઊતરી જાય તેવી પૂ. મુનિની વાણીથી શ્રાવક-શ્રાવિકાઓ પ્રભાવિત થયાં. પથપ્રદર્શક ડુંગરસિંહજી ભાઈએ પણ ધર્મદેશના સાંભળી. યુવાન ડુંગરસિંહજી ભાઈનું હૃદય વૈરાગ્યથી રંગાયેલું હતું. તેમાં વધુ દઢતા આવી. માતા પિતા પાસે દીક્ષા માટે રજા માગી. ખૂબ પરીક્ષા કરી. તેમનાં બેન વેલબાઈ અને તેના બંને સંતાનોને માતા હીરબાઈ એમ પાંચ વ્યક્તિઓએ વિ.સ. ૧૮૧૫ કારતક વદ ૧૦ (દસમ) ના દિવસે દીવનગરીમાં દીક્ષા અંગીકાર કરી. પૂ. ડુંગરસિંહજી મહારાજ તથા માનકુંવરબાઈ મહાસતીજીનાં તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી ખૂબ અભ્યાસ કર્યો. આહાર અને નિંદ્રા સાધક દશામાં બાધક રૂપ છે, તેથી સ્વાદેન્દ્રિય પર વિજય મેળવી સાડા પાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો. આગમજ્ઞાન સાથે ષદર્શનનો અભ્યાસ કર્યો. જ્યાં જ્યાં તેઓ વિચરતા હતા ત્યાં ત્યાં શાંતિ સમાધિની પ્રસરતી અને કોને વ્યસનમુક્ત કરાવતા. અમુક સમય પછી તેઓશ્રીના પૂ.ગુરૂદેવ કાળધર્મ પામ્યા. જવાબદારી વધી. વિહાર કરતા ગામ બહાર જંગલની ગુફામાં ઊતરતા. હિંસક પશુઓનો ભય લાગતો નહિ. રાત આખી સાધનામાં રત રહેતા. અનેક અન્યધર્મીઓને પણ જૈન ધર્મી બનાવ્યા. અનેક ઉપસર્ગ પરિષદને સહન કરતા વિચરણ કરતા કરતા પૂ. ગુરૂદેવ શિષ્ય સમુદાય સાથે ગોંડલમાં પ્રવેશ કર્યો તે સમયે ગોંડલની રાજધાની પર શ્રી કુંભાજી મહારાજ રાજતંત્ર ચલાવતા હતા. ગોંડલમાં જૈનોનાં ૧૨૦૦ ઘર હતાં, તે રાજદરબારમાં જૈનોનું વર્ચસ્વ ઘણું હતું. સમાજમાં શિથિલતા દૂર કરવા ગોંડલ ગામને કેન્દ્રમાં રાખી પ્રબળ શક્તિથી ઝુંબેશ ઉઠાવીએ કે જેથી સમાજમાં નવ જાગૃતિનું પ્રભાત ઊગે, પ્રમાદ દૂર થાય. આ વાત વિચારી પૂ. ગુરૂદેવે વિ.સ. ૧૮૪૫માં ધર્મ સમાજનાં કાર્યનાં કેન્દ્રસ્થાન તરીકે ગોંડલ ગામની પસંદગી કરી. પૂ. ડુંગરસિંહજી મહારાજ સાહેબને વિ.સ. ૧૮૪૫ મહાસુદ પના આચાર્યપદથી વિભૂષિત કર્યા. વિ.સ. ૧૮૬૦ માં ભીમજીભાઈને પૂ.શ્રી એ દીક્ષા આપી ત્યાર પછી જામનગરમાં પણ પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિને દીક્ષા આપી પૂ.શ્રીના ઘણા શિષ્ય અને શિષ્યાઓ થયાં. પૂ.શ્રીના માતુશ્રી હીરબાઈએ દીક્ષા લીધી હતી. તેને શિયાળનો ઉપસર્ગ આવ્યો ને છેવટે અનસન પૂ.શ્રીએ તેઓને કરાવ્યું. ૫૮ દિવસ અનશન વ્રતધારીની સેવા કરી. અનેક રાજાઓને તથા પ્રજાજનોને ધર્મના માર્ગે ચડાવ્યા. સંખ્યાબંધ લોકોને દારૂ, માંસ, શિકાર આદિ વ્યસનોનો ત્યાગ કરાવ્યો હતો. ખેડૂતોને ધર્મબોધ આપી જીવન પરિવર્તન કરાવ્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy