SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૯૫ સ્થાનકવાસી જળ સંપ્રદાયના જ્યોતિર્ધશિ -ગુણવંત બરવાળિયા સંવત ૯૮૦ પછી લગભગ પંદરમી શતાબ્દી સુધી ઘણા સંતો મુનિવર્યો થયા. વિક્રમની પંદરમી શતાબ્દીનો સમય ધર્મ, સમાજ અને ભાષા એ ત્રણેય દૃષ્ટિથી ક્રાંતિકારી સમય જરૂર હતો પણ સાથે સંક્રમણતાનો સમય પણ ઊભો થયો હતો. રાજનીતિની અનૈતિકતાને કારણે સામાજિક જીવન અસ્તવ્યસ્ત હતું. રાજ્યો વચ્ચે સંઘર્ષ હતો. ચારે તરફ અપ્રમાણિકતાનો પ્રભાવ સ્થપાઈ ગયો હતો, સાધ્વાચાર લુપ્ત થઈ રહ્યો હતો. આવા અંધકાર અને અજ્ઞાનને તોડવા કોઈ પ્રકાશની આવશ્યકતા હતી. એમ કહેવાય છે કે તેથી કરીને એ શતાબ્દીમાં નવાં પરિબળો ઊભાં થતાં તેમાં સ્થાનકવાસી સંપ્રદાય પણ વિશિષ્ટ પરિબળ બની રહ્યું. આ સંપ્રદાય વિષેની લેખમાળા રજૂ કરે છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેકટીસ કર્યા પછી હાલ ટેક્ષટાઈલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૩૫ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર “કાઠિયાવાડી જેન” અને મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈ-અમદાવાદના મુખપત્ર “વિશ્વવાત્સલ્ય’માં માનદ્ મંત્રી–સંપાદક, અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી તથા ‘જેન પ્રકાશ' ના સહતંત્રી તરીકે સેવા આપે છે. જેને જાગૃતિ સેંટર બોર્ડ મુંબઈના મુખપત્ર, “જાગૃતિ સંદેશ', ફોરમ ઓફ જૈન ઇન્ટેલેકચ્યલ મુંબઈના મુખપત્ર “એનલાઈટમેન્ટ', ભારત જૈન મહામંડળના મુખપત્ર “જૈન જગત’ (ગુજરાતી વિભાગ)માં તંત્રી તરીકે સેવા આપેલ છે. શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ ઘાટકોપર પ્રેરિત પી.એન.દોશી આર્ટસ કોલેજ સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેંટરના ગુણવંતભાઈ ઓનરરી કો. ઓર્ડીનેટર છે, જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પર સંશોધનનું કાર્ય ઉપરાંત ઇન્ટરનેટ પર જૈન દર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે. જેને સાહિત્ય જ્ઞાનસત્ર'નું આયોજન અને પ્રાચીન ગ્રંથોની સી.ડી.નું કાર્ય થાય છે. સંતબાલ વિશ્વવાત્સલ્ય એવોર્ડ ફાઉન્ડેશન-અમદાવાદ. શ્રી ઘાટકોપર જૈન મોટા સંઘમાં મંત્રી તરીકે, શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ મુંબઈ સ્થા. જૈન મહાસંધ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી છે. તેમનાં ધર્મપત્ની ડો. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોકટરેટ Ph.D પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પરનાં લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈન સૌરભ, વિનયધર્મ વગેરેમાં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને સને ૧૯૯૭ નાં મુંબઈ “જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ' નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશન, ચેરીટેબલ ટ્રસ્ટ, (હોલીસ્ટીક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે, તેના ટ્રસ્ટી છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy