SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ગુજરાતી ભાષાના અંગ્રેજ ઉપકારક સર ટી. સી. હોપ ગુજરાતી શિક્ષણ સાહિત્યની સેવા કરનાર અંગ્રેજોમાં સર થિયાડોર સી. હોપનું સ્થાન અગ્રેસર છે. હોપ સાહેબનું નામ કાને પડતા જ હોપ વાચનમાળાનું સ્મરણ થઈ આવે છે અને આ વાચનમાળા મારફતે જ ગુજરાતીની એમણે અમૂલ્ય સેવા કરી છે. હોપનું સર્વપ્રથમ પ્રદાન એ રહ્યું કે એમણે ગુજરાતને માત્ર મરાઠી વાચનમાળાનો અનુવાદ ભણવાની આફતમાંથી બચાવી લીધું અને એમણે પોતાની સ્વતંત્ર વાચનમાળાની ભેટ આપી. હોપ વાચનમાળા ઇ. ૧૮૬૦ માં પ્રગટ થઈ ત્યારે પાઠ્યપુસ્તકોની સુધારણા સમિતિએ ખૂબ વખાણ કર્યા. એટલું જ નહીં, બીજા પ્રાંતોએ પણ હોપ વાચનમાળાને આદર્શ તરીકે સ્વીકારવી જોઈએ એવું સૂચન કર્યું. સમિતિના સભ્યો એ ચર્ચાવિચારણા કરી જોડણી વિષયક નિયમો ઘડી કાઢ્યા. તે સમયે બધી વાચનમાળાઓ નાગરી લિપિમાં જ છપાતી. હોપ સાહેબે ગુજરાતી વાચનમાળા ગુજરાતી લિપિમાં જ છપાય તે માટે આગ્રહ સેવ્યો. જેમાં બાળકોને સમાજના રીત-રિવાજો, આચાર વગેરેથી જ્ઞાત થાય એ હેતુએ તે લખાણમાં ગુજરાતના સમાજનું વાતાવરણ રાખ્યું. ઇતિહાસ, ભૂગોળ, પ્રાણીઓ અને આરોગ્ય એ બધાને આવરી લેતા પાઠો બાળકોની રસ, રુચિ અને વયને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થાને ગોઠવવામાં આવ્યા. હોપ વાચનમાળાએ પૂરા ૪૬ વર્ષ સુધી ગુજરાતના બાળકોના સંસ્કાર ઘડતરનું કામ કર્યું છે. સરકારે એમની સેવાઓની કદરરૂપે ‘સર'નો ઇલકાબ એનાયત કર્યો હતો. સુરતનો તાપી ઉપરનો પુલ હોપસાહેબ પ્રત્યેની અંજલિના પુરાવારૂપે એમનું નામ ધારણ કરી તેમના પ્રત્યેની સન્માનની લાગણી વ્યક્ત કરે છે. એકાંતિક ધર્મના ધારક પ્રાગજી ભગત સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકાંતિક ધર્મના ધારક અને પોષક એવા પ્રાગજી ભગતનો જન્મ સંવત ૧૮૮૫ ના ફાગણ વદ પૂનમના દિવસે મહુવામાં થયો હતો. બાળક પ્રાગજીને ધાર્મિક સંસ્કાર પિતા પાસેથી વારસામાં મળ્યા હતા. મંદિરમાં સંતોની સેવા કરવી તેમને ખૂબ જ ગમતી. ૨૩ વર્ષની વયે જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના પરિચયમાં આવ્યા. સ્વામીજીએ તેમના આયુષ્યના અંતિમ દિવસોમાં હરિભક્તોને સંબોધતા કહેલું : Jain Education Intemational પથપ્રદર્શક “હવે મારું પ્રાગટ્યપણું જો ઓળખવું હોય તો પ્રાગજી ભગતમાં સૌ જોશો.” સ્વામીજીના દેહાવસાન પછી સત્સંગ સમાજમાં પ્રાગજી ભગતનો મહિમા દિનપ્રતિદિન વધવા લાગ્યો. પ્રાગજી ભગત જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં તેમને સાંભળવા લોકો ઉમટે અને બ્રહ્મકિલ્લોલનો આનંદ સૌ કોઈ માણે. સત્સંગ કરવા બેસે ત્યારે તેમના મુખારવિંદમાંથી ભક્તિ અને ધર્મની ગંગા વહે. તેમનામાં યોગ અને સાંખ્યનો અદ્ભુત સમન્વય હતો. મહેનતનું કામ કરવામાં સહેજ પણ સંકોચ ન અનુભવે. પ્રાગજી ભગત જૂનાગઢથી વિદાય લઈ ગોંડલ થઈ મહુવા પધાર્યા અને ત્યાં બિમાર પડ્યા. જાણે પોતે હિરધામમાં જવાનો સંકલ્પ કરી લીધો હોય એમ તેમણે કેટલાક હરિભક્તોને અંતિમ દર્શન માટે મહુવા બોલાવ્યા. ભગતજીએ અન્નનો ત્યાગ કર્યો એટલે દિવસે દિવસે તેમની સ્થિતિ ઘણી જ ગંભીર થતી જતી હતી. સંવત ૧૯૫૪ના કારતક સુદ ૧૩ ના રોજ સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પ્રાગજી ભગતે દેહત્યાગ કર્યો. “ભક્ત ભલા ભગવાનના, પ્રેમી પ્રાગજીભાઈ, શિરોમણી સત્સંગમાં, એ સમ બીજો ન કોઈ.” આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટ ગુજરાતના ગૌરવવંતા પુરુષ કરૂણાશંકર (ઝંડુ ભટ્ટ)નો જન્મ વિક્રમ સંવત ૧૮૮૭ માં થયો હતો. માથા પર ગુચ્છાદાર વાળના ઝુંડને લીધે એમને ‘ઝંડુ’ કહીને બોલાવતા. પિતા પાસેથી તેમણે આયુર્વેદ શીખવા માંડ્યો. સાથે સાથે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય જેવા આયુર્વેદના ગ્રંથોનો ખૂબ જ વિસ્તૃત રીતે અભ્યાસ કરવા લાગ્યા. જામસાહેબની નજરે આ બુદ્ધિશાળી પુરુષ આવી ગયા. અને ભટ્ટજીએ રસશાળામાં અનેક જાતનાં રસાયણો તૈયાર કરવા માંડ્યા. મુંબઈ ખાતેની રસશાળા ફૂલીફાલી અને વટવૃક્ષ બનીને આજે ઝંડુ ફાર્માસ્યુટીકલ પ્રા. લિ. બની છે. અઢી મહિનામાં એમણે જસદણ રાજ્યનાં ૧૭૦૦ થી વધુ દરદીઓને સાજા કર્યા હતા. અનેક દુ:ખો વેઠ્યા પણ બીજાના દુ:ખોને દૂર કર્યા. જામનગર શહેર સુધરાઈના પ્રમુખ તરીકે તેમની કામગીરી અનન્ય હતી. પાકી ગટરો બંધાવી અને રસ્તાઓ વ્યવસ્થિત કરાવ્યા. મૃત્યુની નોંધ કરાવવાની શરૂઆત પણ એમણે કરેલી. ઉતરાવસ્થામાં વૈદધર્મના પાલન માટે નડિયાદ ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy