SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ એમ.એ.ની ડીગ્રી મેળવી. દરમિયાન નિષ્ણાત સર્જન અંબુભાઈ પટેલ સાથે એમના લગ્ન થયાં. ત્યાં અગિયાર વર્ષ સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે સેવા આપી ઉપરાંત બાંધકામક્ષેત્રે અને ડેરી વિકાસમાં પણ અગ્રગણ્ય ફાળો નોંધાવ્યો. ગુજરાતની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ પર રહીને સામાજિક મહિલા અને બાલવિકાસમાં સેવાઓ આપી. નિર્મળાબહેને જ્યોતિસંઘ' માં પ્રમુખપદનો હોદ્દો ગ્રહણ કરી સેવાઓ આપી. મહિલાઓ માટેના લીગલ સેલમાં અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ચિલ્ડ્રન વેલ્ફેર તેમજ સમાજશિક્ષણ સંસ્થાઓમાં અનન્ય સેવાઓ આપી. આજે તેઓ ‘અખંડ જ્યોત’ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ તરીકે કાર્યરત છે. સમાજના ઉત્થાન માટે તેમણે કેનેડા, દ. આફ્રિકા, ઇરાન, શ્રીલંકા, સિંગાપોર, ન્યૂઝીલેન્ડ રશિયા અને યુરોપના દેશોમાં સફર કરી ઘણું બધું મેળવ્યું છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયની કોન્ફરન્સોમાં સક્રિય ભાગ લઈ નિર્ણાયક ભૂમિકા ભજવી. એક સામાજિક કાર્યકર તરીકેની એમણે એમની પ્રતિભા સરસ રીતે ઉપસાવી છે. ગામડાના ખૂણે ખૂણે સ્ત્રી જાગૃતિની બાંગ પોકારીને સ્ત્રી શિક્ષણ, સ્ત્રી કાયદાની જાણકારી આર્થિક સ્વાતંત્ર્ય અને સ્ત્રી વિકાસની કેડીને આજે એમણે રાજમાર્ગની રેખાને અંકિત કરવા કમર કસી છે. મહાશ્વેતાબહેન વૈધ મહિલા અને બાળવિકાસ માટે સમર્પિત જીવન એટલે મહાશ્વેતાબહેન વૈદ્ય. તેમનો જન્મ ૧-૧૧-૧૯૩૭ ના રોજ જૂનાગઢમાં થયો હતો. બી.એ.એમ.એસ.ડબલ્યુની ડીગ્રી લીધી. રાજપીપળા ખાતે સમાજશિક્ષણ અધિકારી તરીકે કાર્યરત થયા. જ્યાં આદિવાસીઓ માટે વૃદ્ધાશ્રમ, બાલવાટિકા, વૃદ્ધપેન્શન યોજના, મફત દવા સહાય વગેરે યોજના તાલુકા પંચાયતનાં સ્વભંડોળમાંથી શરૂ કરાવી. ખેડૂત મહિલાઓને સુધરેલી ખેતી પદ્ધતિ વિશે જાણકારી મળે એ માટે ખેડૂત તાલીમ કેન્દ્રમાં સેવા આપી. નહેરુ યુવક કેન્દ્રના માધ્યમથી યુવક-યુવતીઓને સ્વરોજગારી તાલીમ, લશ્કરી તાલીમ આપી સ્વનિર્ભર કર્યા. સાડા ત્રણસોથી વધારે યુવકમંડળો તથા મહિલા મંડળો ગ્રામ્ય વિસ્તારમાં રચીને સશક્તિકરણ કરાવ્યું. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ જૂનાગઢમાં રહી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે ‘શ્રમિક મહિલા ભવન'નું નિર્માણ કર્યું. મંગલમૂર્તિ વિકલાંક ટ્રસ્ટની રચનામાં મહાશ્વેતાબહેને પોતાની અંગત આવકમાંથી ઊભું કર્યું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જૂનાગઢ બ્રાંચમાં સ્વ. Jain Education International ૧૧ જીવાભાઈ બુચના માર્ગદર્શન નીચે બહેનોને સીવણની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર કર્યા. મહેરજ્ઞાતિના યુવકોને સાંસ્કૃતિક માર્ગે વાળવાનું ભગીરથ કાર્ય મહાશ્વેતાબહેને કર્યું અને નારીશક્તિનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. જૂનાગઢ જિલ્લાના પછાત ગામડાઓમાં હાઈસ્કૂલો શરૂ કરાવી. આ સમાજસેવિકાએ ગુજરાત ભૂમિ માટે તન-મન-ધનથી પોતાનું જીવન સમર્પિત કરી ખરા અર્થમાં સેવાનું ભાથું પૂરું પાડ્યું છે. વીણાબહેન શ્રોફ ભારતીય કેશભૂષા કલાના અજોડ કલાકાર શ્રી વીણાબહેનનો જન્મ ૨૩-૩-૧૯૨૫ માં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં નૃત્ય, સંગીત વગેરે કલાઓ શીખીને પારંગત થયા. વીણાબહેનને કેશ ગૂંથવાનો ઘણો શોખ. દરમિયાન વિખ્યાત નૃત્યકાર ઉદયશંકરની મંડળી સાથે જોડાયા અને તેની પ્રતિભા ખીલી ઊઠી. સોહરાબ મોદીએ હીરોઈનની કેશભૂષા માટે આમંત્રણ આપ્યું અને તેમાં કનુ દેસાઈનો સાથ હતો. વૈજ્યંતીમાલા, આશા પારેખ, મધુબાલા, નિરૂપારોય, વહીદા રહેમાન, માલાસિંહા, શશીકલા જેવી અનેક હીરોઈનની કેશકલાઓ સજી આપેલી. આમ લગભગ ૧૫૦ જેટલી ફિલ્મોમાં તેઓ જોડાયેલા. વીણાબહેને જુદી જુદી ક્લબો, મંડળો અને કોન્ફરન્સોમાં લગભગ ચાર હજારથી વધારે વૈવિધ્યપૂર્ણ કેશકલાપો ગૂંથીને નિદર્શન કર્યું હતું. તેમણે વિવિધ કેશભૂષા તથા અલંકારોનું પ્રદર્શન પણ કર્યું જેનું ઉદ્ઘાટન શ્રીમતી ઇંદીરા ગાંધીએ કરેલ ત્યારે એમને ગૂંથેલો હાર પહેરાવવામાં આવ્યો ત્યારે સ્વયં ઇંદીરાજી બોલી ઉઠ્યા હતા કે “અરે ઐસા હાર ભી હમારે દેશમેં બનતા હૈ !’’ પ્રખ્યાત નૃત્યકાર સોનલ માનસિંગની કેશભૂષા વીણાબહેન જ તૈયાર કરતા. ઋતુ મુજબ મોગરો, જૂઈ, ચમેલી વગેરેના ‘સ્લાઈડ શો' પણ તૈયાર કરેલ. વીણાબહેન કહે છે : ઈશ્વરે આપેલા સૌંદર્યને જાળવવાનું કાર્ય એક કલાકાર તરીકે કઈ રીતે પ્રતિભાવંત અને પવિત્ર બનાવવું એ જ મારું જીવન કાર્ય છે. નીરુબહેન રાવલ ‘મંથન' સંસ્થાના વ્હાલસોયા દીદી, નીરુબહેનનો જન્મ ૩૦-૧૧-૧૯૫૧ ના રોજ ખેડા જિલ્લાના છનિયાર ગામે થયો હતો. બી.એ. ડી.પી.એડ. ની ડિગ્રી મેળવી. સંસ્કૃત વિશારદ, હિન્દી ડ્રોઈંગમાં એલીમેન્ટરી પરીક્ષાઓ આપી. હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો. અપંગોની દુર્દશા જોઈને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. અને અપંગો માટે કંઈક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy