SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પ્રતિભાઓ જયંતિલાલે એક હાથે પોતાની ધોતીના છેડાને સરખો કર્યો પછી ચશ્માની ડાંડલીને અટકવા અને તેમાંથી ત્રાંસી નજરે કરણસિંહને ત્રોડ્યા! આના લીધે મારે અહીં ધક્કો ખાવો પડ્યો? ‘ગેરહાજરીના દિવસો ગણો’ પ્રિન્સિપાલે લગભગ સત્તાવાહી અવાજે હેડકલાર્ક જયંતિલાલને કહ્યું : “અને એ દિવસો પ્રમાણે રજાના દિવસો દરમ્યાન કૉલેજ ચાલુ રહે તેવા હુકમ કાઢો!' જયંતિલાલ તગતગતી આંખે પ્રિન્સિપાલ સામે જોઈ રહ્યા. હુકમ કાઢો!' પ્રિન્સિપાલનો હુકમ એટલે લોઢે લીંટો. તેમાં સહેજ પણ ફેરફાર ન થાય. તેને મનમાં થતું હતું કે, આ તો પાડાનાં વાંકે પખાલીને ડામ દીધા બરાબર કહેવાય! હેડકલાર્ક જયંતિલાલ ગયા. | ‘જુઓ કરણસિંહ, હવેથી તમારો પગ ભાંગી જાય તો પણ ગેરહાજર રહેવાનું નથી.” જી, સર!' એક પણ દિવસ ગેરહાજર રહેવાનું નથી. દિવસો પૂરા ભરાઈ જશે એટલે હું તમારી ટર્મ મંજૂર કરીશ!' આમ આ ગોરા પ્રિન્સિપાલે રહેમરાહે ટર્મ મંજૂર પણ ન કરી અને વિદ્યાર્થીની ભણવાની તાલાવેલી જોઈ, નિયમો તોડ્યા વિના આવો સુંદર રસ્તો કાઢ્યો અને સાચા અર્થમાં એક આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા. જેમ્સ સ્કોટ ઇ. સ. ૧૯૦૩ થી ઇ. સ. ૧૯૨૦ દરમ્યાન બહાઉદ્દીન કૉલેજ-જુનાગઢના પ્રિન્સિપાલ તરીકે રહ્યા હતા. કલમના કસબીઓ રાતનો બીજો પ્રહર તેની પાળી પૂરી કરીને ઉચાળા ભરવા લાગ્યો હતો અને ત્રીજો પ્રહર તેની હયાતીની ચાડી પોકારતો હાજરાહજૂર ઊભો હતો. મધરાત થઈ ગઈ હતી. પરંતુ ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહ્ન તપતો હતો. એટલે પ્રજા સુખશાંતિની સોડ તળે નિરાંતવી ઊંઘતી હતી. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવી રાજનગરી વડોદરા ડાબા હાથનું ઓશીકું કરીને નિરાંતવી સૂતી હતી. જાગતે રહોના સિપાહી અવાજ સિવાય લગભગ શાંતિ પ્રસરી ચૂકી હતી. ૨. વ. દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી આલિશાન મહેલના એક ઓરડામાં રસઝરતી વાતોમાં ગળાડૂબ હતા. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેવા શબ્દસ્વામીઓ જ્યારે સાહિત્યની વાતોએ વળગ્યા હોય ત્યારે ભલભલી રાતને પણ કાન માંડવાનું મન થાય, સાંભળવા ઊભી રહી જાય એ સ્વાભાવિક છે. આ બેઉ સર્જકોની સાહિત્યસભર વાતોને સાંભળવા રાત પગ ચઢાવીને ઊભી રહી ગઈ હોય એમ સાવ સૂનકાર ભાસતો હતો. ફળિયામાં પડેલું પાંદડું પડખું પડખું ફરે તો પણ અવાજ આવે એવી નિરવતા હતી. ઝવેરચંદ મેઘાણી ખાસ સમય કાઢીને ૨. વ. દેસાઈને મળવા આવ્યા હતા. ૨. વ. દેસાઈ પણ ગાયકવાડ સરકારના મોટા અમલદાર, રસસૂબા હતા એટલે સમયની સંકડામણ તો હતી જ પણ મેઘાણીભાઈ જેવો વાતરોખોને લોકસાગરમાંથી વીણી વીણીને સાચા મોતી તારવવાવાળો કસબી આવે એટલે સમય તો શું જીવ પાથરવો પડે તો પણ પાથરે ! અને મળ્યા ત્યારે પણ સઘળું કોરાણે મૂકીને, વરસોથી વિખૂટા પડેલા પ્રિયજનોની જેમ મળેલા. હરખથી એક બીજાને ભેટેલા! વાતમાં એટલા રત હતા કે સમય કેટલો ગયો તે વીસરી જવાયું હતું. ૨. વ. દેસાઈએ હળવેકથી પૂછ્યું : હેં મેઘાણીભાઈ તમે આ ગીતો, કથાઓ....આ બધું મેળવો કેવી રીતે!?' હું ડોસીની સામે બેસી જાઉં, તેના કામમાં ગૂંથાઈ જાઉં, કાલા ફોલવા લાગ્યું કે ઘંટલો ફેરવવા લાગું!' પછી!' હળવે હળવે એક શબ્દને, વાતને ખોતરું એટલે......” હં!' કહીને ૨. વ. ઊભા થયા. સામેના એક ઓરડામાં ગયા. મેઘાણીભાઈએ જોયું. કશો ખ્યાલ ન આવ્યો. પણ થોડીવારે બહાર આવીને પોતાની જગ્યાએ બેસી ગયા. આવું તો ઘણી વખત બન્યું. વાતનો બરાબર રસ જામ્યો હોય. શબ્દના કોગળા વછૂટતા હોય અને ખરા ટાણે જ ઊભા થાય. સામેના ઓરડામાં જાય અને થોડીવારે પાછા આવે મેઘાણીભાઈનું મન કચવાતું હતું. ૨. વ. આમ શું કરવા ઊભા થાય છે? ઓરડામાં એવું કાંઈ કામ હોય તો નોકરોનો ક્યાં તોટો છે? એક કહેતા અનેક હાજર થાય. વળી મેઘાણીભાઇના મનમાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy