SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International THIS AND કાળી ૉનું ફોરી કામણ સિદ્ધ રેખાકાર ઃ મણિભાઈ મિસ્ત્રી : પથ્થર કે ધાતુ ૫૨ કોરાયેલી લકીરે સમયનાં પગલાંની સ્મૃતિ જાળવી રાખી છે. ધાર્મિક, ઐતિહાસિક કે સાંસ્કૃતિક પ્રસંગોના દસ્તાવેજ એટલે આ ઉત્કીર્ણ લેખો. પણ જેને ક્ષણવા૨માં ભૂંસી શકાય તેવી ટચૂકડી પેન્સિલની રેખાઓએ દસ્તાવેજી જતન કર્યું હોય, તેવું સાંભળ્યું છે કદી ? આજથી અર્ધી સદી પહેલાં એક યુવાન ઈજનેરના હાથમાં પકડાયેલી કાળી પૅન્સલે જે રેખાંકનો સિદ્ધ કર્યાં છે, તેનાં રૂપેરી કામણે તો કાળક્રમે પણ ન ભૂંસી શકાય તેવી દસ્તાવેજી લકીરનું રૂપ ધાર્યું છે. આ સિદ્ધ-રેખાકાર એટલે શ્રી મણિભાઈ મિસ્ત્રી, શ્રી મણિલાલ મૂળચંદ મિસ્ત્રી એ તેમનું પૂરું નામ. તા. ૩૧ જુલાઈ, ૧૯૧૨માં ચાણસ્મા (જિ. મહેસાણા)માં જન્મેલા મણિભાઈએ પાટણમાં માધ્યમિક અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ લઈ કરાંચીની એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. જ્યાંથી ૧૯૪૦માં સિવિલ ઇજનેર B.E. (CIVIL)ની પદવી મેળવી. વડોદરામાં નાયબ ઇજનેર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ત્રણેક વર્ષ બાદ છૂટા થઈ સિવિલ કોન્ટ્રાકટર તરીકેના સ્વતંત્ર વ્યવસાયમાં જૂકાવ્યું. આ પહેલાં કોસંબા (જિ. નવસારી)માં બિન ફેકટરીમાં ભાગીદાર તરીકે જોડાયેલા. હવે ઉંમરના કારણે નિયામકપદેથી નિવૃત્તિ અપનાવી નવસારીમાં વસે છે અને સાથેસાથે ‘વિજય એમ. મિસ્ત્રી કન્ટ્રકશન પ્રા. લિ.'ની બાગડોર પોતાના ઇજનેર સુપુત્ર વિજયભાઈને સોંપી, જરૂર પડ્યે પરામર્શક ઇજનેર તરીકે સેવા આપે છે. શ્રી મણિભાઈ ઇજનેરીનું ભણતા. ડ્રોઇંગ - આલેખન - સાથે તેમનો સ્વાભાવિક પનારો હોય જ. ઇજનેરી ડ્રોઇંગના પ્લાન અને એલીવેશનની માપબદ્ધ રેખાઓ દોરતાં દોરતાં તક મળ્યે પોતે નિજાનંદ ખાતર મુક્ત મનનાં રેખાંકનો પણ કરી લેતા. આ રેખાંકનોનો વિષય હતો વ્યક્તિમિત્રોનો, અને માધ્યમમાં કેવળ સફેદ કાગળ અને કાળી પેન્સિલ કે પેન માત્ર. વર્ગમાં ભણતા હોય, ક્યાંક કોઈ મેળાવડા કે સભામાં બેઠા હોય, કોઈના વાર્તાલાપ કે પ્રવચનો ચાલતાં હોય ત્યારે પ્રવચન આપતી જે તે વ્યક્તિની મુખાકૃતિનું રેખાંકન કરી લેવું, એ તેમનો શોખ. ચિત્રકળાની આમ કોઈ પ્રત્યક્ષ તાલીમ તેમણે લીધી નહોતી. હા, કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી આ બાબત અવારનવાર સૂચનો મળતાં એટલું જ. લગભગ ૧૯૩૪થી ૧૯૪૦ના ગાળામાં એમણે રાજનીતિજ્ઞો, રાજવીઓ, રાષ્ટ્રસેવક, શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્યકારો વગેરેથી લઈને કલાકારો, તત્ત્વચિંતકો અને રમતવીરો સુધીના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનાં અસંખ્ય રેખાંકનો કર્યાં છે. સામે વ્યવસ્થિત પોઝ આપીને બેસનારનું રેખાંકન અને ભાષણ આપતી વ્યક્તિનાં રેખાંકન કરવામાં ઘણો તફાવત છે. બીજામાં વ્યક્તિ હલનચલન કરતી હોય છે. એવી અવસ્થામાં તેના ચહેરાની ઓળખ આપતી તમામ લાક્ષણિકતાઓને જરા પણ અસંતુલિત થયા વિના સંગોપાંગ થોડી ક્ષણોમાં ઉતારી લેવી, તે એક કપરું કામ છે. શ્રી મણિભાઈએ પ્રાપ્ત કરેલી આ સિદ્ધિનું મૂલ્ય ઓછું તો ન જ અંકાય. આ રેખાંકનોનું વિશેષ મૂલ્ય એ છે કે જે સમયમાં ફોટો-કળાનો આટલો વ્યાપ ન હતો, તે સમયનાં આ રેખાંકનોમાં ઝડપાયેલી વ્યક્તિનું અદલોઅદલ દસ્તાવેજી રૂપ તો રજૂ થયું છે જ, ઉપરાંત જે તે મહાનુભાવોની સાલવારી સાથે હસ્તાક્ષરોના કારણે તેની મહત્તા સ્વાભાવિક જ વધી જાય છે. શ્રી મણિભાઈનાં આ રેખાંકનો વિવિધ સામયિકોમાં છપાયેલાં પણ ખરાં, વડોદરામાં મળેલી પ્રાચ્યવિદ્યા પરિષદમાં ઉપસ્થિત વ્યક્તિઓનાં રેખાંકનો 'BOMBAY CRONICLE’ માં છપાયાં. ૧૯૩૬-૩૮માં અમદાવાદ-કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલા સાક્ષરોનાં રેખાંકનો ‘નવચેતને' પ્રકટ કરેલાં.વર્ષો સુધી ફાઈલમાં દબાઈ રહેલાં આ રેખાંકનોને પ્રકાશમાં લાવવાનું પ્રથમ શ્રેય કવિશ્રી હસિતભાઈ બુચને ફાળે જાય છે. અત્રે આ ગ્રંથમા જે બાવન રેખાંકનો મુકયા છે તે શ્રી વિજયભાઇ મ. મિસ્રીની સંમતિથી સાભાર પ્રગટ થયા છે. 36 T T For Private & Personal Use Only EC www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy