________________
સ્વપ્ન શિલ્પીઓ
તેઓશ્રીના માર્ગદર્શન અને પ્રેરણા થી મુંબઇ તથા ગુજરાતમાં દસ થી બાર ધર્મ સંકુલોનું નવનિર્માણ થયેલ છે. આ બાબતે પણ ખુબ સારું જ્ઞાન ધરાવે છે. યુવા યુવતીઓના ખાસ પ્રેરણાદાતા ગુરણી છે. માત્ર એક જ સીટીંગમાં કેટલાય ટીનએજર્સના બ્રેઇન વોશ કરી જીવન પરિવર્તન કરાવેલ છે. તેના દ્વારા ઘણા મમ્મી પપ્પા ને શાંતિ અને સમાધિ સંપ્રાપ્ત થયેલ છે.
ડ્રોઈગ કળા, કલા કારીગિરિ, હસ્તકલા, સુંદર મોતીનાદાણા જેવા અક્ષર, કલાત્મક લેખન, સ્વછતા, સુઘડતા, શીવ્રતા આવા અનેક ગુણો તેમને ગોડગિફટ તરીકે મળેલા છે. આ બધું તેમને સહજ અને સ્વભાવીક છે. કોમ્યુટર માઇન્ડવાળા મહાસતી તરીકે તેઓ ફેમસ છે. માત્ર મેટ્રીક પાસ હોવા છતાં લોકો તેમને માસ્ટર ડીગ્રી વાળા કે પીએચ. ડી. માની લે છે. તેવી તેમની પર્સનાલિટી
આટલું જ્ઞાન હોવા છતાં એકદમ નિખાલસ અને નમ્ર છે. નિરાભિમાની વિનય વિવેકસભર જીવન હોવાથી ગુરુભગવંતોના આદર પાત્ર બની સંપ્રદાયના તથા સમાજના કાર્યોમાં પણ ગુરુભગવંતોના સહયોગી બને છે.
પોતાના જીવન ઘડતર તથા સફળતા નો યશ તેઓ પોતાના વડીલોને આપે છે. નાના હતા ત્યારે માતા પિતાના સંસ્કાર અને યોગ્ય ઘડતર અને દીક્ષા લીધા બાદ શુભાશીર્વાદ પ્રદાતા ગુરુ ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા પ્રેરણાદાતા અને માર્ગદર્શન પ્રદાતા ગુરુદેવ શ્રી ભાસ્કરજી સ્વામી તેમજ સ્વ. ગુરુણી શ્રી રૂક્ષ્મણી બાઇ મહાસતીજી તથા સ્વ. શ્રી મીના કુમારી મહાસતીજી ને અને વર્તમાને સહયોગપ્રદાતા ગુરુણી શ્રી કલ્પનાકુમારી મહાસતીજી ને યશ આપે છે.
મિલનસાર હસમુખો સ્વભાવ, સદા બહાર પ્રફૂલ્લિત ચહેરો, જે આવે તે સૌને પ્રેમપૂર્વક બોલાવે, ઉત્સાહી હોવાથી સતત પ્રવૃતિશીલ રહે છે. સંયમ સાધના સાથે અનેક વિધ જવાબદારીઓ પણ વહન કરે છે. શિક્ષણ કાર્યો સંબંધી વિશેષ અભિરૂચિ ધરાવે છે. ગુરુ ભગવંતોની આજ્ઞાઅનુસાર, તેમના માર્ગદર્શન હેઠળ સંપ્રદાયની www@jainajaramarorg નામની એક વેબસાઇટ પણ ચાલે છે.
મહિલાઓને ઉપદેશ આપતા સાધ્વી શ્રી કહે છે. તુમ પ્રેયસી નહીં શ્રેયસી હો, તુમ નારી નહીં નારાયણી હો, તુમ જગ કલ્યાણી હો, નારી જો જગૃત બને તો સમાજ આબાદ બને છે. નારી સમાજમાં ધરીના સ્થાને છે. નારી શિબિરોમાં બહેનોને ખાસ આકર્ષણ રહે છે.
સાધ્વી સંઘના ગૌરવ સમાન આવા સાધ્વીજીઓ જો સક્રિય બને તો સમાજની કાયાપલટ થઇ જાય સાધ્વીશ્રીને વંદન કરી તેમના શુભ પ્રયત્નો ફલંવતા બને તેવી મંગલ કામના કરીએ છીએ.
©©©
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org