SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ તા. ૨૫-૧૧-૨૦૦૨ના કરવામાં આવ્યું. આ પ્રસંગે કિશોરભાઈના માનસ્વરૂપ એમના હસ્તે મુખ્ય દ્વાર પાસે વટવૃક્ષ રોપવામાં આવ્યું છે તથા તેઓએ આપેલ સેવા બદલ રાજ્ય શાસન દ્વારા ધન્યવાદ આપવામાં આવેલ છે. અમદાવાદમાં અખિલ ભારતીય દરજી સમાજની એકમાત્ર પત્રિકા પીપાપંથ ઉદય’ તરફથી તા. ૪-૫-૨૦૦૮ના સમાજસેવા બદલ તેમને ‘પીપાભુષણ’ ઉપાધિથી સમ્માનિત કરવામાં આવેલ આ પ્રસંગે પીપાપંથ ઉદય'ના તંત્રી શ્રી જનકભાઈ દરજીએ શાલ ઓઢાડી શ્રીફળ આપ્યું અને કહ્યું કે શ્રી કિશોરભાઈએ ગુજરાત બહાર એક સાહસિક બિઝનેસમેન તરીકે સફળતા પ્રાપ્ત કરી સમગ્ર દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે. શ્રી મચ્છુકઠિયા દરજી સમાજમાં એક અગ્રિમ દાતાશ્રી તરીકે આપ સમાજના રચનાત્મક અને સંગઠનક્ષેત્રે જાગૃત રહી સેવા આપતા રહ્યા છો. આપની આવી ઉમદા સેવા બદલ આપશ્રીને દરજી સમાજના સર્વોચ્ચ ‘પીપાભૂષણ' ઉપાધિથી સમ્માનિત કરતાં ‘પીપાપંથ ઉદય’ પરિવાર ખૂબ જ આનંદ અનુભવે છે. આ ઉપાધિથી સમ્માનિત થતાં શ્રી કિશોરભાઈ તેમની જ્ઞાતિ શ્રી મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના એકમાત્ર તથા પ્રથમ વ્યક્તિ છે. શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર દરજી જ્ઞાતિ ધોરાજી ગુજરાત તરફથી તારીખ ૭-૭-૨૦૦૮ના તેમને આપેલ સેવા માટે ‘સમ્માન પત્ર' આપ્યું છે, જે લખે છે તે જ્ઞાતિની ઉજ્જવળતામાં આપ આભારી રહ્યા તેવા આપ્તજનને અદકેરા અભિનંદન જ્ઞાતિના વિકાસ માટે તન-મન-ધન દ્વારા મળેલો સાથ/સહકાર માટે આપ આજીવન સમ્માનિત રહેલા છો અને આગળ લખે છે—આવો સદા સાથે મણી આપણા જ્ઞાતિ પરિવારને શિક્ષણ, ધૈર્ય, સંગઠન, તાકાત, દાન અને વિરતાના સિંચનોથી સમાજનું નામ સદા માટે બુલંદ કરીએ.” શ્રી કિશોરભાઈના સમાજસેવાના કાર્યની પ્રશંસારૂપે જૂનાગઢ, જામનગર તથા અંજાર, કચ્છના શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિના અગ્રણીઓ તરફથી પણ તેમનું સમ્માન કરવામાં આવ્યું છે. જ્ઞાતિસેવાના સિવાય તેઓ બીજી સામાજિક સંસ્થાઓમાં પણ ભાગ લે છે, જેમ કે રાયપુરના ગુજરાતી શિક્ષણ સંઘના સંરક્ષણ સમિતિના ટ્રેઝરર તરીકેની ફરજ બજાવે છે અને ગુજરાતી સમાજના માનનીય સદસ્ય છે. તેઓનો સરળ અને મિતભાષી સ્વભાવ, ઉદાર મનોવૃત્તિ અને સાદા જીવન તથા Jain Education International સ્વપ્ન શિલ્પીઓ ઈમાનદારીથી રાયપુરના સમગ્ર ગુજરાતી સમાજ તથા ગુજરાતી શિક્ષણ સંઘમાં સારું એવું માનપાન પામ્યા છે. શ્રી ગુજરાતી સમાજ રાયપુર દ્વારા સમાજ સેવાના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરવા બદલ તા. ૮-૧૧-૨૦૦૮ના આયોજિત નવા વર્ષના સ્નેહમિલન સમારોહમાં તેમને સમાજ સેવા સમ્માન' પ્રદાન કરવામાં આવ્યું છે. તેમ જ રાયપુરની સુપ્રસિદ્ધ સરકારી ઓફિસર ક્લબ, છત્તીસગઢ ક્લબના જોઇન્ટ સેક્રેટરીના પદમાં તેઓ સેવારત છે અને તેના ઉત્થાન માટે કાર્યશીલ છે. શ્રી કિશોરભાઈ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. આત્મબળ ઉત્સાહ અને સાહસનો તેમનામાં ત્રિવેણી સંગમ છે જેથી તેઓ સિદ્ધિના શિખરે ચડ્યા છે. વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની કામગીરીની સાથોસાથ કિશોરભાઈ ધર્મમાં પણ ઊંચી શ્રદ્ધા ધરાવે છે અને એમના અંતરમાં ધાર્મિક વિચારધારાનો પ્રવાહ છે. એમને શેર-શાયરી, ગીત-સંગીત તથા ભજનકીર્તનનો સારો શોખ છે. તેમના પરિવારમાં નિત્ય ગાવામાં આવતાં ભજનકીર્તનનો એક સંગ્રહ પુસ્તકરૂપે છપાવેલ છે તેમ જ પોતે ગાયેલ ભજનોની C.D. બનાવેલ છે. તેમના કુળદેવી શ્રી પીઠડ માતાજીનો પ્રચાર કરવા માટે શ્રી પીઠડ આઈ જ્યોત' તથા પીઠડ ચાલીસા નામથી પુસ્તક બહાર પાડી છે જેમાં માતાજીના ફોટા સાથે ઇતિહાસ, રાસ, ગરબા, આરતી, સ્તુતિનું સંકલન કરી પ્રકાશિત કરવામાં આવ્યું છે. વ્યવસ્થાશક્તિ અને સમર્પણભાવનાને ધ્યાનમાં લઈ આમંત્રણ એટલે આવવું હો તો આવો અને નિયંત્રણ એટલે આવવું જ પડશે. કિશોરભાઈએ હંમેશાં બીજાંઓને નિમંત્રણ જ આપેલ છે. ઘેર આવતાં મહેમાનોની સરભરા કરવી, વ્યાવહારિક જવાબદારીઓ, નિષ્ઠા અને સચ્ચાઈથી પાર પાડવી, સૌને સાથે રાખીને પ્રેમ-વાત્સલ્યના તાંતણે બાંધી રાખવામાં સતત પ્રયત્નશીલ રહેનાર તેઓએ ખરેખર ધર્મ કાયમ રાખ્યો છે. એમાં ઘરનો આતિથ્યસત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. સોનામાં સુગંધ ભળે એવું કહેવાય છે, પરન્તુ અહીં તો સુગંધમાં સોનું ભળ્યું છે. તેમનાં ધર્મપત્ની અ.સૌ. દમયંતીબહેનનો તેમના જીવનમાં સિંહફાળો રહ્યો છે અને સાચા અર્થમાં સહધર્મચારિણી બની તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાથ આપી રહ્યાં છે. તેમના પરિવારમાં શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયા અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy