________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૩૫
ક્લિનિકલ મેથડ ફોર પી. જી. સ્ટ્રેન્ડન્ટસમાં સાયકિએટ્રિક એક્ઝામિનેશન ચેપ્ટર લખેલ છે. સાયકિએટ્રી ઇન ઇન્ડિયા- યુનેસ્કો (૧૯૭૫), મેડિકલ પેનલ્સ-જનરલ પ્રેક્ટિશનર્સ માટેના ૬૦ સેમિનાર્સ, લગભગ ૫૦ લાયન–રોટરી વગેરેમાં પ્રખ્યાત વ્યાખ્યાનો આપેલાં, જેને આજે પણ ઘણો મોટો વર્ગ યાદ કરે છે. ૨૦ જેટલા કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થયેલા છે. જૈન સમાજ માટે ભાગ્યશાળી વ્યક્તિ છે.
શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા
સેવા આપવી પણ જાહેરાતથી દૂર રહેવું એ જેમના જીવનનો મુદ્રાલેખ હતો એવા સાત્ત્વિક વિચારો અને પરમાર્થિક ભાવનાથી રંગાયેલા શ્રી માણેકલાલભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રના ધોરાજી પાસે નાનકડું પણ રળિયામણું ગામ પાટણવાવ. આ પાટણવાવ ગામમાંથી તીર્થકરોની સુંદર પ્રતિમાઓ પ્રાપ્ત થયેલી છે, એવી આ તીર્થભૂમિ જેવા ગામમાં પંચોતેર વર્ષ પહેલાં ઝવેરચંદ જૂઠાભાઈ વસાને ત્યાં માણેકલાલભાઈનો જન્મ થયો.
પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ભાગ્ય અજમાવવા મુંબઈમાં આગમન થયું. પ્રારબ્ધ અને પુરુષાર્થનો સુંદર સમન્વય થયો. ટૂંક સમયમાં જ એક આગેવાન વ્યાપારી તરીકે તેમનું નિરાળું વ્યક્તિત્વ જનમાનસમાં ઊપસી ગયું.
ધંધાના વિકાસની સાથે જ જ્ઞાતિ અને સમાજની અપર્વ સેવાની એકપણ તક ક્યારેય ચૂક્યા નથી, છતાં કીર્તિનો ક્યારેય મોહ રાખ્યો નથી. એ એમના ભાતીગળ જીવનનું વિશિષ્ટ પાત્ર છે. તેમના સુપુત્રો દ્વારા હાલમાં ઇન્ડકેમ સેલ્સ કોર્પો, મુંબઈ, અમદાવાદ, મદ્રાસ તથા મિહિર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. વગેરે કમ્પનીઓમાં સફળ સંચાલન થઈ રહ્યું છે.
અત્યંત સાદાઈ, વિનમ્રતા અને અન્યોનાં કામમાં થઈ શકે તેટલી સહાય કરવી એ એમના વિશિષ્ટ ગુણો છે.
રાજકોટની શેઠ દેવકરણ મૂળજી, સૌરાષ્ટ્ર વીશા શ્રીમાળી જૈન બોડિંગની કાર્યવાહીમાં તેમનો સુંદર ફાળો હતો.
મુંબઈમાં વસતા સૌરાષ્ટ્રના આગેવાન ભાઈઓની સાથે રહીને સમાજસેવાનાં અનેક કાર્યો કરતા રહ્યાં. વિનમ્રતાની
મૂર્તિસમા શ્રી માણેકલાલ જેટલા સરળ એટલા જ નિખાલસ, પગરજૂ અને ધર્મપરાયણ હતા. સમાજઉત્કર્ષની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં અગ્રેસર હતા.
તેઓ સ્પષ્ટ માનતા હતા કે સમાજસેવાનો શ્રેષ્ઠ બદલો અંતરની સાચી શાંતિ અને સંતોષમાં જ હોઈ શકે. તેમના મનનીય વિચારો અને આચરણ ભાવિ પેઢીને પ્રેરણાદર્શક બની રહેશે.
શ્રી કિશોરભાઈ ડી. શેઠ કે. ડી. શેઠ જામનગરના નામાંકિત વકીલ હતા. તેઓશ્રીનું તા. ૮-૧૨-૧૯૯૪ના રોજ મોટરઅકસ્માતમાં નિધન થયું. જામનગર શહેર સહિત જિલ્લાની તમામ કોર્ટોનું કામકાજ બંધ રહેવા પામેલ. ત્યારબાદ તેમનાં વડીલ ભાઈશ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ તથા તેમનાં ધર્મપત્ની સૌ. શ્રીમતી કલ્પનાબહેન શેઠ અને કે. ડી. શેઠનાં ધર્મપત્ની શ્રીમતી ભાનુબહેન કે. શેઠ દ્વારા આજ સુધીમાં જામનગરમાં ઘણાં શુભ કાર્યો અવારનવાર થયાં, જેમાં નોંધપાત્ર કાર્યોનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરેલ છે. | શેઠ સદનમાં ધૂપસળી પ્રગટાવેલી રાખી છે જેની સુગંધ શેઠ પરિવારનું ગૌરવ-પ્રતિષ્ઠા વધતા રહ્યાં છે.
(૧) તેમના નાના પુત્ર વિરલની સ્મૃતિમાં જામનગરનાં વૃદ્ધો તથા બાળકો માટે શ્રી અંબાવિજય વિસ્તારમાં વિશાળ “વિરલબાગ’ બનાવરાવીને જામનગર મહાપાલિકાને સોપવામાં આવેલ. આજે અસંખ્ય લોકો તેનો લાભ લઈ રહ્યાં છે.
(૨) જામનગરની પોશ સોસાયટી સ્વસ્તિક-સોસાયટીમાં તેમનાં માતુશ્રીની સ્મૃતિમાં, “પૂ. કાન્તાબહેન ડી. શેઠ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય' બનાવવામાં આવેલ છે, ઉપરાંત કે. ડી. શેઠ હોલ'નું નિર્માણ કરી આપેલ છે.
(૩) કે. ડી. શેઠના મોટા પુત્ર આશિતભાઈની સ્મૃતિમાં અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ અને “આશિત કે. શેઠ મેડિકલ સેન્ટર” સ્થાપી આપવામાં આવેલ છે. શ્રી ગુરુ ગોવિંદસ્ટિજી હૉસ્પિટલ (ઇરવિન હૉસ્પિટલ)ને મેડિસિન માટે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org